જાણો, ઓસ્ટ્રેલિયામાં માઇગ્રેશન એજન્ટ કેવી રીતે કાર્ય કરે છે

ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થવા માટે લોકો માઇગ્રેશન એજન્ટની મદદ લે છે. પરંતુ, કેટલાક રજીસ્ટર્ડ માઇગ્રેશન એજન્ટના મત પ્રમાણે, તમામ એજન્ટ વિશ્વસનીય હોતા નથી.

Couple with migration agent

Source: Getty Images/Weekend Imaes


હાઇલાઇટ્સ

  • માઇગ્રેશન એજન્ટ્સ રજીસ્ટ્રેશન ઓથોરિટી દ્વારા નક્કી કરવામાં આવેલી આચાર સંહિતાનું માઇગ્રેશન એજન્ટ પાલન કરે છે.
  • જો તમને છેતરામણીનો અનુભવ થાય તો તમે ડીપાર્ટમેન્ટ ઓફ હોમ અફેર્સના બોર્ડર વોચ ઓનલાઇન રીપોર્ટમાં ફરીયાદ કરી શકો છો.
  • વિદેશમાં સ્થાયી હોય તથા રજીસ્ટ્રેશન ન ધરાવતા હોય તેવા એજન્ટ્સ ઓસ્ટ્રેલિયન અધિકારક્ષેત્ર હેઠળ આવતા નથી.

મોટાભાગે ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થવાની પ્રક્રિયા ઘણી લાંબી અને જટિલ બની રહે છે. ભૂતપૂર્વ કોંગોલિસ રેફ્યુજી અને વર્તમાન માઇગ્રેશન એજન્ટ બ્લેઇસ ટાબેલોના જણાવ્યા પ્રમાણે, જે વ્યક્તિ પાસે અંગ્રેજીની ભાષાનું યોગ્ય જ્ઞાન છે તે પોતાની જાતે જ વિસા અરજી કરવા સક્ષમ છે. પરંતુ, રજીસ્ટર્ડ માઇગ્રેશન એજન્ટની મદદ લેવાથી કાયદાકિય જરૂરીયાતો પૂરી કરી શકાય છે.
કેટલીક વખત તમને ખબર હોતી નથી કે તમારે કઇ પ્રક્રિયા કરવાની છે, તે સમયે અસમંજસ અનુભવાય છે.
રેફ્યુજી એડવાઇઝ એન્ડ કેસ સર્વિસ અથવા RACS નાણાકિય સમસ્યાનો સામનો કરતા શરણાર્થીઓને મફતમાં સલાહ, સહાયતા તથા પ્રતિનિધીત્વની સુવિધા આપે છે.

પ્રિન્સીપલ સોલિસીટર અને સેન્ટર મેનેજર સારાહ ડે જણાવે છે કે, જો અરજીકર્તાના વિસાની અરજી ફગાવી દેવામાં આવે ત્યારે અંતિમ નિર્ણય પર પહોંચ્યા અગાઉ તે વ્યક્તિ ઘણી બધી બાબતોનો સહારો લઇ શકે છે.

તે માને છે કે એટલે જ શરણ લેવા માંગતા લોકોએ જટિલ કાયદાકિય બાબતો માટે કાયદાના જાણકાર દ્વારા પોતાનું પ્રતિનિધીત્વ કરવું જોઇએ.

ડેલ જણાવે છે કે, જો ડીપાર્ટમેન્ટ ઓફ હોમ અફેર્સ શરણ લેવા માંગતી વ્યક્તિ કે જે બોટ મારફતે ઓસ્ટ્રેલિયા આવી છે તેમને રેફ્યુજી તરીકે ગેરમાન્ય ઠેરવી વિસા મેળવવા માટે લાયક ન ગણે તો સામાન્ય રીતે તેમની અપીલ ઇમિગ્રેશન એસેસમેન્ટ ઓથોરિટી (IAA) ને મળે છે.

અથવા, નિર્ણય અંગે એડમિનિસ્ટ્રેટીવ અપીલ્સ ટ્રીબ્યુનલ (AAT) માં અપીલ કરી શકાય છે.
જો બંને સંસ્થાઓ ડીપાર્ટમેન્ટના નિર્ણય સાથે સહેમત થાય તો, તમારી પાસે ન્યાયિક સમીક્ષાનો જ એકમાત્ર વિકલ્પ બચે છે. અને, અપીલના નિર્ણય માટે ત્રણ સ્તરની કોર્ટમાંથી પસાર થવું પડે છે.
Migration agent at work
Source: Getty Images/Artem Peretiatko
31મી ડિસેમ્બર 2019 પ્રમાણે, ઓસ્ટ્રેલિયામાં 7249 રજીસ્ટર્ડ માઇગ્રેશન એજન્ટ્સ કાર્યરત છે. જેમાંથી 30 ટકા કાયદાકિય વ્યવસાયિકો છે.

આ રજીસ્ટર્ડ માઇગ્રેશન એજન્ટ્સ ડીપાર્ટમેન્ટ ઓફ હોમ અફેર્સ દ્વારા સંચાલિત OMARA અથવા ઓફિસ ઓફ માઇગ્રેશન એજન્ટ્સ રજીસ્ટ્રેશન ઓથોરિટી અંતર્ગત નિયંત્રિત હોય છે.

તાજેતરમાં માઇગ્રેશન બિલમાં આવેલા સુધારા મુજબ, કાયદાકિય વ્યવસાયિકોએ હવે ઇમિગ્રેશન વિશેની બાબતો માટે માઇગ્રેશન એજન્ટ તરીકેના રજીસ્ટ્રેશનની જરૂરિયાત નથી.

રજીસ્ટ્રેશન ન હોય તેવા એજન્ટ્સ જો વિસા કે માઇગ્રેશન વિશે સલાહ આપે તો તે ગેરકાયદેસર છે.

રજીસ્ટર્ડ માઇગ્રેશન એજન્ટ જોઆના નોનાટો જણાવે છે કે વિદેશમાં કાર્યરત તથા સ્વયંભૂ એજન્ટ્સ OMARA ના અધિકારક્ષેત્ર હેઠળ આવતા નથી.
ઓસ્ટ્રેલિયામાં પણ એવા કેટલાય એજન્ટ્સ છે પરંતુ વિદેશમાં ઘણા બધા લોકો આ રીતે કાર્યરત છે.
વિદેશની નર્સોના એક સમૂહ કે જેમણે વિદેશમાં સ્થાયી સંસ્થાનો માઇગ્રેશન માટે સંપર્ક કર્યો હતો. તેમના વિશે નોનાટો વાત કરતા કહે છે કે, એજન્ટે તેમને ત્રણ વર્ષની બેચલર ડિગ્રી કરવાની સલાહ આપી હતી. જેનો વાર્ષિક ખર્ચ 35,000 ડોલર હતો.

ખરેખર, ઓસ્ટ્રેલિયન રજીસ્ટ્રેશન મેળવવા માટે નર્સે ત્રણ મહિનાનો બ્રિઝીંગ કોર્સ કરવાની જ જરૂર હોય છે.

આ ઉપરાંત, તેઓ જો યોગ્ય પોઇન્ટ્સ મેળવી શકે તો ઓસ્ટ્રેલિયન પર્મેનન્ટ રેસીડેન્સી માટે પણ અરજી કરી શકે છે.
તે ખોટું નહોતું, પરંતુ તેમની સંસ્થાએ માત્ર વેપાર કરવા માટે જ આ પ્રકારની સલાહ આપી હતી.
નોનાટો ઓસ્ટ્રેલિયામાં નોકરીનો વાયદો કરનારા ગેરકાયદેસર એજન્ટ્સથી પણ સાવચેત રહેવાની સલાહ આપે છે.

તે જણાવે છે કે જે-તે વર્ક વિસા મેળવવા માટે અરજીકર્તાનો વ્યવસાય સ્કીલ લિસ્ટમાં હોવો જરૂરી છે.
તેઓ તમારા માટે વિઝીટર વિસાની અરજી કરે છે, તેમાં તમે નોકરી કરી શકતા નથી અને આ પ્રકારે તમારી છેતરામણી થાય છે.
ડેલ જણાવે છે કે રજીસ્ટર્ડ એજન્ટ્સની ફી અને તેમની સર્વિસની માહિતી મેળવવી હિતાવહ છે.

તે ઉમેરે છે કે કેટલીક વખત છેતરપીંડી કરનારા લોકો સફળતાપૂર્વક વિસા મેળવી આપવાનો વાયદો કરે છે પરંતુ, આ અધિકાર ફક્ત ઇમિગ્રેશન મિનિસ્ટર પાસે જ છે.
The New South Wales Premier has set an ambitious goal of allowing interstate and international family reunions by Christmas.
Source: Getty Images/michaeljung
ટાબેલોના જણાવ્યા પ્રમાણે, બિન-અધિકૃત એજન્ટ્સ ઓછી અથવા વધુ ફી લેતા હોય છે.

રજીસ્ટર્ડ એજન્ટ્સ વિશે ખાતરી કરવા માટે OMARA ની વેબસાઇટ પર તપાસ કરી શકાય છે. રજીસ્ટર્ડ માઇગ્રેશન એજન્ટ્સ ઓસ્ટ્રેલિયાની આચાર સંહિતા હેઠળ આવે છે.

તે જણાવે છે કે, રજીસ્ટર્ડ માઇગ્રેશન એજન્ટ્સે તેમના ગ્રાહકોની સૂચના લેખિતમાં સ્વીકારવા માટે કરાર પર સહી કરવી આવશ્યક છે.
નકલી માઇગ્રેશન એજન્ટ્સ આ પ્રકારની સહેમતી દર્શાવશે નહીં, કારણ કે તેઓ કાયદેસર રીતે કોઇ સંસ્થા સાથે જોડાયેલા નથી. ગ્રાહક સાથે હંમેશાં કરાર કરવો જરૂરી હોય છે.
નોનાટો જણાવે છે કે, OMARA ની આચાર સંહિતા પ્રમાણે એજન્ટ્સે વાર્ષિક પ્રોફેશનલ ડેવલપમેન્ટ ટ્રેનિંગમાં ભાગ લેવો જરૂરી હોય છે.

આ ઉપરાંત, રજીસ્ટર્ડ માઇગ્રેશન એજન્ટ્સ ગ્રાહકના એકાઉન્ટમાં ફીની વિગતો નોંધે છે કે કેમ તે માટે તેમના બેન્ક અકાઉન્ટ્સ પર પણ નજર રાખવામાં આવે છે.

RACS માં ડેલે શરણ લેવા માંગતા ઘણા લોકોની બિનઅધિકૃત માઇગ્રેશન એજન્ટ્સના શિકાર બનવા વિશેની કહાની સાંભળી છે.
શરણ લેવા માંગતા લોકોએ એજન્ટની ફી ચૂકવવા માટે બચત કરી હોય છે અને, એજન્ટ વધુ ફી માટે માંગ કરે છે. જ્યાં સુધી તેઓ આ ફી ન ભરે ત્યાં સુધી એજન્ટ તેમના દસ્તાવેજો તેમને આપતા નથી.
ડેલ જણાવે છે કે, જો તમને એમ લાગે કે રજીસ્ટર્ડ માઇગ્રેશન એજન્ટે તમને યોગ્ય સર્વિસ પૂરી પાડી નથી અથવા તમારી સાથે છેતરામણી કરી છે તો તમે OMARA માં ફરિયાદ કરી શકો છો.

લિગલ સર્વિસ કમિશ્નર સાથે પણ ફરિયાદ નોંધાવી શકાય છે.
Asylum seekers on Manus Island
Source: AAP Image/Eoin Blackwell
OMARA દ્વારા તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા વાર્ષિક રીપોર્ટ પ્રમાણે, છેતરામણીનો ભોગ બનેલા ગ્રાહકો પાસે યોગ્ય પૂરાવાનો અભાવ તથા OMARA ના અધિકાર ક્ષેત્રમાં ન આવવાના કારણે માઇગ્રેશન એજન્ટ્સ સામે કરવામાં આવેલી 70 ટકા ફરિયાદોને ફગાવી દેવામાં આવી હતી.

નોનાટો જણાવે છે કે, OMARA પાસે વિદેશમાં કાર્યરત ગેરકાયદેસર એજન્ટ્સનો અધિકાર નથી.
તેમની પર કેવા પગલાં લેવાય છે તે જે-તે દેશની ન્યાયિક વ્યવસ્થા પર નિર્ભર છે, ઓસ્ટ્રેલિયા પર તેનું નિયંત્રણ નથી.
શરૂઆતમાં સલાહ લેવાની ફી 100થી 300 ડોલર સુધી હોય છે અને તે પણ જુનિયર રજીસ્ટર્ડ માઇગ્રેશન એજન્ટ અથવા ઇમિગ્રેશન લોયરની સર્વિસ પ્રમાણે અલગ અલગ હોઇ શકે છે.

વિસાની ફી પણ જે-તે વિસા પ્રમાણે અલગ અલગ હોય છે.

નોનાટોના જણાવ્યા પ્રમાણે, પર્મેનન્ટ રેસીડેન્સી મેળવવા માટેના વિસાની પ્રક્રિયા લાંબી હોવાથી તેની ફી 3000થી 5000 ડોલર સુધી હોઇ શકે છે.
એજ્યુકેશન એજન્ટ્સ સ્ટુડન્ટ વિસા માટે સલાહ ન આપી શકતા હોવાથી તેઓ ફી લઇ શકતા નથી પરંતુ તેઓ ટ્યૂશન ફીના આધારે કેટલાક પ્રમાણમાં નાણાકિય ભાગ મેળવે છે.
ટાબેલો જણાવે છે કે, કોરોનાવાઇરસના કારણે વિસા મેળવવાની પ્રક્રિયાના સમયમાં ઘણો વધારો થયો છે. ટેક્નોલોજીનો વધુ યોગ્ય રીતે ઉપયોગ કરી ઓનલાઇન સંવાદ કરવા અક્ષમ લોકો તણાવનો સામનો કરે છે.
આ ઉપરાંત, તેઓ ટેમ્પરરી વિસા હેઠળ હોવાથી તેમને અન્ય સુવિધાઓ પણ ઉપલબ્ધ થતી નથી. તેઓ પરત પણ જઇ શકતા નથી.
નોનાટો સલાહ આપે છે કે, જો તમે પોતાની જાતે જ વિસાની અરજી કરી રહ્યા હોય તો પણ રજીસ્ટર્ડ માઇગ્રેશન એજન્ટ્સની સલાહ લેવી હિતાવહ છે કારણ કે માઇગ્રેશનના નિયમો બદલાતા રહે છે અને કોરોનાવાઇરસની મહામારીના સમયમાં પ્રક્રિયા ઘણી જટિલ બની છે.
સૌ પ્રથમ સલાહ લો અને તમે યોગ્ય પ્રક્રિયા જ કરી રહ્યા છો તેની ખાતરી કરો.
ડિસ્ક્લેમર – અહેવાલમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય સંજોગો આધારિત છે અને તેને કોઇ ખાસ સંજોગો સાથે સંબંધ નથી. જો તમને તમારા વિસાની પરિસ્થિતી વિશે પ્રશ્ન હોય તો તમે શક્ય હોય એટલું ત્વરીત કાયદાકિય સલાહ લો તે જરૂરી છે.
Australian citizenship ceremony
Source: Credit: AAP Image/Dan Peled
તમે માઇગ્રન્ટ્સની માઇગ્રેશનની સફર અને તેમના પરિવાર વિશે SBS ની ચાર ભાગમાં પ્રસારિત દસ્તાવેજી શ્રેણી “Who Gets to Stay in Australia?”  બુધવારે 8.30 કલાકે નિહાળી શકો છો.

જો તમને એમ લાગે કે તમે છેતરામણીનો ભોગ બન્યા છો, તો તમે બોર્ડર વોચ ઓનલાઇન રીપોર્ટ પર ફરિયાદ કરી શકો છો.

ઓસ્ટ્રેલિયામાં લોકોએ એકબીજાથી ઓછામાં ઓછું 1.5 મીટરનું અંતર જાળવવું જોઇએ સમૂહમાં ભેગા થવા વિશે તમારા રાજ્યોની સરકારે નક્કી કરેલા પ્રતિબંધો તપાસો.


જો તમને એમ લાગે કે તમને શરદી અને તાવના લક્ષણો છે તો, ઘરે રહોડોક્ટરને ફોન કરોઅથવા નેશનલ કોરોનાવાઇરસ હેલ્થ ઇન્ફર્મેશન હોટલાઇનનો 180002080 પર સંપર્ક કરો.

સમાચાર અને માહિતી www.sbs.com.au/coronavirus પર 63 ભાષામાં ઉપલબ્ધ છે.


Share

Published

By Amy Chien-Yu Wang
Presented by SBS Gujarati
Source: SBS

Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service