SKIP TO MAIN CONTENT

અદાણી કંપની વિરુદ્ધ થઇ રહેલા વિરોધનું કવરેજ કરતા પત્રકારોની ધરપકડ

નોધર્ન ક્વિન્સલેન્ડ વિસ્તારમાં આવેલી અદાણી કંપનીની ખાણ સામે થઇ રહેલા વિરોધ પ્રદર્શનનું કવરેજ કરતા ચાર ફ્રેન્ચ પત્રકારોની ધરપકડ કરવામાં આવી.

The French journalists being arrested.
The French journalists being arrested. Source: AAP

1 min read

Published

By SBS News

Source: SBS



Skip to article content

ઓસ્ટ્રેલિયાના ક્વિન્સલેન્ડ રાજ્યના કાર્મીચેલ ખાતે આવેલી કોલસાની ખાણ સામે થઇ રહેલા વિરોધ પ્રદર્શનનું કવરેજ કરતા ચાર ફ્રેન્ચ પત્રકારોની ધરપકડ કરવામાં આવી છે.

અદાણી કંપનીની કોલસાની ખાણનો વિરોધ કરી રહેલું ગ્રૂપ ફ્રન્ટલાઇન એક્શન સોમવારે ક્વિન્સલેન્ડની એબોટ્ટ પોઇન્ટ ટર્મિનલ ખાતેની જગ્યા પર વિરોધ પ્રદર્શન કરી રહ્યું હતું.

રીપોર્ટર હ્યુગો ક્લેમેન્ટ સહિત ચાર ફ્રાન્સના ચાર પત્રકારો અને વિક્ટોરિયાના એક નાગરિકની કંપનીની સાઇટ પર પરવાનગી વગર પ્રવેશ કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી.

વિક્ટોરિયાની 20 તથા 22 વર્ષની બે મહિલાઓની પણ રેલવેના કામમાં દખલ કરવાના આરોપસપ ધરપકડ કરવામાં આવી હતી.

પ્રદર્શનકારીઓએ જણાવ્યું હતું કે પત્રકારોના હાથમાં હથકડી લગાવાઇ હતી અને તેમને પોલીસની કારમાં બેસાડવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે અદાણી કંપની તેની માઇનિંગ સાઇટનું કાર્ય ટૂંક જ સમયમાં શરૂ કરશે તેવા અહેવાલો પ્રકાશિત થયા બાદ કંપની વિરુદ્ધ સોમવારે સવારે 6 વાગ્યાની આસપાસ પ્રદર્શન શરૂ થયું હતું.

તે દરમિયાન ત્રણ પ્રદર્શનકારીઓની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં 75 વર્ષની એક મહિલાનો પણ સમાવેશ થાય છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm. 

Follow us on Facebook.


Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now