ઓસ્ટ્રેલિયાના વિસાની મુદત પુરી થઇ ગયા બાદ પણ ઓસ્ટ્રેલિયામાં વસતા કે બ્રીજીંગ વિસા ઈ પર વસતા લોકોને મદદ પુરી પાડવા ઓસ્ટ્રેલિયન ઇમિગ્રેશન અને સીમા સુરક્ષા વિભાગ વડે કમ્યુનિટી સ્ટેટ્સ રિઝોલ્યુશન સર્વિસ (CSRS) મફતમાં પુરી પાડવામાં આવે છે.
જયારે કોઈ વ્યક્તિ ઓસ્ટ્રેલિયામાં વિસાની મુદત પુરી થયા બાદ વધુ રોકાણ કરતી હોય કે બ્રીજીંગ વિસા પર હોય અને ઓસ્ટ્રેલિયન ઇમિગ્રેશન અને સીમા સુરક્ષા વિભાગનો સંપર્ક કરે ત્યારે ઓસ્ટ્રેલિયન ઇમિગ્રેશન અને સીમા સુરક્ષા વિભાગ વડે તેમને કમ્યુનિટી સ્ટેટ્સ રિઝોલ્યુશન સર્વિસ (CSRS) માટે મોકલવામાં આવે છે. કમ્યુનિટી સ્ટેટ્સ રિઝોલ્યુશન સર્વિસ (CSRS) વિવિધ ઇમિગ્રેશનને લગતી બાબતોમાં લોકોની જરૂરી મદદ કરે છે. અહીં વ્યક્તિને ઇમિગ્રેશન કે દેશ છોડવાના વિકલ્પો અંગે માહિતી આપવામાં આવે છે, વ્યક્તિને મૂંઝવતા પ્રશ્નોના જવાબ આપવામાં આવે છે અને જરૂર પડે અન્ય સામુદાયિક સંસ્થા સાથે સંપર્ક કરી આપવામાં આવે છે.
સરકાર વડે પુરી પાડવામાં આવતી આ સેવાનો લાભ લેવા લોકોને સહકાર આપવા સૂચના આપવામાં આવી છે. જે - તે કેસ આધારે ઓસ્ટ્રેલિયન ઇમિગ્રેશન અને સીમા સુરક્ષા વિભાગ( DIBP) વિસા મજુર કરે છે કે નકારે છે. અમુક સંજોગોમાં બ્રીજીંગ વિસા ઈ આપવામાં આવે છે. આ વિસાની મદદથી વ્યક્તિ જ્યાં સુધી તેના કેસ અંગે ચુકાદો ન આવે ત્યાં સુધી ઓસ્ટ્રેલિયામાં રહી શકે છે.
કમ્યુનિટી સ્ટેટ્સ રિઝોલ્યુશન સર્વિસ (CSRS) દ્વારા નિયમિત રૂપે સમુદાયમાં ગેરકાનૂની રીતે રહેતા લોકોને પકડવા -તેમના અંગે જાણકારી મેળવવા ગતિવિધિઓનું સંચાલન કરવામાં આવે છે. જયારે કોઈ ગેરકાનૂની કાનૂની રીતે સમુદાયમાં રહેતા પકડાય, તો તે વ્યક્તિની ધરપકડ કરવામાં આવે છે. આવી વ્યક્તિને તાત્કાલિક ઓસ્ટ્રેલિયાથી દેશનિકાલ આપવામાં આવે છે અથવા તેમના પર ત્રણ વર્ષ સુધી ઓસ્ટ્રેલિયામાં ફરી પ્રવેશનો પ્રતિબંધ મુકવામાં આવે છે. આ નિર્ણયો જે-તે કેસની વિગતો પર નિર્ભર કરે છે.
કમ્યુનિટી સ્ટેટ્સ રિઝોલ્યુશન સર્વિસ (CSRS) દરેક ઇમિગ્રેશન ઓફિસમાં ઉપલબ્ધ નથી. પરંતુ કમ્યુનિટી સ્ટેટ્સ રિઝોલ્યુશન સર્વિસ (CSRS) પ્રાદેશિક વિસ્તારમાં જરૂરી સત્રો આયોજિત કરે છે. આપના રાજ્ય - પ્રદેશમાં આ સેવા ક્યાં ઉપલબ્ધ છે તે જાણવા મુલાકાય લ્યો- Community Status Resolution Service office locations.
જો આપ ફોન દ્વારા માહિતી મેળવવા માંગતા હોવ તો નમ્બર છે 1300 853 773. આપ ઇન્ટરપ્રિટર સેવાનો ઉપયોગ કરવા ઇચ્છતા હોવ તો નમ્બર છે 131 450.
આ સેવા અંગેની માહિતી આપની ભાષામાં મેળવવા - Community Status Resolution Service - information in community languages.