ઓસ્ટ્રેલિયાના કયા શહેરોમાં તમે હોળી-ધૂળેટીની મજા માણી શકશો

ઓસ્ટ્રેલિયાના વિવિધ શહેરોમાં સામૂહિક હોળી-ધૂળેટીની ઉજવણીનું આયોજન થઇ રહ્યું છે. સિડની, મેલ્બર્ન, પર્થ, ડાર્વિન, ટુવમ્બામાં યોજાનારા કાર્યક્રમો વિશે માહિતી.

Holi in Australia

Holi is celebrated on the full moon day and marks the beginning of the spring season Source: AAP, EPA / AAP Image/EPA/SANJEEV GUPTA

ઓસ્ટ્રેલિયાના વિવિધ શહેરોમાં સામુદાયિક સંસ્થાઓ દ્વારા હોળી - ધૂળેટીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કેટલાક શહેરમાં ધૂળેટીના તહેવારની ઉજવણી કરવામાં આવી છે તો બીજી તરફ કેટલાક શહેરોમાં આગામી અઠવાડિયે તેની ઉજવણી થશે.

દેશના મોટા શહેરોમાં હોળી - ધૂળેટીની સામુહિક ઉજવણી પર એક નજર...

સિડની

તારીખ: 12 માર્ચ 2023, રવિવાર
સમય: સવારે 11થી સાંજે 5 વાગ્યા સુધી
સ્થળ: પ્રિન્સ આલ્ફ્રેડ સ્ક્વેર, પેરામેટા


તારીખ: 5 માર્ચ 2023, રવિવાર

સિડનીના કાસલ હિલ શોગ્રાઉન્ડ ખાતે સામુદાયિક હોળી - ધૂળેટીની ઉજવણી કરવામાં આવી હતી. ધ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા - ઓસ્ટ્રેલિયા દ્વારા હાર્મની ડે - હોલી ફેસ્ટિવલ ઓફ કલર્સ 2023નું આયોજન થયું હતું. જેમાં હજારો લોકોએ ભાગ લઇને સાર્વજનિક રીતે ધૂળેટીની ઉજવણી કરી હતી.
MicrosoftTeams-image.png
ન્યૂ સાઉથ વેલ્સના બહુસાંસ્કૃતિક બાબતોના મંત્રી માર્ક કોરે હોળીની શુભકામના પાઠવી હતી. તેમણે પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે, હિન્દુ તથા ભારતીય સમુદાયના લોકો મોટી સંખ્યામાં તહેવારની ઉજવણી કરે છે અને અન્ય સંસ્કૃતિના લોકો પણ તેમાં જોડાય છે. અને તેના દ્વારા વિવિધ સંસ્કૃતિમાં સદ્ભાવની ભાવના ઉત્પન્ન થાય છે.

બીજી તરફ, ન્યૂ સાઉથ વેલ્સના વિરોધ પક્ષના નેતા ક્રિસ મિન્સે પણ ભારતીયમૂળના લોકોને હોળીના તહેવારની શુભેચ્છા પાઠવી હતી. તેમણે રંગોના તહેવારની શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે, હોળી તમામ સમુદાયના લોકોમાં શાંતિ, ઉંમગ અને ઉત્સાહનું વાતાવરણ ઉત્પન્ન કરે તેવી આશા છે.
Holi and Easter Optional Holidays in Pakistan
Holiday for Holi and Easter in Pakistan
મેલ્બર્ન

શ્રી દુર્ગા ટેમ્પલ

તારીખ: 12 માર્ચ 2023, રવિવાર
સમય: સવારે 11થી સાંજે 5 વાગ્યા સુધી
હોલીકા દહન સાંજે 5 વાગ્યે
સ્થળ: 705-715 Neale Rd, Deanside 3336


શ્રી શિવા વિષ્ણુ ટેમ્પલ

તારીખ: 11 માર્ચ 2023, રવિવાર
સમય: સવારે 10.30થી 4.30 વાગ્યા સુધી
હોલીકા દહન બપોરે 12 વાગ્યે
સ્થળ: 52 Boundary Road, Carrum Downs, VIC 3201
Members of the Indian community celebrate Holi in Toowoomba, Queensland.
Members of the Indian community celebrate Holi in Toowoomba, Queensland. Source: Supplied / Supplied by: Yaju Mahida

ટુવમ્બા, ક્વીન્સલેન્ડ

તારીખ: 18 માર્ચ 2023, શનિવાર
સમય: સવારે 10.30થી સાંજે 1 વાગ્યા સુધી
સ્થળ: Lake Annand Park, Long St, Toowoomba

પર્થ

પર્થમાં વિવિધ સમુદાય દ્વારા સામુહિક હોળી-ધૂળેટીનું આયોજન કરવામાં આવ્યું છે.

ઇન્ડિયન સોસાયટી ઓફ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા દ્વારા 9મી માર્ચ 2023ના રોજ વેલિંગ્ટન સ્ક્વેર ખાતે સામુહિક હોળીનું આયોજન કરવામાં આવ્યું છે.

ઉત્તર પ્રદેશ અવધ મંચ દ્વારા 26મી ફેબ્રુઆરીએ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં લોકગીત સંધ્યાનું યોજવામાં આવી હતી. પરંપરાગત લોકગીતો દ્વારા ઉપસ્થિત લોકોએ કાર્યક્રમને માણ્યો હતો.

આ ઉપરાંત, હિન્દી સમાજ ઓફ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા દ્વારા શનિવારે 4 માર્ચના રોજ હાસ્ય કવિતા, ડાન્સ, ડીજે તથા ઠંડાઇ સાથે લોકોએ હોળીની ઉજવણી કરી હતી.

ડાર્વિન

ડાર્વિન ખાતે સામુદાયિક હોળી-ધૂળેટીનું 4થી માર્ચ 2023ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. બપોરે 2થી સાંજે 7.30 વાગ્યા સુધી યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો.

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share

Published

Updated

By Vatsal Patel
Source: SBS

Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service