ગયા વર્ષનો જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીનો એક વિવાદાસ્પદ અભ્યાસ એવું કહે છે કે અમેરિકાની હોસ્પિટલોમાં કેન્સર અને હૃદયને લગતી તકલીફને લીધે થતાં મૃત્યની પાછળનું ત્રીજું મહત્વનું કારણ તબીબી ભૂલો છે, જેમાં ખોટાં નિદાનનો પણ સમાવેશ થાય છે. National Academies of Medicineના અંદાજ મુજબ નિદાનમાં થતી ભૂલોનો દર્દીઓનાં મૃત્યુમાં 10% જેટલો અને બાકીની હોસ્પિટલોની ગૂંચવણોમાં 17% જેટલો ફાળો હોય છે.
માયો ક્લિનિકના આ અભ્યાસ માટે ડોક્ટરોએ 2009થી 2010 વચ્ચે પ્રાથમિક સારવાર લેવા ગયેલા 286 દર્દીઓની વિગતો ભેગી કરી હતી. એમાંના લગભગ દરેક દર્દીએ બીજો અભિપ્રાય લીધો હતો, જેમાંથી માત્ર 12% દર્દીઓનું નિદાન યથાવત રહેતાં 66% દર્દીઓનાં નિદાનમાં સામાન્ય તફાવત હતો અને બાકીના લગભગ પાંચમા ભાગના દર્દીઓની સાવ જુદી જ પરિસ્થિતિ સામે આવી હતી.
Society to Improve Diagnosis in Medicineના સ્થાપક ડો.માર્ક ગ્રેબરે 'વોશિંગ્ટન પોસ્ટ'ને કહ્યું હતું કે, "અંદાજે 10,000 જેટલા રોગોનાં માત્ર 200-300 લક્ષણો હોય છે", અને એમાં જેટલાં નવાં ઉમેરાય એટલી ગૂંચ વધે છે. એક દર્દીને થઇ શકે એવી બીમારીની સંખ્યા કે પ્રકારની કોઈ મર્યાદા નથી.
માયો ક્લિનિકનો અભ્યાસ એવું તારવે છે કે તબીબીશાસ્ત્ર એક્બીજા સાથે જોડાયેલી અને આધારિત પ્રક્રિયા છે.
આ વાતને સમર્થન આપતાં 'Think Like a Doctor'નાં લેખિકા ડો.લિસા સેન્ડર્સ કહે છે,"તબીબીશાળાનું ભણતર તો જાણે પાછળનો ઘોંઘાટ (background noise)છે,એનાથી પથારી પરના દર્દી વિશે માહિતી મળતી નથી. તબીબીશાસ્ત્ર તો સહિયારું કામ છે."