ન્યૂ સાઉથ વેલ્સ સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણય બાદ પ્રથમ ઘર ખરીદતા હજારો લોકોને હવે ફાયદો થઇ શકે છે.
રાજ્યના પ્રીમિયર ડોમિનીક પેરોટેયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પ્રથમ ઘર ખરીદતા લોકો હવે નાનો વાર્ષિક મિલકત વેરો અથવા સ્ટેમ્પ ડ્યૂટી 2 માંથી એકની પસંદગી કરી શકે છે.

પ્રીમીયરે ઉમેર્યું હતું કે, 16મી જાન્યુઆરીથી પ્રથમ વખત ઘર ખરીદનારા રહેવાસીઓ જો વાર્ષિક ચૂકવણીનો વિકલ્પ પસંદ કરશે તો તેમને સ્ટેમ્પ ડ્યૂટી ભરવી પડશે નહીં.
રાજ્યના ટ્રેઝરર મેટ્ટ કિને જણાવ્યું હતું કે, નવો નિયમ હજારો પરિવારો માટે લાભદાયી નિવડશે.
નાણાકિય લાભ થતો હોવાના કારણે લગભગ બે તૃતીયાંશ લોકો વાર્ષિક ચૂકવણીનો વિકલ્પ પસંદ કરશે તેમ ટ્રેઝરરે ઉમેર્યું હતું.
આ યોજનાનો લાભ પ્રથમ વખત ઘર ખરીદી રહેલા તમામ લોકો મેળવી શકે છે. તેમાં કોઇ મર્યાદા લાગૂ કરવામાં આવી નથી.

First Home Buyer Choice યોજનાની વિગતો
- 16મી જાન્યુઆરી 2023ના રોજ કે ત્યાર બાદ પ્રથમ વખત ઘર ખરીદનારા લોકોએ જો ઘર ખરીદતી વખતે મિલકત વેરો ભરશે તો તેમણે સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડશે નહીં.
- 11મી નવેમ્બર 2022થી 15મી જાન્યુઆરી 2023 વચ્ચે ઘર પ્રથમ ઘર ખરીદવાનો કરાર કરનારા લોકો પણ મિલકત વેરાનો વિકલ્પ પસંદ કરી શકે છે.
- તે લોકો, 16મી જાન્યુઆરી 2023થી 30મી જૂન 2023 સુધીમાં મિલકત વેરા માટે અરજી કરી શકે છે.
- જો ઘર ખરીદવાની પ્રક્રિયા 15મી જાન્યુઆરી 2023 અગાઉ પૂરી થઇ જાય તો તેમણે સ્ટેમ્પ ડ્યૂટી ભરવી પડશે અને ત્યાર બાદ 16મી જાન્યુઆરી 2023થી તેઓ સ્ટેમ્પ ડ્યૂટીના રીફંડ માટે અરજી કરી શકે છે.
- જો ઘર ખરીદવાની પ્રક્રિયા 16મી જાન્યુઆરી 2023ના રોજ અથવા ત્યાર બાદ પૂરી કરવામાં આવે તો તેઓ મિલકત વેરાનો વિકલ્પ પસંદ કરી શકે છે. તેમણે સ્ટેમ્પ ડ્યુટી ભરવી જરૂરી નથી.
First Home Buyer Choice યોજના 1.5 મિલિયન ડોલર સુધીના ઘરને અથવા 800,000 ડોલર સુધીની જમીન પર બનનારા ઘરને લાગૂ પડશે.
ન્યૂ સાઉથ વેલ્સ સરકારના અંદાજ પ્રમાણે, First Home Buyer Choice યોજના અંતર્ગત રાજ્ય સરકારને આગામી ચાર વર્ષ સુધી 728.6 મિલિયન ડોલરનો ખર્ચ થશે.
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.
SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.
SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.
ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

