જો આપે ફિલ્મ "બાર બાર દેખો" નું કાલા ચશ્મા ગીત જોવાનું ચુકી ગયા હોવ તો આ રહ્યા આ ગીત ના હિન્દી અને ગુજરાતી વર્ઝન
એક્સેલ એન્ટરટેઇન્મેન્ટ અને ધર્મ પ્રોડક્શન ની આ ફિલ્મ માં સિદ્ધાર્થ મલ્હોત્રા અને કેટરીના કેફ ની જોડી છે.
ફિલ્મ પ્રોમોશન માટે અલગ કરવાના પગલે આ ગીત ફિલ્મ ના ટ્રેલર પહેલા જ રજુ કરવામાં આવ્યું છે, જેને ચાહકો નો ખુબ સારો પ્રતિસાદ મળ્યો છે.
26 મી જુલાઈ એ રજુ થયેલ આ ગીત રાતોરાત પ્રખ્યાત થઇ ગયું . અત્યાર સુધી 24 મિલિયન લોકો આ ગીત યુટ્યુબ પર જોઈ ચુક્યા છે અને આ સંખ્યા માં વધારો થઇ રહ્યો છે.
કાલા ચશ્મા ગીત ને કમ્પોઝ અને ક્રિએટ બાદશાહ વડે કરાયું છે, અને અમર અર્શી , બાદશાહ અને નેહા કક્કરે સ્વર આપ્યો છે.
આ ગીત અમર અર્શી ના 1990 માં પ્રખ્યાત થયેલ ગીત "તેનું કાલા ચશ્મા જજતા વે ." નું રીમેક છે. આ ગીત ના કોરિયોગ્રાફર બોસ્કો - સીઝર ની જોડી છે.
આ ફિલ્મ 9 મી સપ્ટેમ્બર ના રિલીઝ થશે.
આ ગીત પહેલેથી જ YouTube પર પ્રખ્યાત બન્યું છે, તો આ ગીત ના ગુજરાતી ચાહક વર્ગ માટે આ ગીત ની ગુજરાતી આવૃત્તિ પણ વાયરલ થઇ છે અને જેને એક મિલિયન થી વધુ લોકો અત્યાર સુધી જોઈ ચકયા છે.