વર્ષ 2016 માં દરેક ઓસ્ટ્રેલીયન ને અસર કરે તેવા વિવિધ ક્ષેત્રે કાયદાકીય બદલાવ આવી રહ્યા છે જેની સન્ક્ષિપ્ત માં માહિતી
ચાઈલ્ડ કેર -
ચાઈલ્ડ કેરના લાભ મેળવવા હવે રસીકરણ કે રોગપ્રતિકાર પદ્ધતિ નો વપરાશ ફરજીયાત બનાવ્યો છે. ફેમીલી ટેક્ષ બેનીફીટ ના સપ્લીમેન્ટ એ અને ચાઈલ્ડ કેર ના લાભ માટે હવે બાળક ને શરૂઆત થી જ નિયત સમયે રસી પીવડાવવી જરૂરી છે.
નેની સબસીડી કાર્યક્રમ -
આ યોજના હેઠળ શરૂઆત માં 10,000 જેટલા બાળકો ની બિન પ્રમાણભૂત કાળજી રાખવા માટે ની સેવા માટે ચૂકવવાના ના કલાક ના દર માં રાહત આપશે . આ યોજના એ પરિવારો ને મદદરૂપ નીવડશે જે સામાન્ય રોજગાર ના કલાકો એટલે કે સામાન્ય ઓફીસ અવર દરમિયાન કામ નથી કરતા,ચાઈલ્ડ કેર ની વ્યવસ્થા ન ધરવતા વિસ્તાર માં કે પછી દુર અંતરિયાળ વિસ્તાર માં રહેતા હોય. $60000 ની વાર્ષિક આવક ધરાવતા પરિવાર જે ને આ યોજના ના લાભ માટે લાયક ગણાશે તેમને એક બાળક માટે કલાક ના $ 5.95 ની સબસીડી આપશે જયારે $165,000 થી $250,000 ની આવક ધરાવતા પરિવારો ને એક બાળક માટે કલાક ના $3.50 ની સબસીડી આપશે .
સેવાનિવૃત્તિ અને કર -
સેવાનિવૃત્તિ અને કર ક્ષેત્રે થયેલ ફેરફાર માં હવે થી પતિ -પત્ની અથવા પાર્ટનર ની આવક નિર્ધારિત લાભ મેળવવા માટે સંયુક્ત રીતે ગણાશે . સરકારી પેન્શન માટે હવે થી સરકાર સેવાનિવૃત્ત થયે વ્યક્તિ ને મળતી રકમ ને ધ્યાન માં લેવાશે . આ પગલાથી ટેક્ષ ફ્રી કમ્પોનન્ટ માં ઘટાડો થશે જેની અસર ઓછી આવક હેલ્થ કેર કાર્ડ, અને વૃદ્ધ સંભાળ ફી ની ચુકવણી પર થશે
સ્વાસ્થ્ય
સ્વાસ્થ્ય ક્ષેત્રે જોઈએ તો અર્થ્રાઈટીસ ના દર્દી ઓ વડે દુખાવા માટે વપરાતી પેનાડોલ ઓસ્ટેરીઓ ની કીમત માં 50% જેટલો વધારો થયો છે. આ બદલાવ Pharmaceutical Benefits Scheme જે પીબીએસ તરીકે ઓળખાય છે તે અંતર્ગત દવાની દુકાન ના કાઉન્ટર પર મળતી દવાઓ પર ની સબસીડી માં સુધારા ના લીધે થયો છે. 17 જેટલી વિવિધ દવાઓ ને આ યોજના થી દુર રખાઈ છે જેમાં એસ્પિરિન, ચામડી એલર્જી, એન્ટાસિડ્સ, ક્લોરામફિનિકોલ આંખ ઉત્પાદનો, આયન / ફોલિક એસિડનો પૂરક, ઇલેક્ટ્રોલાઇટ્સ, પેશાબ ટેસ્ટ સ્ટ્રીપ્સ, laxatives અને વિટામિન B12 ઇન્જેક્શન વગેરે નો સમાવેશ થાય છે . આ ઉપરાંત દવાના વેપારીઓ ને પ્રથમ વખત પ્રિસ્ક્રીપ્શન ની દવાઓ પર $1 ની રાહત આપવાની છૂટ આપી છે.
ટપાલ મોકલવી પણ મોંઘી સામાન્ય સ્ટેમ્પ જે 70 સેન્ટ ની હતી તે હવે થી $1 માં મળશે .
15 થી 21 વર્ષ સુધી ના શાળા નો અભ્યાસ છોડનાર યુવાનો ને જરૂરી અભ્યાસ માટે કે નોકરી ની શોધ માટે પ્રોત્સાહન આપશે . અને હવે થી બાળકો નો પાસપોર્ટ પણ 10 વર્ષ ની અવધી નો અપાશે જે માટે ની ફી પુખ્ત વય ની વ્યક્તિ ના પાસપોર્ટ ની ફી સમાન $254 રહેશે .