ભારતનો આઝાદી દિન ૧૫ ઓગસ્ટ અને મધરાતે કેમ?

ઇન્ડિયન નેશનલ કોંગ્રેસે લાહોરમાં યોજાયેલ અધિવેશનમાં ૨૬ જાન્યુઆરી ૧૯૨૯માં "પૂર્ણ સ્વરાજ" એટલે કે તે દિવસથી જ સ્વાતંત્ર્યનો સંકલ્પ સેવ્યો હતો. તે વખતે એવું નક્કી પણ થયું હતું કે ભારત જયારે ખરેખર આઝાદ થશે ત્યારે ૨૬ જાન્યુઆરીની તારીખ સ્વાતંત્ર્ય દિન તરીકે રાખીશું. તો પછી ૧૫ ઓગસ્ટ ભારતનો સ્વતંત્રતા દિવસ કેવી રીતે બન્યો?

Lord and Lady Mountbatten are seen with Mahatma Gandhi at Viceregal lodge in New Delhi, India, March 31, 1947.

Lord and Lady Mountbatten are seen with Mahatma Gandhi at Viceregal lodge in New Delhi, India, March 31, 1947. (AP Photo) Source: AP

બીજું વિશ્વ યુદ્ધ ૧૯૪૫માં સમાપ્ત થયું જેમાં બ્રિટનને આર્થિક રીતે જંગી ફટકો પહોંચેલો.  વિશ્વ યુદ્ધ પછી બ્રિટનમાં યોજાયેલી ચૂંટણીમાં લેબર પાર્ટીનો વિજય થયો હતો. ચૂંટાઈ અગાઉ લેબર પાર્ટીએ ઢંઢેરા (મેનીફેસ્ટો)માં જણાવ્યું હતું કે  "તેઓ  સત્તા પર આવશે તો વારાફરતી જે દેશો કે કોલોની પર હુકુમત કરે છે તે ત્યજી દેશે."

લેબર પાર્ટીએ ભારત અને પાકિસ્તાનના ભાગલાની ફોર્મ્યુલા સાથે લોર્ડ વાવેલને ભારત મોકલ્યા. તેમણે પ્રસ્તાવ જ એ રીતે મુક્યો કે દેશમાં હિંસા ભડકી ઉઠી.  લોર્ડ વાવેલની નિષ્ફળતા પારખી જતા તેમને પરત બોલાવીને લેબર પાર્ટીએ લોર્ડ માઉન્ટબેટનને ભારત મોકલ્યા.

૩૦ જૂન, ૧૯૪૮ સુધીમાં ભારત અને પાકિસ્તાનનું બે દેશોમાં વિભાજન કરી બ્રિટનના શાસનમાંથી મુક્ત  કરવાનું ભગીરથ કામ આ ડેડલાઈન સાથે તેમને સોંપાયું હતું. 

લોર્ડ માઉન્ટબેટન પણ વકરેલી કોમી હિંસાને કાબુમાં નહોતા લાવી શક્ય।.  હવે ૩૦ જૂન, ૧૯૪૮ સુધી તો રાહ જોવાય તેમ નહોતી.  એટલે તેમણે ભાગલાની પ્રક્રિયા-ફોર્મ્યુલા ઝડપથી આટોપવા ભારત અને પાકિસ્તાનના નેતાઓને  દબાણ કર્યું તો બીજી તરફ જુલાઈ ૧૯૪૭માં  બ્રિટિશ પાર્લિયામેન્ટે ઇન્ડિયન ઇનડિપેન્ડન્સ એક્ટ પસાર કર્યો.

હવે ભારતનો આઝાદી દિન કયો રાખવો તે ઔપચારિકતા જ  બાકી હતી.  ભારતના નેતાઓએ ૧૯૨૯ લાહોર અધિવેશ માં લેવાયેલ ૨૬ જાન્યુઆરીનો સંકલ્પ યાદ કરીને ૨૬ જાન્યુઆરી ૧૯૪૮ને  સ્વાતંત્ર્ય દિવસ બનવવાની ઈચ્છા વ્યક્ત કરી પણ હિંસા અને તણાવ જોતા બ્રિટનની સંસદના ઠરાવ પછી છ મહિનાની રાહ જોવી બ્રિટિશ સરકારને યોગ્ય ના લાગી.
બ્રિટન પોતે ઇચ્છતું હતું કે ભારતની આઝાદી દિવસની તારીખ ભારત નક્કી કરે અને તેની સાથે કોઈ યાદ જોડે
બ્રિટન પોતે ઇચ્છતું હતું કે ભારતની આઝાદી દિવસની તારીખ ભારત નક્કી કરે અને તેની સાથે કોઈ યાદ જોડે. ત્યારે જ લોર્ડ મોઉન્ટબેટનને યાદ આવ્યું કે બીજા વિશ્વ યુદ્ધમાં તેઓ ચીફ ઓફ ધ ઇસ્ટર્ન એલાઇડ કમાન્ડ તરીકે બ્રિટિશ સૈન્યમાં હતા ત્યારે બ્રિટન માટે સીમાચિહ્નરૂપ સફળતા મેળવતા તેમની રાહબરી હેઠળ જ જાપાનને  બ્રિટનના શરણે થવા મજબુર કર્યું હતું. આ સાથે,  બ્રિટનના વિજય સાથે  વિશ્વ યુદ્ધનો પણ અંત આવ્યો હતો.  અને તે દિવસ હતો ૧૫ ઓગસ્ટ ૧૯૪૫.

બસ, તેની યાદને અમર કરવા લોર્ડ મોઉન્ટબેટનના સૂચનને સ્વીકારીને બ્રિટનની સરકારે ભારતનો આઝાદી દિન ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ નક્કી કરી નાખ્યો.
જ્યોતિષીઓએ કુંડળી મૂકીને કહ્યું હતું ૧૫ ઓગસ્ટની તારીખ સ્વાતંત્ર્ય દિવસ માટે શુભ નથી.
હજી તો જાહેરાત થઇ ત્યાંજ ભારતના જાણીતા જ્યોતિષીઓએ કુંડળી મૂકીને ધમાલ મચાવી કે ૧૫ ઓગસ્ટની તારીખ સ્વાતંત્ર્ય દિવસ માટે શુભ નથી. 

બ્રિટન ૧૫ ઓગસ્ટ માટે મક્કમ હતું.  વચલો રસ્તો એવો નીકળ્યો કે અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે ૧૪ ઓગસ્ટ મધરાત પછી ૧૫મી તારીખ થઇ જાય જયારે હિન્દૂ કેલેન્ડર પ્રમાણે સૂર્યોદય પછી તારીખ બદલાતી હોય છે તેથી મધરાતમાં ભારતીય ઘ્વજ લહેરાયો  .....  ફ્રીડમ એટ મિડનાઇટનું આ છે રહસ્ય...!

...અને પેલી પૂર્ણ સ્વરાજના સંકલ્પની તારીખ  ૨૬ જાન્યુઆરી ...?  વેલ , આગળ જતા આ તારીખને પણ સીમાચિહ્ન સ્મૃતિ તરીકે જાળવવા પ્રજાસત્તાક દિનની  ઉજવણી  ૨૬ જાન્યુઆરી નક્કી કરાઈ.

જય હિંદ


Share

Published

Updated

By Bhaven Kachhi

Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service
ભારતનો આઝાદી દિન ૧૫ ઓગસ્ટ અને મધરાતે કેમ? | SBS Gujarati