ઈસ્ટરની રાજાઓ દસ્તક દઈ રહી છે, તેવામાં જો આપે કંઈ પ્લાન ન બનાવ્યો હોય અને કોઈ અણદીઠેલી ભોમ પર કદમ માંડવા હોય તો આ રહી કેટલીક અજાણી અજાયબીઓ
કોર્મોરન્ગ આઇલેન્ડ:
કોર્મોરન્ગ આઇલેન્ડ, ઓસ્ટ્રેલિયાના એક દુરાંત અને ઓછા જાણીતા આઇલેન્ડમાંનો એક છે. નોવરા થી 10 કિમિ ના અંતરે આવેલ આ આઈલેન્ડને અપરાધીઓ વડે બનાવવામાં આવેલ,જયારે તેઓ ક્રુકહેવન નદી અને શોલહેવન નદીને જોડવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

આ આઇલેન્ડનો વિસ્તાર 10 કિમિનો છે, અહીં જવા માટે ફેરીનો ઉપયોગ કરવો પડે છે. એક કિનારે થી બીજે કિનારે જતી 5 મિનિટની ફેરીની સફર રોમાંચક છે. આ જગ્યા પ્રકૃતિના ચાહકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. જોકે અહીં મચ્છરોથી બચવા ક્રીમ કે અન્ય દવાઓ સાથે રાખવી જરૂરી છે. અહીં થોડા લોકો વસે છે, પણ કોઈ દુકાન કે પેટ્રોલ સ્ટેશન નથી.

અહીં નેશનલ પાર્કમાં ચાલી શકાય છે. શિયાળામાં પેલીકન, બતક, બગલા જેવા પક્ષીઓને જોવાની મજા છે.
જોઝ ક્રીક:
ઘોસ્ટ નગર તરીકે જાણીતા આ નગરની રોનક વર્ષ 1890 સુધી અલગજ હતી. ખનન ઉદ્યોગના લીધે આ નગરમાં સ્કોટલેન્ડના 1100 થી વધુ લોકો રહેતા હતા. પણ આહે આ જગ્યા એ ફક્ત જુના ખંડેર અને તરછોડાયેલ ઘર મોજુદ છે.

આ ખનન ઉદ્યોગ સાથે જોડાયેલ નગરની જીવન શૈલી પણ ખુબ પ્રગતિશીલ હતી. અહીંની આર્ટ સ્કૂલમાં ડાન્સ અને ફેન્સીંગના વર્ગો ચલાવવામાં આવતા. અહીં એક રેલવે લાઈન પણ હતી. સધર્ન હાઇલૅન્ડ ની સૌ પ્રથમ લોજની શરૂઆત પણ અહીં જ થઇ હતી. પણ વર્ષ 1906માં ખાણ બંધ થતા આ જગ્યા ઉજ્જડ બની છે. અહીં ઇતિહાસ ને યાદ કરતી ટુરનું આયોજન સમયાંતરે કરવામાં આવે છે.
ગ્રીનફિલ્ડ બીચ:
જેર્વીશ બે વિસ્તારમાં આવેલ આ બીચ એક છુપા ખજાના સમાન છે. સાફ પાણી, સફેદ રેતી અને સમૃદ્ધ દરિયાઈ સૃષ્ટિ અહીંની ખાસિયત છે.

પોર્ટ કેમ્બલા:
પોર્ટ કેમ્બલા પ્રવાસ કરતા ઔદ્યોગિક ક્ષેત્રે જાણીતું નામ છે, પણ અહીં પણ કેટલીક રમણીય જગ્યાઓ છે
ડઝન્સ ઓફ કોન્ક્રીટ ટ્રાઇંગલ - અહીંના બ્રેકવોટર બેટરી સંગ્રહાલયના પ્રાંગણમાં દ્વિતીય વિશ્વ યુદ્ધ દરમિયાનના ટેન્ક ટ્રેપ છે, જેને સ્કલ્પચરમાં પરિવર્તિત કરવામાં આવ્યા છે.

મિલિટ્રી ટનલ્સ: દ્વિતીય વિશ્વ યુદ્ધ સમયની ટનલ, આમ તો લોકો માટે ખુલ્લી નથી પણ ઘણા લોકો આ ટનલની મુલાકાત લાઈટ રહ્યા છે તેના ઘણા પુરાવા મળે છે. આપ દૂરથી આ જગ્યા જોઈ શકો છો. વોલોન્ગોન્ગ કાઉન્સિલ આ જગ્યાને પુનઃજીવિત કરવા પ્રયત્નશીલ છે. કાઉન્સિલ આ ટનલ ને રેસ્ટોરન્ટમાં ફેરવવા અથવા ફિલ્મ થિયેટરમાં પરિવર્તિત કરવાની વિચારણા કરી રહી છે. પણ , કેટલાક વરિષ્ઠ નાગરિકો આ જગ્યા ને એમજ રાખવામાં આવે છે, જેહતી દ્વિતીય વિશ્વ યુદ્ધ ની યાદ જાળવી શકાય.

હેલેન્સબર્ગ:
મોટાભાગના લોકો માટે હેલેન્સબર્ગ એ નવું નામ નથી, પણ બહુ ઓછા લોકો જાણે છે કે અહીં એક ગલી છે કે જ્યાં રાત્રે કેટલાક જુગનુઓ અજવાળું કરે છે. આ માટે વ્યક્તિ જુના રેલવે સ્ટેશન થી નવા રેલવે સ્ટેશન તરફ ટનલ રોડ માફરતે પહોંચવું પડે છે.

આ જગ્યાની માવજત સ્વયંસેવકો વડે કરવામાં આવે છે. અહીંનો નજારો માણવા માટે સલાહ આપવામાં આવે છે કે વ્યક્તિ ગમબૂટ પહેરે , સાથે બેટરી લઇ ને જાય, એક વખત અહીં પહોંચ્યા બાદ એક જગ્યા પર રોકાઈ લાઈટ બંધ કરવી .

