વર્ષ 2016 માં ઓસ્ટ્રેલિયન શેરબજાર
ઓસ્ટ્રેલિયન શેરબજાર પર આંતરરાષ્ટ્રીય ઘટનાઓનો પ્રભાવ રહ્યો, આ પ્રભાવ આવનાર વર્ષમાં પણ રહે તેવી સંભાવના છે.
બ્રિટનના યુરોપીય સંઘને છોડવાના આશ્ચર્યજનક નિર્ણયથી અને અમેરિકી રાષ્ટ્રપ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પની જીત થતા શેર ગબડ્યા હતા પણ ડોનાલ્ડ ટ્રમ્પની આર્થિકનીતિઓને સકારાત્મક લેતા 9% નો ઉછાળ જોવા મળ્યો હતો.
ઓસ્ટ્રેલિયન રાજકારણ
વર્ષ 1987 બાદ પહેલી વખત ઓસ્ટ્રેલિયન સેનેટની મતદાન પ્રક્રિયા બદલવામાં આવી. આ પગલું ડબલ ડિસોલ્યુશનના લીધે યોજાયેલ ચૂંટણી સાથે લેવાયું હતું.
આ વર્ષના મતદાન બાદ અત્યાર સુધીની સૌથી વિવિધતાભરી સેનેટ ઓસ્ટ્રેલિયાને મળી.
આતંકવાદ
આતંકી ઘટનાઓએ વિશ્વભરમાં ચિંતાનો માહોલ બનાવ્યો હતો. આફ્રિકા થી એશિયા, મધ્ય પૂર્વ યુરોપ અને ઉત્તર અમેરિકા સુધીના દેશો પ્રભાવિત રહ્યા.
વિશ્વમાં થયેલ કેટલાક આતંકી હુમલાઓની જવાબદારી સ્વયં પ્રસ્થાપિત થયેલ ઇસ્લામિક સ્ટેટ્સ વડે લેવામાં આવી.
શરણાર્થીઓ અને માનવતાવાદી કટોકટી
વર્ષ 2016 માં વૈશ્વિક સ્તરે શરણાર્થીઓનો મૃત્યુ આંક ખુબ ઊંચો રહ્યો. આંતરરાષ્ટ્રીય માઈગ્રેશન સંસ્થાન મુજબ આમાંના મોટાભાગના શરણાર્થીઓ યુરોપમાં શરણ મેળવવાના પ્રયાસમાં મેડિટેરિયન સમુદ્રમાં મૃત્યુ પામ્યા અથવા ગુમ થયા.
ઓસ્ટ્રેલિયન સરકારની શરણાર્થીઓ અંગેની નીતિની દેશ -વિદેશમાં ટીકા થઇ હતી. ઓસ્ટ્રેલિયન સરકારની નાઉરૂ અને પાપા ન્યુ ગિનીના શરણાર્થીઓને કેટલાક કોસ્ટ રીકાના શરણાર્થીઓ સાથે બદલાવ કરવાની અમેરિકા સાથેની સંધિનું ભાવિ ડોનાલ્ડ ટેમ્પ ની જીત બાદ અનિશ્ચિત બની છે.
આ સાથે સરકારે બોટથી ઓસ્ટ્રેલિયા આવતા શરણાર્થીઓ પર આજીવન પ્રતિબંધ મુકવાના પ્રસ્તાવનો વિપક્ષ અને ગ્રીન્સ વડે વિરોધ કરવામાં આવ્યો છે.
કુદરતી આપદાઓ
વિશ્વભર માં થયેલ ભૂકંપ, બુશ ફાયર, પૂર જેવી ઘટનાઓએ અને ખુબ ઓછા જાણીતા તોફાન "અસ્થમા" એ વિશ્વના મુખ્ય સમાચારમાં જગ્યા હાંસલ કરી હતી.
ઓસ્ટ્રેલિયામાં આ તોફાન અસ્થમાના કારણે નવેમ્બર મહિનામાં 8 લોકોના મૃત્યુ થયા હતા અને વિક્ટોરિયામાં 8,000થી વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.
ખેલજગત
સૌથી નાની વયે વિશ્વમાં નંબર એક બનનાર ઓસ્ટ્રેલિયન લેઇટન હ્યુઈટે ટેનિસમાંથી સન્યાસ લીધો.
સેરેના વિલિયમ્સે ફ્રેન્ચ અને ઓસ્ટ્રેલિયન ઓપનના ફાઇનલમાં હાર મેળવી પણ , 22મો વિમ્બલ્ડન ખિતાબ હાંસલ કર્યો
ટવેન્ટી ટવેન્ટી ક્રિકેટ વિશ્વકપ મહિલા અને પુરુષ વેસ્ટ ઈન્ડિઝે જીત્યા.
ફુટબોલમાં પોર્ટુગલે ફ્રાન્સને હરાવી પ્રથમvakht યુરોપિયન ચેમ્પિયનશિપ જીતી.
લેસ્ટર સીટી વડે પ્રથમ વખત ઇંગલિશ પ્રીમિયમ લીગ જિતાયો.
એ એફ એલ માં 62 વર્ષ બાદ સિડની સ્વાન્સને હરાવી વેસ્ટર્ન બુલ્ડોનસે પ્રિમીયરશીપ જીતી.
એન આર એલ ફાઇનલમાં પ્રથમ વખત ક્રૂનાલા શાર્કની જીત થઇ.
અંતિમ વિદાય
આ વર્ષે અલવિદા કહેનાર હસ્તીઓમાં ડેબી રેનોલ્ડ્સ એક હતા. તેમની પુત્રી અભિનેત્રી કેરી ફિશરના મૃત્યુના બીજા દિવસે તેમનું મૃત્યુ થયું હતું.
દિગ્ગ્જ સંગીત પ્રતિભા ડેવિડ બોવીનું જાન્યુઆરી 10ના રોજ લીવર કેન્સરના કારણે ન્યુ યોર્ક ખાતે મૃત્યુ થયું હતું.
પેઇનકિલર દવાના ઓવરડોઝને કારણે અન્ય એક સંગીત ક્ષેત્રની પ્રતિભા પ્રિન્સનું મૃત્યુ થયું હતું.
શ્વાસની બીમારીના લીધે ખેલજગતના દિગ્ગ્જ મહોમ્મ્દ અલીનું 74 વર્ષની વયે નિધન થયું.
થાઈલેન્ડના રાજા ભૂમિબોલ આદુલયદેજના 88 વર્ષની વયે થયેલ નિધન થી સમગ્ર થાઈલેન્ડમાં શોકની લાગણી ફેલાઈ હતી.
ક્યુબાના વિવાદિત નેતા ફિડલ ક્રિસ્ટોના નિધનના સમાચારથી વિશ્વમાં મિશ્ર પ્રતિભાવો સાંપડ્યા હતા.
નોબલ શાંતિ પુરસ્કાર વિજેતા, ભૂતપૂર્વ ઇઝરાયલી રાષ્ટ્રપ્રમુખ અને ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શિમોન પેરેસનું સપ્ટેમ્બરમાં નિધન થયું હતું.
આ ઉપરાંત સાહિત્ય પ્રતિભા હાર્પર લી, અમેરિકન ફિલ્મ અને રંગમંચ અભિનેતા જિન વાઇલ્ડર, ઇંગ્લિશ અભિનેતા એલન રિકમેન જેમણે હેરી પોટ્ટર ફિલ્મ સિવર્સ સ્નેપની ભૂમિકા ભજવેલ, અને ગાયક - ગીતકાર લિયૉનાર્ડસ કોહ્ન આ જગતને અલવિદા કહી ગયા.
Share

