સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીમાં આ વર્ષે નવું શું છે?

નવસારી સંસદક્ષેત્રના સાંસદ સી.આર.પાટીલે સ્વાતંત્ર્ય દિન પહેલા ભારતીય ધ્વજ વહેંચવાનું અનોખું અભિયાન હાથ ધર્યું, બીજી તરફ ભારત સરકાર વિદ્યાર્થીઓને મફત સાઇકલનું વિતરણ કરશે તેવી અફવા સોશિયલ મીડિયા પર ઉડી.

India flag

Indian flag Source: AAP

આગામી 15મી ઓગસ્ટે ભારત દેશ જ્યારે પોતાનો 72મો સ્વાંતત્ર્ય દિવસ ઉજવશે.

તે દિવસે વિશ્વમાં ઘણા પ્રકારની ઇવેન્ટ્સ યોજાશે પરંતુ તે પહેલા સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારની અફવા ઉડી રહી છે.

હાલમાં જ સોશિયલ મીડિયા પર એવી અફવા ઉડી હતી કે મફત સાઇકલ વહેંચણી યોજના અંતર્ગત ભારત સરકાર વિદ્યાર્થીઓને સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે મફતમાં સાઇકલ આપશે. ભારતના વિવિધ માધ્યમોએ આ અંગે તપાસ કરતા ખબર પડી કે તે માત્ર એક અફવા જ છે.
India hoax
Screenshot from The Quint Source: Supplied

બધાની પાસે રાષ્ટ્રધ્વજ

બીજી તરફ ગુજરાતના નવસારીના મેમ્બર ઓફ પાર્લામેન્ટ સી.આર.પાટીલે એક અનોખું અભિયાન હાથ ધર્યું છે. તેઓ "હર ઘર તિરંગા, હર ગાંવ તિરંગા" સૂત્રના ઉદ્દેશ્યથી લોકોને નિઃશૂલ્ક તેમના ઘર સુધી ભારતીય ધ્વજ પહોંચાડી રહ્યાં છે.

રાષ્ટ્રધ્વજ વિતરણના અભિયાન અંગે સી.આર.પાટીલના કાર્યાલયે SBS Gujarati સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "વિશ્વમાં જ્યાં પણ ભારતીય વસે છે ત્યાં તેને 15મી ઓગસ્ટ પહેલાં રાષ્ટ્રધ્વજ મળી રહે અને તે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરે શકે તે માટે રાષ્ટ્રધ્વની વહેંચણી કરવાનું અભિયાન હાથ ધર્યું છે."
"જેમાં વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરાવનારને 2:3ની સ્ટાન્ડર્ડ સાઇઝનો રાષ્ટ્રધ્વજ વિનામૂલ્યે કૂરિયર અથવા પોસ્ટ દ્વારા પહોંચાડવામાં આવશે."
Team of the campaign with the Indian national flag
Team of the campaign with the Indian national flag. Source: C R Paatil
ભારતીય રાષ્ટ્રધ્વજ મેળવવા માટે તેમની વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

સાંસદ સી.આર.પાટીલની આ પહેલની લોકોએ તેમના ફેસબુક પેજ પર પ્રશંસા કરી હતી. જોકે કેટલાક લોકોએ તેમને બાકી રહેલા અન્ય કાર્યો પૂરા કરવા પણ વિનંતી કરી હતી. જેમાં નાગરિકો દ્વારા મુંબઇ - ભરૂચ ટ્રેનના રૂટને વડોદરા સુધી લંબાવવા જેવી વિનંતીનો સમાવેશ થતો હતો.
People requested Paatil to solve other pending issues also
People requested Paatil to solve other pending issues also. Source: SBS Gujarati

વિદેશથી પણ રજીસ્ટ્રેશન

વિશ્વભરમાં રહેતા ભારતીયો સુધી રાષ્ટ્રધ્વજ પહોંચે તે ઉદ્દેશ્ય સાથે સાંસદ દ્વારા આ અભિયાનની 2016થી શરૂઆત કરવામાં આવી હતી જેમાં 32 હજાર લોકોએ 15મી ઓગસ્ટ પહેલા રાષ્ટ્રધ્વજ મેળવ્યો હતો. તેમના દાવા પ્રમાણે આ વખતે ભારતીય ધ્વજ મેળવવા માટે અત્યાર સુધી લગભગ 20 હજાર લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને 14000 જેટલા ત્રિરંગાનું વિતરણ થઇ ગયું છે. જેમાં ભારત બહાર ઓસ્ટ્રેલિયા, અમેરિકા, ન્યૂઝીલેન્ડ, યુ.કે, દુબઇનો સમાવેશ થાય છે.

સ્વાતંત્ર્ય દિવસ પહેલા લગભગ એક લાખ લોકો સુધી રાષ્ટ્રધ્વજ પહોંચે તેમ પાટીલની ઓફિસે જણાવ્યું હતું. જોકે કેટલાક લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હોવા છતાં પણ ધ્વજ નહીં મળવાની ફરિયાદ કરી હતી.
The person has complained about not getting the flag even though registering his details
The person has complained about not getting the flag even though registering his details. Source: SBS Gujarati
તે અંગે પાટીલની ઓફિસે જણાવ્યું હતું કે, "અમને જે પણ રજિસ્ટ્રેશન મળે છે ત્યાં અમે ફ્લેગ પહોંચાડવાના તમામ પ્રયત્નો કરીએ છીએ, ક્યારેક તેમાં એક-બે દિવસ મોડું પણ થઇ શકે છે. આ ઉપરાંત કેટલીક વખત એડ્રેસ ખોટું હોવાના કારણે ફ્લેગ પહોંચી શકતા નથી. રજિસ્ટ્રેશન કરાવનાર વ્યક્તિએ પણ પોતાની તમામ વિગતો એક વખત ચેક કરવી હિતાવહ છે."

ઓસ્ટ્રેલિયામાં ભારતના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી

ઓસ્ટ્રેલિયાના વિવિધ શહેરોમાં પણ ભારતીય સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવશે. સિડનીના પેરામેટા પાર્ક ખાતે ઇન્ડિયા ડે ફેર અને પેરામેટા રિવરસાઇડમાં ઇન્ડિયા - ઓસ્ટ્રેલિયા ફ્રેન્ડશીપ ફેરનું આયોજન કરીને ભારતના 72માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરાશે.

સિડનીના સાઉથ એશિયન ઓસ્ટ્રેલિયન્સ દ્વારા પેઇન્ટીંગ્સ અને સોંગ પર્ફોર્મન્સના કાર્યક્રમોનું આયોજન કરીને સ્વાતંત્ર્ય દિવસ ઉજવાશે જ્યારે ઓસ્ટ્રેલિય ઇન્ડિયા સોસાયટી ઓફ વિક્ટોરિયા તથા ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા એસોશિયેશન ઓફ કેનબેરાએ પણ ભારતના આઝાદી દિવસને મનાવવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે.

Share

Published

Updated

By Vatsal Patel

Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service