ગ્લેડિસ બેરાજિકલીયન બનશેને સર્વાનુમતે લિબરલ પક્ષના વડા ચૂંટવામાં આવ્યા છે અને તેઓ NSWના 45માં મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.
ન્યુ સાઉથ વેલ્સના પ્રીમિયર માઈક બેઇડે પોતાની નિવૃત્તિ જાહેર કરતા ગ્લેડિસ બેરાજિકલીયન પર પક્ષે પસંદગી ઉતારી છે.
ગ્લેડિસ બેરાજિકલીયને પોતાની કારકિર્દી કોમનવેલ્થ બેન્કના એક્સિક્યૂટ તરીકે શરુ કરી હતી અને વર્ષ 2003 માં તેઓ રાજકારણમાં આવ્યા હતા. પોતાના કામ પ્રત્યેની લગનના લીધે તેઓએ ઝડપથી સફળતા મેળવી.
તેમના સાથીદારોનું માનવું છે કે પ્રીમિયર તરીકે તેમની પ્રામાણિકતા મતદાતાઓને આકર્ષવામાં મહત્વની ભૂમિકા ભજવશે . તેઓએ પોતાના વ્યક્તિત્વ ઘડતર માટે ચોક્કસ દિશામાં મહેનત કરી છે.
ગ્લેડિસ બેરાજિકલીયન એક સામાન્ય પરિવવરથી આવે છે. તેમના પિતા વેલ્ડર અને માતા નર્સ હતા. વર્ષ 1960માં તેઓ સીરિયા અને જેરુસલેમ થી ઓસ્ટ્રેલિયા આવ્યા હતા. નાનપણમાં તેઓને અંગ્રેજી બોલવામાં સંકોચ થતો હતો, પરંતુ તેમની માતા એ તેમને પ્રોત્સાહન આપતા તેઓનો સંકોચ દૂર થયો હતો.
તેઓ પોતાના પરિવારથી ખુબ નજીક છે. તેઓ રવિવાર પોતાના પરિવાર - તેમની બે બહેનો અને છ પૌત્ર -પૌત્રીઓ સાથે સાથે ગાળવાનો પસન્દ કરે છે.
તેઓ પોતાના કામ પ્રત્યે કર્તવ્યનિષ્ઠ છે તેમ કહેતા તેમના મિત્રો જણાવે છે કે તેમના દિવસની શરૂઆત મિનિસ્ટરીઅલ બ્રિફિંગ વાંચવાથી થાય છે અને તેઓ દિવસમાં ઘણી વખત તેમના ઇમેઇલ ચેક કરે છે.
તેઓને વાહનવ્યવહાર મંત્રી તરીકે નામના મેળવી હતી. ન્યુ સાઉથ વેલ્સ રાજ્યમાં આ મંત્રાલય શ્રાપિત મંત્રાલય માનવામાં આવતું હતું.
વિરોધપક્ષનું કહેવું છે કે તેઓની સમજવાની શક્તિ નબળી છે આથી તેઓ પ્રીમિયર તરીકેની જવાબદારી યોગ્ય રીતે નહિ નિભાવી શકે.
ગ્લેડિસ બેરાજિકલીયન આજે બપોરે નવા પ્રીમિયર તરીકે શપથ ગ્રહણ કરશે અને તેમની કેબિનેટની જાહેરાત મોડેથી કરવામાં આવશે.
Share

