ગુજરાત રાજ્યના NRG મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ હાલમાંજ ગુજરાત પરિભ્રમણ યોજનાની જાહેરાત કરી હતી, જે વિદેશમાં વસતા ગુજરાતી યુવાનોને ગુજરાતના અદ્વિતીય આતિથ્ય સત્કારનો અનુભવ કરાવશે.
SBS Gujarati, સાથે વાત કરતા શ્રી જાડેજાએ જણાવ્યું કે, " ગુજરાત પાસે સંસ્કૃતિ, સ્થાપત્ય, કલા, સંગીત અને સાહિત્ય ક્ષેત્રે ખુબ સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો છે. ગુજરાતી ડાયેસ્પોરા સમુદાય બહોળો છે અને આ સમુદાયના વિદેશમાં વસતા યુવાનો પોતાના આ વારસાને જાણવા - માણવા ઈચ્છે છે. આથી આ યોજના બનાવવામાં આવી છે."
" ગુજરાત પાસે સંસ્કૃતિ, સ્થાપત્ય, કલા, સંગીત અને સાહિત્ય ક્ષેત્રે ખુબ સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો છે. ગુજરાતી ડાયેસ્પોરા સમુદાય બહોળો છે અને આ સમુદાયના વિદેશમાં વસતા યુવાનો પોતાના આ વારસાને જાણવા - માણવા ઈચ્છે છે. આથી આ યોજના બનાવવામાં આવી છે."
આ સાથે તેઓએ ઉમેર્યું હતું કે, અત્યારસુધી વેશમાં વસતા ગુજરાતી યુવાનો માટે પોતાના કુટુંબ કે સગા- સંબંધીના ગામ -શહેર સિવાય અન્ય જગ્યાઓ જોવાની તકો માર્યાદિત હતી. આ માટે કોઈ ખાસ વ્યવસ્થા ન હતી. યુવાનો વિવિધ ક્ષેત્રે વિકાસ કરતા ગુજરાતની મુલાકાત લેવા ઈચ્છે છે. આથી આ જગ્યા પુરવા સરકાર દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે.
આ યોજના અંતર્ગત દર વર્ષે વિવિધ રાજ્યોમાં વસતા ૧૮થી ૨૬ વર્ષના ૨૫ યુવાનોની બેચ ગુજરાતમાં આવશે. આ યોજના હેઠળ દર વખતે જુદી જુદી જગ્યાની મુલાકાત ગોઠવવામાં આવશે.
યુવાનોની બેચ ગુજરાત પ્રવાસ માટે આવે ત્યારબાદની પરિવહન, રહેવા- જમવા, સ્થળ મુલાકાત જેવી સુવિધાઓ રાજ્ય સરકાર પૂરી પાડશે આ યોજનાનો મુખ્ય હેતુ બિનનિવાસી ગુજરાતીઓની યુવા પેઢીને રાજ્ય સાથે જીવંત સંપર્ક પ્રસ્થાપિત કરીને રાજ્ય સાથે જોડવાનો છે. આ ઉપરાંત મહત્ત્વના પ્રોજેક્ટો, ઔદ્યોગિક એકમોની સ્થળ મુલાકાત, વેપારી મંડળો સાથેનો વાર્તાલાપ, વિવિધ વર્કશોપ થકી માર્ગદર્શન પૂરું પડાશે.
"આ યોજના અંગેની વિગતવાર માહિતી ટૂંકમાંજ સરકારશ્રીની વેબસાઈટ પર ઉપલબ્ધ હશે. જો ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતીઓ આ યોજનાનો લાભ લેવામાં પહેલ કરે તો એ પ્રશંસનીય પગલું હશે. ગુજરાત સરકાર વિશ્વના જુદા જુદા દેશોમાં વસતા ગુજરાતી અગ્રણીઓ અને ગુજરાતી સંસ્થાઓના સંપર્કમાં છે અને તેઓ આશાવાન છે કે આ યોજનાને સફળ બનાવવામાં તેમનો પૂરતો સહકાર રહેશે."
ગુજરાત બહાર, વિદેશમાં ઘણા સમયથી વસતા ગુજરાતી પરિવારના યુવાનોને ગુજરાતી ભાષા- બોલી, ગુજરાતી ભોજન- વાનગીઓ, ગુજરાતી રાસ - ગરબા , હેન્ડીક્રાફ્ટ જેવા ગુજરાતના ઓળખસમા પારંપરિક ક્ષેત્રો સાથે જોડવાનો આ એક પ્રયાસ છે.
In the end, Mr Jadeda said,"આ યોજના અંગેની વિગતવાર માહિતી ટૂંકમાંજ સરકારશ્રીની વેબસાઈટ પર ઉપલબ્ધ હશે. જો ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતીઓ આ યોજનાનો લાભ લેવામાં પહેલ કરે તો એ પ્રશંસનીય પગલું હશે. ગુજરાત સરકાર વિશ્વના જુદા જુદા દેશોમાં વસતા ગુજરાતી અગ્રણીઓ અને ગુજરાતી સંસ્થાઓના સંપર્કમાં છે અને તેઓ આશાવાન છે કે આ યોજનાને સફળ બનાવવામાં તેમનો પૂરતો સહકાર રહેશે."
Share

