ઓસ્ટ્રેલિયાની બે મોટી બેન્કો કેન્દ્રીય સરકારની વર્ષ 2020 સ્કીમ અંતર્ગત પ્રથમ વખત ઘર ખરીદી રહેલા લોકોને ગેરંટેડ લોન આપશે.
NAB અને કોમનવેલ્થ બેન્ક દ્વારા આ વર્ષે વિવિધ પોગ્રામ્સ અમલમાં મૂકાશે તેના ભાગ રૂપે આ પોલીસી લાવવામાં આવી છે.
પ્રથમ વખત ઘર ખરીદનાર
ફર્સ્ટ હોમ લોન ડીપોઝીટ સ્કીમ અંતર્ગત, પ્રથમ વખત ઘર ખરીદનારા લોકો ઘરની કિંમતના પાંચ ટકા નાણા ભરીને પણ ઘર ખરીદી શકશે.
આ ઉપરાંત, આ સ્કીમ 25 બિન મુખ્ય નાણા ધીરનાર માટે પણ છે. 1લી ફેબ્રુઆરીથી મળનારી લોન દર નાણાકિય વર્ષે લગભગ 10 હજાર લોકોને તેનો લાભ આપશે. જોકે, તમામ નાણા ધીરનારે તેમના ગ્રાહકો પાસેથી વધુ વ્યાજ નહીં મેળવવા અને તેમને અન્ય લાભો આપવાની ખાતરી પણ આપી છે.

આ લાભ મેળવવા માટે અરજીકર્તાએ કેટલીક શરતોનું પાલન કરવું પડશે. જેમ કે, તેમની કુલ વાર્ષિક આવક 125,000 ડોલર (સિંગલ અરજીકર્તા) તથા દંપત્તિ માટે 200,000 હોવી જરૂરી છે.
વેલફેર મેળવનાર
આ ઉપરાંત, 1લી જાન્યુઆરીથી લગભગ 1 મિલીયનથી પણ વધુ ઓસ્ટ્રેલિયન્સ સરકારી ચૂકવણી પર વધારો મેળવશે.
આ લાભ કેરિયર એલાઉન્સ, યુથ એલાઉન્સ, ઓસ્ટડી (Austudy), અવગણનાનો ભોગ બનેલા બાળકોને, મોબીલિટી એલાઉન્સ, ડબલ ઓર્ફન પેન્શન અને દિવ્યાંગ સહાયતા પેન્શન જેવી સ્કીમોમાં મળશે.
આ ઉપરાંત, આ ફેરફાર અંતર્ગત પેન્શન લોન્સ સ્કીમના કુલ વ્યાજનો દર 5.25 ટકાથી ઘટાડીને 4.5 ટકા કરી દેવામાં આવ્યો છે.

PBS હેઠળ સુરક્ષા
આરોગ્ય ક્ષેત્રમાં ફાર્માસ્યુટીકલ બેનિફીટ્સ સ્કીમ સેફ્ટી નેટ અંતર્ગત કન્શેસન મેળનારા દર્દીઓ અને સામાન્ય દર્દીએ વિવિધ લાભ મળશે. જેના દ્વારા તેમને દર વર્ષે 80 ડોલર જેટલી બચત થશે.
સિઝનલ બિમારી અને હેપેટાઇટીસ – બી જેવી બિમારીઓ નેશનલ ઇમ્યુનિસેશન પ્રોગ્રામ (National Immunisation Program) માં સ્થાન મળશે અને રીજનલ વિસ્તારોમાં સેવા આપનારા ડોક્ટર્સને પણ વિવિધ લાભો આપવામાં આવશે.

એજ કેર ક્ષેત્ર માટે
વૃદ્ધોની સારસંભાળ રાખતા ક્ષેત્ર (એજ કેર) માટે એજ કેર ક્વોલિટી એન્ડ સેફ્ટી કમિશન પાસે રહેણાંક અને હોમ કેરની સર્વિસ આપતા વ્યવસાયિકોને મંજૂરી આપવા ઉપરાંત વિવિધ નિયમોનું અનુપાલન કરાવવાની પણ સત્તા અપાશે.
બીજી તરફ, ખેડૂતો માટે પણ નવું વર્ષ કેટલાક લાભો લઇને આવ્યું છે. ડેરી કોડ ઓફ કંડક્ટનો બુધવારથી પ્રારંભ થયો હતો. જે અંતર્ગત ગ્રાહકો સાથે વ્યવહાર વખતે ખેડૂતોને વધુ સત્તા આપવામાં આવશે. આ ઉપરાંત, વિવાદના સમયે પણ ખેડૂતો સશક્તપણે પોતાનો મુદ્દો રજૂ કરી શકશે.

