દરેક વયસ્ક વ્યક્તિ માટે 1000 ડોલરની સહાય (દંપતિ વ્યક્તિગત રીતે 1000 ડોલર મેળવી શકે છે) અને આધારિત બાળકો માટે 400 ડોલરની સહાય myGov પરથી મેળવી શકાય છે.
કુદરતી આપદાના સમયે જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ જેમ કે, ખાદ્યસામગ્રી, કપડા તથા ટૂંકાગાળા માટે રહેવાની જગ્યા મળી રહે તે માટે વ્યક્તિગત અને પરિવારો Australian Government Disaster Recovery Payment આપવામાં આવે છે.
ક્વિન્સલેન્ડ તથા ન્યૂ સાઉથ વેલ્સમાં આવેલા ભયંકર પૂર બાદ હવે સાફ-સફાઇ હાથ ધરવામાં આવી રહી છે. પરંતુ, નુકસાનગ્રસ્ત ઘરો, વેપાર - ઉદ્યોગો તથા રહેવાસીઓને ફરીથી બેઠાં થવામાં મહિના તથા વર્ષો લાગી શકે છે.
ડીઝાસ્ટર રીકવરી પેમેન્ટ માટે લાયક થવા, તમને પૂરની સીધી અસર થઇ હોય, પૂરમાં મૃત્યુ કે ગુમ થયેલી વ્યક્તિના નજીકના પરિવારજનો, અથવા તમારા ઘરને ભારે નુકસાન થયું હોય તે જરૂરી છે.
ભારે નુકસાન અંતર્ગત -
- ઘર નાશ પામ્યું હોય અથવા તોડવાની ફરજ પડી હોય.
- રહેવા માટે યોગ્ય ન હોય તેમ જાહેર થયું હોય
- ઘરની અંદર ભારે નુકસાન થયું હોય
- ઘરની અંદર પૂરનું પાણી કે કચરો ભરાઇ ગયો હોય અને - અથવા
- મિલકત અથવા મિલકતોને ભારે નુકસાન થયું હોય.
ક્વિન્સલેન્ડમાં રહેતા લોકો 28 ઓગસ્ટ 2022 સુધી દાવો કરી શકે છે, જ્યારે ન્યૂ સાઉથ વેલ્સના લોકો 1લી સપ્ટેમ્બર સુધી દાવો કરી શકે છે.
લાયક અરજીકર્તા ક્વિન્સલેન્ડના પૂરથી પ્રભાવિત 17 સ્થાનિક સરકારી વિસ્તારો તથા ન્યૂ સાઉથ વેલ્સના 17 વિસ્તારોમાં રહેતા હોય તે જરૂરી છે.
ચૂકવણી નીચેના પગલા લઇ મેળવી શકાય છે.
1. myGov માં જઇ Centrelink પસંદ કરવું. Centrelink Customer Reference Number (CRN) પસંદ કરી myGov તથા Centrelink ને જોડવા જરૂરી છે. જો તમારી પાસે CRN ન હોય તો તમે અધિકૃત દસ્તાવેજો દર્શાવી શકો છો.
2. “Make a Claim or View Claim Status” પસંદ કરો.
3. વિકલ્પોમાંથી “Help in an Emergency” અને “Get Started” પસંદ કરો
4. “Apply for Disaster Recovery Payment” પસંદ કરો
5. “Begin” પસંદ કરો
6. લાયકાત આધારિત પ્રશ્નોનો જવાબ આપો. તમારી પાસે ફોટગ્રાફ્સ, દસ્તાવેજો અને - અથવા પૂરથી નુકસાન થયું હોય તેનો પૂરાવો આપી શકે તેવા દસ્તાવેજો રજૂ કરી શકો છો.
7. દાવો પ્રસ્તુત કરવા “Submit” બટન દબાવો.
8. myGov વેબસાઇટમાં સેન્ટરલિન્કના શરૂઆતના પેજ પર “Make a Claim or View Claim Status” ની મદદથી તમારા દાવા અંગે થઇ રહેલા કાર્ય પર નજર રાખી શકો છો.