SKIP TO MAIN CONTENT

ગુજરાતી સાહિત્યમાં ભારતના સ્વતંત્રતા સંગ્રામની ઝલક

આપણે ૭૦મો સ્વતંત્ર દિવસ ઉજવવા ઉત્સાહિત છીએ ત્યારે આ સ્વાતન્ત્ત્ર્ય સંગ્રામના ઇતિહાસના ડોક્યુમેન્ટશન પર નજર કરીએ તો રુવાડા ઉભા થઈ જાય એમ છે. આ વિષય પર ગુજરાતીમાં લખાયેલી પુસ્તકોનું લિસ્ટ તો લાબું છે પણ એમાંના અમુક આપણને એ સમય માં લઈ જાય તેવા છે.

India's independence struggle in Gujarat iliterature
Source: Amit Mehta

3 min read

Published

Updated

By Amit Mehta


Skip to article content

પુર્ણાહુતી

આ પુસ્તક ચાર ભાગમાં પ્રસિધ્ધ થયેલું છે.મહાત્માજીના પર્સનલ સેક્રેટેરી પ્યારેલાલ નૈયરએ ઇંગલિશ  માં  THE  LAST  PHASE  ના નામે લખ્યું છે. તેઓ મહાત્માજીની નજીક હતા  એટલે દેશના ભાગલા પડ્યા તે પહેલાની કોમવાદી પરિસ્થિતિ અને રાજકારણથી માંડીને ગાંધીજીના મનની વાત તેમણે લખી છે. આ પુસ્તક ૧૯૫૬ થી ૧૯૫૮ ની આસપાસમાં લખાયું છે. આજ પુસ્તકનું અનુવાદ મણીભાઈ દેસાઈ એ ગુજરાતીમાં પુર્ણાહુતી નામે ચાર ભાગમાં કર્યું છે. નવજીવન પ્રકાશનએ ૧૯૭૮ માં ગુજરાતીમાં પ્રકાશિત કર્યું છે.

બિહાર પછી દિલ્હી

આ પુસ્તક મનુબેન ગાંધીએ લખ્યું છે. ગાંધીજી પ્રાર્થના સભામાં જતા ત્યારે તેમની આજુ બાજુ જે બે બહેનોનો જાણીતો ફોટો છે એમના એક તે મનુબેન ગાંધી.આ પુસ્તકમાં બિહારના નોવાખલીના તોફાનો બાદ ગાંધી દિલ્હી પરત આવ્યા, ત્યાર પછીની વાતો મનુબેને લખી છે.

દિલ્હી ડાયરી

આ પુસ્તક પણ મનુબેન ગાંધીએ તેમની ડાયરીના આધારે લખ્યું  છે.આ પુસ્તકમાં ગાંધીજીની દરરોજની પ્રાર્થના સભાની વાતો ઉપરાંત partition  થવાની વાત નક્કી થઇ તે વખતનું ગાંધીજીનું reaction  અને તેમના છેલ્લા તબક્કાના વિશાદની વાતો છે. પ્રાર્થના સભાની ડિટેઇલ હોય તેવું આ અદભુત પુસ્તક છે.

મૂળસોતા ઉખડેલા

પાર્ટીશન વખતે ભારત અને પાકિસ્તાન એમ બંને દેશોની સ્ત્રીઓના અપહરણ થયા હતા.આવી અપહરણ થયેલી બહેનોની યાતનાથી ભરપૂર story ૧૯૭૭ કમળાબેન પટેલે લખી  છે -TORN  FROM  THE  ROOTS  - A  PARTITION   MEMOIR .આવી બહેનોને પરત લાવવાનું કામ મૃદુલા  સારાભાઈની આગેવાનીમાં થયું હતું. જેને કારણે સપ્ટેમ્બર ૧૯૪૭ માં ભારત અને પાકિસ્તાન બંને દેશના  વડાપ્રધાનો લાહોરમાં મળ્યા હતા. આ ઘટનામાં કમળાબેન પટેલ સીધાજ સંકળાયા હતા અને કમળાબેને સ્મૃતિથી આ પુસ્તક લખ્યું છે.

આચાર્ય ક્રિપ્લાનીની આત્મકથા

આ પુસ્તકની manuscript અંગ્રેજીમાં  તૈયાર હતી પરંતુ અંગ્રેજી આવૃત્તિ બહાર પડે એ પહેલા ગુજરાતીમાં આ પુસ્તક પ્રકાશિત થયું હતું. નગીનદાસ પારેખે  આ પુસ્તકનું અનુવાદ કર્યું છે જેમાં આઝાદી સમયની ઘણી નહિ જાણીતી  વાતો  છે.

અર્ધી રાત્રે આઝાદી

મૂળ લોરી કોલિન્સ અને દોમનીક પીટર એ અંગ્રેજીમાં આ પુસ્તક લખ્યું હતું. જાણીતા ગુજરાતી નોવેલિસ્ટ અશ્વિની ભટ્ટે અર્ધી રાત્રે આઝાદી નામે અનુવાદ કર્યું છે. કોઈ પરદેશી લેખકે લખેલ આ પુસ્તકમાં દાવો તો ઇતિહાસનો કર્યો છે પણ રંગ બહુ પૂર્યા છે. આ પુસ્તક ઘણું લોકપ્રિય છે. આ પુસ્તક લખાતું ત્યારે રવિશંકર મહારાજ હોસ્પિટલમાં હતા અને અશ્વિની ભટ્ટ તેમને આ પુસ્તક વાંચી સંભળાવતા એવી વાત છે. આ પુસ્તક ઘણુંજ રસિક અને લોકરંજક છે.

મહા માનવ સરદાર

દિનકર જોશીએ આ નવલકથા રૂપે લખ્યું છે જેમાં narration અને ડાયલોગનું સુંદર મિશ્રણ કર્યું છે. આમાં કાશ્મીર આપણી સાથે કેવીરીતે જોડાયું અને સરદારએ કેવા ત્વરિત નિર્ણંયો લઈને સિવિલિયન અને લશ્કરી વિમાનો  તાત્કાલિક ગ્રાઉન્ડ કર્યા હતા તેની વાત તથા મેનનને ચાર્ટર પ્લેન થી શ્રીનગર મોકલેલા તેની વાત રસપ્રદ છે. કબાલી સમુદાયને કાશ્મીરમાં આવતો કેવી રોક્યો તેની વાતો પણ રોમાંચ ઉભો  કરે છે.

 

આ ઉપરાંત જયકુમાર શુક્લનું હિન્દ છોડો ચળવળના સ્વાતંત્ર્ય  સૈનિકો, શાંતિલાલ દેસાઈનું ગુજરાતના સ્વાતંત્ર્યની લડતો , ચિતરંજન દેસાઈનું ભારત નો સ્વાતંત્રય સંગ્રામ -પુનઃ મૂલ્યાંકન ,જેવા અનેક પુસ્તકો છે. જાણીતા લેખક ચંદ્રકાન્ત બક્ષી એ પણ ત્રણ પુસ્તકો લખ્યા છે.


Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now