આવતીકાલથી શરુ થનાર વાઇબ્રન્ટ ગુજરાતની આઠમી સમિટ ચાર દિવસ ચાલશે. દેશ - વિદેશના ઘણા આગેવાનો આ સમિટ માં ભાગ લેશે. વિશ્વના ઘણા દેશોના રાષ્ટ્ર પ્રમુખ,પ્રધાનમંત્રી, મંત્રીઓ આ સમિટમાં ઉપસ્થિત રહેશે જેમાં સર્બિયન પ્રધાનમંત્રી એલેઝાન્ડર વુસિક, કેન્યાના રાષ્ટ્રપ્રમુખ યહુરુ કેન્યાટ્ટા, રવાન્ડાના રાષ્ટ્રપ્રમુખ પૌલ કાગેમ, પોર્ટુગલના પ્રધાનમંત્રી અન્ટોનિઓ કોસ્ટા, ફ્રાન્સના વિદેશમંત્રી જિન -માર્ક આયરાઉલ્ટનો સમાવેશ થાય છે.
આ વર્ષની સમિટમાં 12 દેશો ભાગીદાર છે, જેમાં ઓસ્ટ્રેલિયા, કેનેડા, ડેનમાર્ક , ડેનમાર્ક , જાપાન, નેધરલેન્ડસ, સ્વીડન, પોલેન્ડ, સિંગાપોર, યુ કે, યુ એસ એ અને યુ એ ઈનો સમાવેશ થાય છે.
વર્ષ 2003માં નિવેશકોને આકર્ષવાના ઉદેશ થી શરુ કરવામાં આવેલ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ ગુજરાતની એક મહત્વની ઘટના છે. આ સમિટમાં "ટકાઉ આર્થિક અને સામાજિક વિકાસ" ના મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરાશે.
આ સમિટમાં 30 લાખ કરોડ રૂપિયાથી વધુના એમ ઓ યુ સાઈન થવાની સંભાવના છે. આ વર્ષે સરકારે નિવેશ કરવાની શરતને દૂર કરી છે. અત્યારસુધી 25 લાખ કરોડના રોકાણના વચન સાથે 21,910 એમ ઓ યુ કરાર તૈયાર છે.
આ સમિટમાં ભારતીય ઉદ્યોગના માન્ધાતા મનાતા અદાણી ગ્રુપ, ટોરેન્ટ ગ્રુપ, ઝાયડસ ગ્રુપ, સિન્ટેક્સ લિમિટેડ, નિરમા લિમિટેડ, એમ આર એફ લિમિટેડ, અલ્ટ્રાટેક સિમેન્ટ, રિલાયન્સ ગ્રુપ, જી એચ સી એલ લિમિટેડ અને એન ટી પી સી આ સમિટ દરમિયાન પોતના નિવેશના મહત્વના પ્લાનની જાહેરાત કરશે. બહુરાષ્ટ્રીય કંપનીઓ વોડાફોન, ચીનની પેસિફિક કન્સ્ટ્રક્શન ગ્રુપ અને સિનોમાં ટાઈશાન ફાયબરેગ્લાસ આઈ એન સી એ પણ એમ ઓ યુ માટે ઈચ્છા દર્શાવી છે.
ટીકાકારો વડે વાઇબ્રન્ટ સમિટમાં થતા એમ ઓ યુ વાસ્તવિક રીતે કાર્યરત ન થતા હોવાની ટીકા કરવામાં આવે છે. બીજી બાજુ સરકારનું કહેવું છે કે વર્ષ 2003ની પ્રથમ સમિટમાં થયેલ 51,738 એમ ઓ યુના કારક હેઠળના 65.86% પ્રોજેક્ટ અમલમાં મુકાયા છે અથવા પૂર્ણ થવાના આરે છે. જોકે આ અંગે કોઈપણ ડેટા સાર્વજનિક કરવામાં આવ્યો નથી.
આ વર્ષે ગુજરાત ભારતમાં સૌ પ્રથમ વખત નોબલ ડાયલોગ યોજવા જઈ રહ્યું છે, જેમાં 9 નોબલ પારિતોષક વિજેતાઓ પોતાના અનુભવ અને જ્ઞાનને વહેંચશે.
Share

