નોકરી મેળવવા માટેનો અંતિમ પડાવ છે ઇન્ટરવ્યુ. આપની પસંદગીની નોકરી માટે તૈયારી કરતા નીચેની બાબતોનું ખાસ ધ્યાન રાખવું:
1. સંસ્થા અને આપના પદ વિષે વિગતવાર જાણકારી લ્યો
સંસ્થાના કાર્ય અંગે પૂરતી જાણકારી લ્યો
જે સંસ્થામાં કામ કરવાનું છે તે સંસ્થના કાર્યક્ષેત્ર અને કામકાજ અંગે પૂરતી માહિતી હોવી જરૂરી છે. આ માહિતી આપને સંસ્થાની વેબસાઈટ , મીડિયા આર્ટિકલ કે પ્રેસ રિલીઝના માધ્યમ થી મળી શકે છે. આ માહિતી હોવાથી આપ પ્રશ્નોના જવાબ વધુ સ્પષ્ટતાથી આપી શકશો
સંસ્થાનું વર્કક્લચર
દરેક સારી સંસ્થા પોતાના બ્રાન્ડિંગ, પોતાની ઇમેજ પ્રત્યે ગંભીર હોય છે. સંસ્થાના વર્કક્લચરમાં સંસ્થાના સિદ્ધાંતો અને મૂલ્યોનું પ્રતિબિંબ ઝીલાય છે. આ અંગેની માહિતી સંસ્થાના સોશિયલ મીડિયા પરના પ્રમાણિત એકાઉન્ટ પર થી જાણી શકાય. આ માહિતી આપને એ નિર્ણય કરવામાં પણ મદદ કરશે કે આપ આ સંસ્થા સાથે કામ કરી શકશો કે નહિ.
સ્પષ્ટ રહો
આપે જે પદ માટે અરજી કરી છે, તે અંગેની તમામ જરૂરિયાતની આપણે જાણકારી હોવી જોઈએ. જરૂર જણાય તો આ માટે નોકરીની જાહેરાત ફરી વાંચવી. ઇન્ટરવ્યૂમાં આપના રોલને લઈને જે પ્રશ્ન પૂછવામાં આવે તેના જવાબ નોકરીદાતા એ માંગેલ જરૂરતો ના આધારે આપવા. આ રોલ અંગેના સામાન્ય જવાબ ટાળવા.
ઇન્ટરવ્યુ લેનાર અંગે જાણકારી રાખવી
જો જાણી શકાય કે આપનો ઇન્ટરવ્યૂ કોણ લેવાનું છે તો જાણવાનો પ્રયત્ન કરવો. અથવા સંસ્થાના મહત્વના હોદ્દેદારો અને આપણા રોલ સાથે સંકળાયેલ ઉચ્ચ અધિકારીઓ વિષે જાણવું, સંસ્થામાં તેમનું યોગદાન, જે -તે ક્ષેત્રમાં તેમની આવળત- અનુભવ - સિદ્ધિ વિષે માહિતી મેળવવી. આમ કરવાથી આપ અલગ ઇમ્પ્રેશન પાડી શકશો.
2 ખુદને જાણો
તમારી ક્ષમતાને જાણો
ઇન્ટરવ્યૂ એ આપની ક્ષમતાઓ - આપ પડકારોનો સામનો કેવી રીતે કરશો, કેવી રીતે આપ બદલાવને અપનાવશો, કેટલી ઝડપથી આપ કામકાજની નવી પદ્ધતિને સ્વીકારી શકશો વગેરે નોકરીદાતાને જણાવવાની એક તક છે. આપની ક્ષમતાઓ અંગે ટૂંકમાં પ્રસંગોના ઉદાહરણ આપીને કહો. દા.ત. કોઈ વિકટ પરિસ્થિતિ માં આપે કેવી રીતે માર્ગ કાઢી અને સંસ્થાને મદદ કરી હતી.
તમારી કારકિર્દીનું લક્ષ્ય
તમારી કારકિર્દીના લક્ષ્ય અંગે સ્પષ્ટ રહો. મોટાભાગે ઇન્ટરવ્યૂ આપનારને, " આપ પાંચ વર્ષમાં પોતાને ક્યાં જુઓ છો?" આ પ્રશ્ન અઘરો લાગે છે. અહીં આ પ્રશ્ન આપને ભવિષ્યમાં ક્યા પદ પર હશો તે જાણવા નથી પૂછ્યો, પણ આ પ્રશ્નનો હેતુ એ જાણવાનો છે કે પાંચ વર્ષમાં આપ શું નવું શીખશો ? કેવી સંસ્થા સાથે કામ કરશો? તમારી આર્થિક અપેક્ષાઓ શું રહેશે? જેવા મુદ્દાઓને સંબોધવાનો છે. તો ઇન્ટરવ્યૂમાં જતા પહેલા આત્મ મંથન કરવું સલાહભર્યું છે.
3 સંભાળ લ્યો
પૂરતી ઊંઘ લ્યો
ઇન્ટરવ્યૂમાં જતા પહેલા પૂરતી ઊંઘ લ્યો જેથી આપ ઇન્ટરવ્યૂમાં તાજગી અનુભવો. પૂરતી ઊંઘ લેવાથી આપણી વિચારશક્તિ અને જવાબ આપવાની શૈલીમાં પણ ચોક્ક્સતા રહે છે.
સારી છાપ મુકો
આપનો દેખાવ, આપના કપડાં, આપનું વર્તન દરેક બાબત નોકરીદાતાને એ નિર્ણય કરવામાં મદદરૂપ થાય છે કે આપ સંસ્થાના પ્રતિનિધિ તરીકે, જે રોલ માટે આપે અરજી કરી છે તેને માટે યોગ્ય છે કે નહિ.