ગુજરાતી સંગીત-લોકગીતો આપણા જીવનનો હિસ્સો છે અને આજ સંગીત થી બૉલીવુડ પણ બાકાત નથી. છેલ્લા પંદર -સત્તર વર્ષનું જ સરવૈયું જોઈએ તો આપણને ખ્યાલ આવે એમ છે.
હમ દિલ દે ચુકે સનમ -મ્યૂઝિશિયન ઇસ્માઇલ દરબાર actors સલમાનખાન -ઐશ્વર્યા રાય આ ગીત આજે પણ નવરાત્રી અને લગ્ન જેવા પ્રસંગોએ એ પોપ્યુલર છે.
વન.. ટુ.. થ્રી .. વોટ આ કોમ્યુનિટી ,શાહ પટેલ મેહતા હેવ ઘી બેસ્ટ જુવેલરી બટ હૂ આર વી ......gujju G ગાંઠિયા ,U ઊંધિયું ,J જમવા ,J જામનગર " આમ આપણી ઓળખાણ પણ ગીત દ્વારા અપાઈ છે . ફિલ્મ કલ હો ના હો મ્યૂઝિશિયન -શંકર એહસાન લોય લિરિક્સ -જાવેદ અખ્તર actors શાહરુખ ,સૈફ અલી,પ્રીતિ ઝિન્ટા,સતીશ શાહ.
ફિલ્મ વોટ્સ યોર રાશિ મ્યૂઝિશિયન સોહેલ સેન લિરિક્સ જાવેદ અખ્તર actors : પ્રિંયંકા ચોપરા અને હર્મન બાવેજા.
કવિવર રવીન્દ્રનાથ ટાગોર એ લખેલ આમાર નભવર્ષા પરથી મેઘાણીજી એ translate કરેલ અને ઓસમાન મીરે ગાયેલ આ લોકગીતનો સીધોજ ઉપયોગ થયો છે ફિલ્મ રામલીલામાં ઉપરાંત "ગલિયો કી રાસલીલા -રામલીલા"માં " લીલી લેમડી રે લીલો નાગરવેલ નો છોડ -પરભુ પરોઢ ના રે મારે ઘેર ઉતારા કરતા જાવ ,ઉતારા નહિ કરું રે મારે ઘેર સીતા જુવે વાટ ,સીતા એકલા રે જુએ રામ લખમણ ની વાટ" પણ ગુજરાતી પૃષ્ઠભૂમિ પર બનેલ આ ફિલ્મમાં છે.
ચેતન ભગતની નોવેલ થ્રી મિસ્ટકેસ ઓફ માઇ લાઈફ આધારિત ફિલ્મ "કાયપો છે" નું ગીત ..હે શુભારંભ હો શુભારંભ મંગલ વેળા આવી,સાપનો કી ડહેલી પે દિલ કી બાજી રે શહેનાઇ , હે રંગી પરોઢ આવી, ખુશીઓ રંગ લાવી ,હરખાયે હૈયું હાયે હાયે " ગુજરાતી સાહિત્ય નો વધુ એક દાખલો છે.
ફિલ્મ "ગોરી તેરે પ્યાર મેં" માં ગુજરાતી સાહિત્ય ના જોડકણાં અને લોકગીતો નો સીધોજ ઉપયોગ થયા ના દાખલા પણ મોજુદ છે.આપણે બધાય જોડકણાં ગાતા કે "તાલિ પાડો છોકરા - મામા લાવે ટોપરા - ટોપરા તો ભાવે નહિ મામા મીઠાઈ લાવે નહિ ..... "
ફિલ્મ માં સુખવિન્દર સીંગ અને સનાહએ ગયેલ ગીત " આવો આવો છોકરા -મામા લાવે ઢોકળા -ઢોકળા તો ભાવે નહિ...." અને આગળ જતા ગીત ના શબ્દો "મોટો ઘોટાલો સંસાર મે મોટો ઘોટાલો" ઇમરાનખાન અને કરીના કપૂર પર ફિલ્માવેલ છે.
જય હો ફિલ્મમાં સલમાન ખાન પર પિક્ચરાઇઝ કરેલ પોપ્યુલર ગીત છે
2014 :હસી તો ફંસી ફિલ્મ નું “ રાત્રે નીકળી ટોકરી -ભેળસેળ કરે સોકરી ” એક બીજો પુરાવો છે.મ્યૂઝિશિયન સાજીદ વાજિદ ,લિરિક્સ કૌશર મુનીર actors સિદ્ધાર્થ મલ્હોત્રા - પરિણીતી કોપરા પર પિસિટીરાઈસે થયું છે.
ગુજરાતની જ એક વ્યક્તિની લાઈફ સ્ટોરીની થીમ પર રિલીઝ થયેલ ફિલ્મ રઈસ નું "ઘમ્મર ઘમ્મર મારુ વલોણું ગાજે ....શ્યામ આવી ને મારી મટુકી ફોડે ..." ગુજરાતી ગીત છે મ્યૂઝિશિયન રામ સંપત લિરિક્સ ટ્રેડિશનલ નવાઝુદ્દીન સિદ્દીકી અને બીજા પર પિક્ચરાઇઝ થયું છે
વાચકો ને પણ ઘણા આવા ગીતો યાદ હશે જો આપ એ માહિતી શેર કરશો તો આપણ સમૃદ્ધ ગુજરાતી સાહિત્ય -સંગીત વારસાથી ગર્વ અનુભવાશે.
Article by Amit Mehta