બાળકોને ઘરેથી અભ્યાસ કરાવવા માટેની કેટલીક મદદ, સામગ્રી વિશે માહિતી

વડાપ્રધાનને આશા છે કે તમામ સ્કૂલ જૂન સુધીમાં ફરીથી શરૂ થઇ જાય પરંતુ ઘણા માતા-પિતા તેમના બાળકોની સુરક્ષા માટે તેમને ઘરે જ રાખવા માંગે છે. ઘરેથી જ અભ્યાસ કરાવવાની ઇચ્છા ધરાવતા માતા-પિતા માટે ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે.

Home schooling Working from home and overseeing children while they learn remotely during COVID-19 can be quite challenging for most parents.

Working from home and overseeing children while they learn remotely can be challenging for most parents. Source: GettyImagesImgorthand


હાઇલાઇટ્સ

ક્વિન્સલેન્ડ અને ન્યૂ સાઉથ વેલ્સ યર 12 ના વિદ્યાર્થીઓને પ્રાથમિકતા આપી 11મી મેથી સ્કૂલ ફરીથી ખોલી રહ્યા છે.

વિક્ટોરીયામાં વિદ્યાર્થીઓનું જો માતા-પિતા ધ્યાન રાખી શકે તો તેઓ ઘરેથી જ અભ્યાસ કરી શકે છે.

માઇગ્રન્ટ્સ સમુદાયના વિદ્યાર્થીઓને ઘરેથી અભ્યાસ કરવામાં ઘણા પડકારોનો સામનો કરવો પડે છે.


 

બ્રિસબેન શહેરમાં રહેતા અને બે બાળકોના માતા મોના પેરેઝને ચીનના વુહાન શહેરથી કોરોનાવાઇરસ ફેલાયો ત્યારથી ખૂબ જ ચિંતા થઇ રહી છે.

તેમની 10 વર્ષીય દિકરી અને છ વર્ષીય દિકરાના સ્વાસ્થ્યની ચિંતાના કારણે તેમણે બંનેને સત્ર પૂરું થાય તેના ત્રણ અઠવાડિયા અગાઉ જ સ્કૂલે મોકલવાના બંધ કરી દીધા હતા. તે સમયે ક્વિન્સલેન્ડમાં મોટાભાગના વિદ્યાર્થીઓ સ્કૂલમાં હાજરી આપતા હતા.

જ્યારે મોટાભાગના વિદ્યાર્થીઓ સ્કૂલમાં જતા હતા ત્યારે બાળકોને ઘરેથી જ અભ્યાસ કરાવવાનો પ્રારંભ ખૂબ જ ખરાબ રહ્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે, મને ખબર નહોતી કે શું કરવું જોઇએ, પરંતુ મારે કંઇક કરવું હતું. મેં ઇન્ટરનેટ પર વીડિયો, અન્ય સંસાધનો, એક્ટિવીટી શીટ્સ જેવા સ્ત્રોત શોધવાની શરૂઆત કરી.
Home schooling
Source: GettyImagesmartinedoucet
TutorYourOwnChild.com ના એજ્યુકેશન કન્સલ્ટન્ટ તમારા કીડે તેમના બે બાળકોને 14 વર્ષ સુધી ઘરે જ અભ્યાસ કરાવ્યો છે. તેઓ જણાવે છે કે માતા-પિતાએ એ સમજવું જોઇએ કે કોરોનાવાઇરસના કારણે સ્કૂલ્સ અને શિક્ષકો ઘરેથી જ અભ્યાસ કરવાને મહત્વ આપે છે અને તે વાસ્તવિક ‘ઘરેથી અભ્યાસ’ કરવાની પ્રક્રિયા કરતા અલગ છે. જેમાં બાળકનો સ્કૂલ સાથે કોઇ સંબંધ રહેતો નથી.

કીડ જણાવે છે કે ઘરેથી અભ્યાસ કરતી વખતે માતા-પિતા બાળકોના ટ્યૂટર બનીને સહયોગ આપે છે.

ભૂતપૂર્વ પ્રાથમિક શિક્ષક, કીડ જણાવે છે કે ઘરેથી અભ્યાસ કરતા બાળકોએ સ્કૂલની જેમ સવારના 9થી બપોરના 3 વાગ્યા સુધી જ અભ્યાસ કરવો જરૂરી નથી. સ્કૂલમાં પણ ઘણા બ્રેક તથા એક્ટિવીટી માટે સમય મળતો હોય છે. તે જણાવે છે કે સ્કૂલના સામાન્ય દિવસોમાં પણ બાળકો માત્ર બે કે ત્રણ કલાક જ અભ્યાસ કરતા હોય છે.

કીડ જણાવે છે કે નાના બાળકોને તેમના સ્કૂલનું કાર્ય સવારના સમયમાં જ કરાવવું જોઇએ જ્યારે ટીનએજ બાળકોના શરીરમાં કેટલાક બાયોલોજીકલ ફેરફારો થતા હોવાથી તેમને ત્યાર બાદ ઉઠાડો.
Home schooling
Source: GettyImagesKlaus Vedfelt
નોટ ફોર પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન Cool Australia ના ફાઉન્ડર એડવેન્ચરર, ફોટોગ્રાફર અને લેખક જેસન કિમ્બર્લી છે.

તે પેરેઝ જેવા વાલીઓને ઓસ્ટ્રેલિયાની 90 ટકા સ્કૂલ્સના શિક્ષકો દ્વારા ઉપયોગમાં લેવાતા શિક્ષણના સ્ત્રોત ઉપલબ્ધ કરાવે છે.

કોરોનાવાઇરસની મહામારી બાદ સંસ્થા ખૂબ જ વ્યસ્ત થઇ ગઇ છે. ઓસ્ટ્રેલિયા અને વિદેશથી માતા-પિતા તેમના બાળકોને ઘરેથી જ અભ્યાસ કરાવી રહ્યા હોવાથી તેઓ તેમના ઓનલાઇન સ્ત્રોત અને સંસાધનોને વધુ સરળ બનાવી રહ્યા છે.

કિમ્બર્લી જણાવે છે કે તેમની સંસ્થા દ્વારા ઉપલબ્ધ કરાવાતી એક્ટિવીટીની મદદથી વ્યક્તિગત અને સામાજિક સ્કીલ્સ નીખરે છે. આ ઉપરાંત, ઓસ્ટ્રેલિયાના અભ્યાસક્રમમાં હોય તેવા મહત્વના ગણિત, અંગ્રેજી જેવા વિષયો માટે પણ સામગ્રી પૂરી પાડે છે.
આત્મવિશ્વાસ, સ્વ-શિસ્ત, અને નિર્ણયશક્તિ કેવી રીતે વધારી શકાય
વર્તમાન સમયમાં પરિવારજનો એકબીજાની વધુ નજીક આવ્યા હોવાથી આ અનુભવનો લાભ લઇ કિમ્બર્લી માતા-પિતાને હકારાત્મક વલણ અપનાવવાની સલાહ આપે છે.

તેઓ કહે છે કે માતા-પિતાએ ઘરેથી અભ્યાસ કરવા માટે શિક્ષણ માટેનું યોગ્ય વાતાવરણ ઉપલબ્ધ કરાવવું જરૂરી છે. આ ઉપરાંત, બાળકોને સ્કૂલ યુનિફોર્મ પહેરવા પણ પ્રોત્સાહિત કરવા જોઇએ.
તેના કારણે તેમના મગજમાં કંઇક શીખવાની કે અભ્યાસ કરવાની એક છાપ ઉભી થાય છે.
વિક્ટોરીયામાં Southern Migrant and Refugee Centre ના હેડ રમેશ કુમાર જણાવે છે કે તેમની સંસ્થા જે વિદ્યાર્થીઓને સહયોગ આપે છે તેઓ અલગ વાસ્તવિકતાનો અનુભવ કરતા હોય છે.

તેમના મોટાભાગના સભ્યો ઓસ્ટ્રેલિયા એક ચોક્કસ ધ્યેય સાથે આવ્યા હોવા છતાં પણ કોરોનાવાઇરસના કારણે નોકરી છૂટી જવી, સામાજિક એકલતાપણું, ઘરેથી જ અભ્યાસ કરવા જેવી સ્થિતી તેમના પર વધારાનો બોજ આપી રહી છે.
જો ચાર બાળકો હોય તો સ્કૂલ જેવું વાતાવરણ ઉપલબ્ધ કરાવી શકાતું નથી, આ ઉપરાંત, ઘરમાં જગ્યાનો અભાવ તથા યોગ્ય સાધન સામગ્રી પણ સેટ કરવી મુશ્કેલ બની જાય છે.
માતા-પિતા યોગ્ય અંગ્રેજી જાણતા ન હોય તથા ઓસ્ટ્રેલિયન એજ્યુકેશન સિસ્ટમનું યોગ્ય જ્ઞાન ન ધરાવતા હોય તેવા સંજોગોમાં હાઇસ્કૂલના વિદ્યાર્થીઓએ તેમના નાના ભાઇ-બહેનોને મદદ કરવી પડતી હોવાથી કુમાર ચિંતિત છે.

સંસ્થાએ ઘરેથી અભ્યાસ કરતા બાળકોને યોગ્ય સાધન-સામગ્રી મળી રહે તે માટે South East Community Links સાથે તથા સ્થાનિક સ્કૂલ્સ સાથે ભાગીદારી કરી છે.  

કુમાર જણાવે છે કે માઇગ્રન્ટ્સ અથવા રેફ્યુજી સમાજમાંથી આવતા કેટલાક વિદ્યાર્થીઓને તેમના ઓસ્ટ્રેલિયાના સહપાઠીઓ જેટલી સુવિધા પ્રાપ્ત થતી નથી.
કેટલીક વખત અમુક સમુદાયમાં છોકરીઓને ઘણા પડકારનો સામનો કરવો પડે છે. તેમની માતા તેમને ઘરના કામ કરાવતી હોવાથી તેઓ તેમનો સંપૂર્ણ સમય અભ્યાસમાં ફાળવી શકતી નથી.
આ ઉપરાંત, શિક્ષકો દ્વારા પ્રાપ્ત થતા સહયોગનો અભાવ અને તેમના માતા-પિતાને સેન્ટરલિન્ક તથા ઓનલાઇન બેન્કિંગ અને ખરીદી જેવા કાર્યોમાં મદદ કરવાથી પણ બાળકો યોગ્ય અભ્યાસ કરી શકતા નથી.
Online learning
Source: GettyImagessvetkid
કોરોનાવાઇરસની મહામારી બાદ સધર્ન એન્ડ માઇગ્રન્ટ રેફ્યુજી સેન્ટર હોમવર્ક સપોર્ટ પ્રોગ્રામ ઉપલબ્ધ કરાવી રહ્યું છે જેના કારણે વિદ્યાર્થીઓ વધુ સારો અભ્યાસ કરી શકે છે.

દ્વીભાષી ટ્યૂટર્સ પણ તેમના વિદ્યાર્થીઓ જેવો જ અનુભવ કરી રહ્યા છે.

હોમવર્ક સપોર્ટ પ્રોગ્રામ પ્રથમ સત્રની સમાપ્તિ બાદ ઓનલાઇન માધ્યમથી શરૂ થયો હોવાથી ટ્યૂટર વોલ્ટર વાલેસ ઝૂમ એપ્લિકેશન દ્વારા અભ્યાસ કરાવી રહ્યા છે.

ગણિતના નિવૃત્ત શિક્ષક માટે પણ આ એક નવો અનુભવ છે પરંતુ શરણાર્થી તથા રેફ્યુજી પરિવારના વિદ્યાર્થીઓની ધગશે તેમને આમ કરવા પ્રોત્સાહિત કર્યા છે.
વિદ્યાર્થીઓની જ્ઞાન ગ્રહણ કરવાની ભૂખ અને અભ્યાસ દ્વારા જ્ઞાનમાં વધારો કરવાની ઇચ્છાએ મને પ્રોત્સાહિત કર્યો છે.
ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચમાં વર્ષ 2010 અને 2011 માં આવેલા ભૂકંપ બાદ ત્યાંના શિક્ષણ નિષ્ણાતોએ કરેલા અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે ઘરેથી શિક્ષણ મેળવનારા વિદ્યાર્થીઓ વધુ સારું પ્રદર્શન કરી શકે છે. અને, આ જ બાબત મોના પેરેઝે તેમના બાળકોમાં પણ નોંધી હતી.
સ્કૂલમાં ગણિતમાં સંઘર્ષ કરતી મારી દિકરીમાં ઘરેથી અભ્યાસ કર્યા બાદ આ વિષયમાં ઘણો સુધારો જોવા મળી રહ્યો છે.
Home schooling
Source: Getty Images
ન્યૂ સાઉથ વેલ્સમાં વિદ્યાર્થીઓ 11મી મેથી અઠવાડિયાના એક દિવસ સ્કૂલમાં હાજરી આપશે. યર 12ના વિદ્યાર્થીઓ ફૂલ-ટાઇમ સ્કૂલીંગ શરૂ કરી શકશે.

વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં જે માતા-પિતા તેમના બાળકોને સ્કૂલમાં મોકલવા માંગે છે તેમના માટે સ્કૂલ શરૂ થશે.

વિક્ટોરીયાની તમામ સ્કૂલ સત્ર 2 દરમિયાન વિદ્યાર્થીઓને તેમને અનૂકુળ અભ્યાસ કરવાની સુવિધા આપશે. જે વિદ્યાર્થીઓ ઘરેથી જ અભ્યાસ કરી શકશે તેમને તેમ કરવા માટે પ્રોત્સાહિત કરાશે.

તાસ્માનિયાએ પણ વિદ્યાર્થીઓને જો શક્ય હોય તો ઘરેથી જ અભ્યાસ કરવા માટે જણાવ્યું છે. માતા-પિતાની દેખરેખ હેઠળ શિક્ષણ ન મેળવી શકનારા ઉત્તર, ઉત્તર – પશ્ચિમ અને દક્ષિણ ક્ષેત્રના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ શરૂ કરાશે.

ચેપની માત્રા ઓછી થઇ ત્યારથી જ સાઉથ ઓસ્ટ્રેલિયામાં વિદ્યાર્થીઓને સ્કૂલમાં હાજરી આપવા પ્રોત્સાહિત કરાય છે.

નોધર્ન ટેરીટરીના બધા જ વિદ્યાર્થીઓ સ્કૂલમાં આવી અભ્યાસ કરે તેવી આશા છે.

ક્વિન્સલેન્ડમાં યર 1, યર 11 અને 12 ના વિદ્યાર્થીઓ માટે સોમવાર 11મી મેથી સ્કૂલ શરૂ થશે, યર 2થી 10 ના વિદ્યાર્થીઓ જો ઘરેથી માતા-પિતાની દેખરેખ હેઠળ અભ્યાસ કરી શકે તો તેમને ઘરેથી જ અભ્યાસ કરવા માટે જણાવાશે.

ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીમાં સ્કૂલ્સ સત્ર 2 દરમિયાન ઘરેથી જ અભ્યાસ કરવા જણાવી રહી છે. વિસ્તારની 9 સ્કૂલ્સ જીવન જરૂરિયાતના ક્ષેત્રમાં કાર્ય કરતા માતા-પિતાઓના બાળકોને સ્કૂલમાં જ યોગ્ય દેખરેખ હેઠળ શિક્ષણ આપી રહી છે.

ઘરેથી જ અભ્યાસ કરવા માટેની ઉપલબ્ધ સામગ્રી માટે નીચેની વેબસાઇટની મુલાકાત લો.

ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરી

ન્યૂ સાઉથ વેલ્સ

નોધર્ન ટેરીટરી

ક્વિન્સલેન્ડ

સાઉથ ઓસ્ટ્રેલિયા

તાસ્મિનિયા

વિક્ટોરીયા

વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા


Share

Published

By Amy Chien-Yu Wang
Presented by SBS Gujarati
Source: SBS

Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service
બાળકોને ઘરેથી અભ્યાસ કરાવવા માટેની કેટલીક મદદ, સામગ્રી વિશે માહિતી | SBS Gujarati