'ધ ટવેલ્વ અપાસલ' આ રહસ્ય ને 60 હજાર વર્ષો થી છુપાવી બેઠા હતા . આ ડૂબેલા અપાસલ - ખડક રચના એ દરિયા ની સમુદ્ર સપાટી 50 મીટર નીચે, ગ્રેટ ઓસન રોડ કિનારા થી 6 કિલોમીટર ના અંતરે છે.

તેઓએ એક સળંગ પથ્થરનો સ્થંભ શોધ્યો જે ' ધ ટવેલ્વ અપાસલ ' ની રચના સમાન હતો. આ પ્રકાર ની રચના જે દરિયાઈ સપાટી પર દેખાય છે તે સામાન્ય રીતે અમુક સો વર્ષો સુધી જ ટકી રહે છે.
1990 ની સાલ માં " લંડન બ્રીજ " તરીકે જાણીતી ખડક રચના પડી ભાંગી હતી, ત્યાર બાદ 2005 ની સાલ માં બીજી ખડક રચના પડી ભાંગી હતી. હાલ માં આઠ જેટલી ખડક રચના ઓ મોજુદ છે.

Source: AAP
મેલબોર્ન યુનીવર્સીટી ના જીયોમોર્ફોલોજીસ્ટ, અસોસીયેટ પ્રોફેસર ડેવિડ કેનેડી જણાવે છે કે આ ખડક રચના 'અપાસલ ' ડૂબી જવાના કરને સંરક્ષિત રહી છે .
આ પ્રકાર ની શોધ ને વિશ્વ ની પ્રથમ માનવામાં આવે છે .
દરિયાના ઊંડાણ માં અને આટલી જૂની ખડક રચના અગાઉ મળી નથી .
આ ડૂબેલ ખડક રચના 'અપાસલ ' વિક્ટોરિયા ના દરિયા કિનારે જ્યાં આધુનિક ખડક રચના 'અપાસલ ' છે તેનાથી થોડે જ દુર આવેલ છે।
ડૂબકી મારો એ જાણ્યું કે અહી દરિયાઇ જીવન સંપૂર્ણ હતું - ખડકો રચના અને માછલી, ઓયસ્ટર્સ અને અબાલોન રહેઠાણ બનાવેલ છે.
અસોસીયેટ પ્રોફેસર ડેવિડ કેનેડી જણાવે છે કે આધુનિક ટેકનોલોજી નાં કારણે આ શોધ હજી ઘણી નવી શોધ ની શરૂઆત માની શકાય .
Share

