ભારત અત્યારે કોરોનાવાઇરસની મહામારીના બીજા તબક્કામાંથી પસાર થઇ રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોમાં ભારતમાં ઓક્સીજનના પુરવઠાની તથા હોસ્પિટલમાં બેડની અછત સર્જાઇ છે.
બીજી તરફ દરરોજ કોરોનાવાઇરસના કેસ રેકોર્ડ ગતિથી વધી રહ્યા છે.
મહામારીના આ સમયમાં જો ઓસ્ટ્રેલિયાના લોકો ભારતની મદદ કરવા માંગતા હોય તો તેમના માટે મદદ પહોંચાડવાના ઘણા રસ્તા છે.
UNICEF Australia
આપદા સમયે રક્ષણ મળી રહે તે માટે કાર્ય કરતી સંસ્થા UNICEF Australia ના જણાવ્યા પ્રમાણે તેમને મળનારું દાન ઓક્સીજન પૂરું પાડવાના કાર્યમાં વપરાશે. આ ઉપરાંત કોરોનાવાઇરસના ટેસ્ટીંગ મશીન અને રસીના વિતરણમાં મદદ પૂરી પાડવામાં આવશે.
Care Australia
Care Australia સંસ્થા કામચલાઉ ધોરણે હોસ્પિટલ, મેડિકલ સ્ટાફ, ઓક્સીજન, દવાઓ તથા PPE કીટની વ્યવસ્થા કરી રહી છે. Care Australia ના જણાવ્યા પ્રમાણે તેમની 100 બેડની હોસ્પિટલ બિહારમાં શરૂ પણ થઇ ગઇ છે. પરંતુ હજી પણ ઓક્સીજન, દવાઓ તથા રસી વિતરણમાં સહયોગની જરૂરિયાત છે.
Oxfam
Oxfam આરોગ્ય કર્મચારીઓ માટે સાધન સામગ્રી તથા કીટની વ્યવસ્થા કરે છે. સંસ્થાના જણાવ્યા પ્રમાણે તેઓ દેશના ગરીબ વર્ગના લોકોને રોકડ નાણા તથા માઇગ્રન્ટ કર્મચારીઓને ખાદ્યસામગ્રી ઉપલબ્ધ કરાવવા માટે કાર્ય કરી રહ્યા છે.
ભારત સહિત અન્ય દેશોમાં કાર્ય કરતી આ સંસ્થાને મદદ કરવા માટે https://secure.oxfam.org.au/donate/coronavirus ની મુલાકાત લો.
Human Appeal Australia
ઇન્ટરનેશનલ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઇઝેશન Human Appeal Australia (HUA) ગરીબી અને સામાજિક અન્યાય સામે કાર્ય કરે છે.
હાલમાં સંસ્થા ભારતમાં કોરોનાવાઇરસ સામેની લડતમાં કીટ, ખાદ્યસામગ્રી, ઓક્સીજન પૂરું પાડીને પોતાનો સહયોગ આપી રહી છે. HUA ના જણાવ્યા પ્રમાણે દાનના નાણા ઓક્સીજન પ્લાન્ટ શરૂ કરવા માટે ખર્ચ થશે.
દાન કરવા અંગે વધુ માહિતી https://www.humanappeal.org.au/campaign/an-urgent-call-to-help-our-brothers-sisters-in-india/
World Vision
World Vision સંસ્થા હોસ્પિટલ્સમાં બેડ, ઓક્સીજન મશીન તથા દવાઓના વિતરણ માટે કાર્ય કરી રહી છે. સંસ્થા હોસ્પિટલમાં બેડ માટે 2.5 મિલિયન ડોલરની ફાળવણી કરશે. આ ઉપરાંત, 93 હોસ્પિટલ્સમાં ઓક્સીજન પૂરું પાડવામાં પણ સહયોગ આપશે.
Crowdfunding
GoFundMe Australia એ દાન એંકઠું કરતી સંસ્થાઓની એક યાદી જાહેર કરી છે. જેના દ્વારા ઓસ્ટ્રેલિયાના લોકો પોતાની મદદ પહોંચાડી શકે છે.