સામાન્ય રીતે "સુપર" તરીકે ઓળખાતા વ્યક્તિગત સુપરએન્યુએશન ફંડ એ વ્યક્તિએ આખી જિંદગી કામ - રોજગાર કરીને ભેગી કરેલ જમા પુંજી છે.
ઓસ્ટ્રેલિયામાં વૃધ્ધોને સહાયતા રૂપે પેંશન આપવામાં આવે છે, આમ છતાંય થોડી બચત સુપરએન્યુએશનમાં કરી વ્યક્તિ ભવિષ્યમાં આરામદાયક જીવન ગુજારી શકે છે.
શિક્ષકો અને સમુદાયના કાર્યકરો માટેના NGS Super ના કાર્યકારી મુખ્ય અધિકારી લૌરા રાઇટનું કહેવું છે કે,"જયારે લોકો સેવાનિવૃત્ત થાય છે ત્યારે તેઓ પોતાના સુપરએન્યુએશન ખાતામાંથી લમસમ - સાપ્તાહિક - પાક્ષિક રીતે પૈસા ઉપાડી શકે છે, જે તેમના પેંશન સમાન છે. મોટાભાગના લોકોના કિસ્સાઓમાં તેઓ સરકારી પેંશન પણ મેળવતા હોય છે. કેટલાક લોકો પૂર્ણ પેંશન લે છે, જયારે કેટલાક આંશિક પેંશન લે છે."

Source: Getty Images
વ્યક્તિના નોકરીદાતાએ સુપરની ચુકવણી કરવી
વર્તમાન જોગવાઈઓ પ્રમાણે, વ્યક્તિના નોકરીદાતાએ વ્યક્તિના પગારના 9.5% જેટલી રકમ વ્યક્તિના સુપર ફંડ એકાઉન્ટમાં જમા કરવી. આ રકમ વર્ષ 2025 સુધી 12% થવી જોઈએ
નોકરીદાતા માટે સુપરની ચુકવણી કરવી ફરજીયાત છે. અપવાદ છે કે વ્યક્તિની માસિક આવક $450 થી ઓછી હોય.
વ્યક્તિ પણ યોગદાન આપી શકે
જો વ્યક્તિને પોસાય તો, નોકરીદાતા દ્વારા ચુકવવામાં આવતી રકમ સાથે પોતે (make contributions yourself ) પણ થોડી રકમ સુપર ખાતામાં જમા કરે તે સલાહભર્યું છે.
શ્રી રાઈટ જણાવે છે કે, " પ્રતિ સપ્તાહ, આપ કહી શકો કે - 'હું એક કપ કોફી ઓછી પીશ અને $3.50 મારા સુપરએન્યુએશનમાં જમા કરીશ.' અને આપ આપની ઉંમરના 20ના દાયકામાં શરૂઆત કરો અને આપ આમ પ્રતિ સપ્તાહ કરો જ્યાં સુધી આપ નિવૃત્ત થાવ. ધારોકે આપની નિવૃત્તિની ઉંમર 60 વર્ષ છે, તો તે $3.50 પ્રતિ સપ્તાહની બચત આપની બચતમાં $25,000 ઉમેરે છે."
આમતો પૈસાની બચત કરવાના અન્ય વિકલ્પો પણ છે જેમકે બેંકમાં બચત કરવી કે શેર ખરીદવા, પણ ટેક્ષમાં લાભ માટે સરકાર સુપરમાં બચત કરવા માટે પ્રોત્સાહન આપે છે.
સુપર ફંડની પસંદગી કરવી
ઓસ્ટ્રેલિયામાં સુપરનું યોગદાન ખાનગી વીમા કમ્પનીઓને અને સુપરએન્યુએશન ભંડોળને આપવામાં આવે છે. અન્ય દેશોની માફક તેને સરકાર દ્વારા ચલાવવામાં નથી આવતું. ઓસ્ટ્રેલિયામાં 200થી વધુ આવા ભંડોળ છે જેની પસંદગી વ્યક્તિ કરી શકે છે.
સુપર ફંડમાં જોડાવા માટે વ્યક્તિએ ઓસ્ટ્રેલિયાના નાગરિક હોવું જરૂરી નથી. આ માટેની પ્રાથમિક જરુરીઆત છે - વ્યક્તિએ નોકરી કરવી અને પ્રતિ માસ $450 થી વધુ પગાર હોવો.
મોટાભાગના કર્મચારીઓ પોતાની પસંદનું સુપર ફંડ રાખી શકે છે.
એકવખત સુપર ફંડ પસંદ કર્યા બાદ વ્યક્તિ પોતાના ખાતાની માહિતી સમયાંતરે મેળવી શકે છે.
વ્યક્તિનું યોગદાન, અન્ય સભ્યોના યોગદાન સાથે પ્રોફેશન્સ દ્વારા વિવિધ ક્ષેત્રે રોકવામાં આવે છે. આ રોકાણથી થતી વાર્ષિક આવક પણ બધા સાથે વહેંચવામાં આવે છે.

Investment return Source: Getty Images
એક જ સુપર ફંડ ખાતું કરવું
વ્યક્તિનું એક જ સુપર ફંડમાં ખાતું હોય તે સલાહભર્યું છે, જેથી વધારાની વાર્ષિક ફી થી બચી શકાય. જો વ્યક્તિના વિવિધ સુપરફંડ સાથે ખાતા હોય અને તેઓ તેને જોડી એક જ કરવા ઈચ્છે તો તે કરી શકે છે. વ્યક્તિએ સુપર ફંડની વેબસાઈટ કે ગ્રાહકસુરક્ષા અધિકારીનો સમ્પર્ક કરવો. આ પ્રક્રિયા સામાન્ય રીતે ખુબ સરળ છે.
જો વ્યક્તિને પોતાનું સુપર ફંડ કઈ કમ્પની સાથે છે તે ન ખબર હોય કે તે અંગે જાણવું હોય તો ઓસ્ટેલિયન ટેક્ષ ઓફિસ અને myGov ખાતા પરથી માહિતી મેળવી શકે છે .
સુપરને એક્સેસ કરવું
જો વ્યક્તિ 30 જૂન 1964 બાદ જન્મી હોય અને નિવૃત્ત હોય તો તો તેઓ 60 અને 64 વર્ષે સુપરને એક્સેસ કરી શકે છે. અન્યથા વ્યક્તિ 65 વર્ષે એક્સેસ કરી શકે છે.
વ્યક્તિ પોતાની જરૂરત મુજબ લમસમ - સાપ્તાહિક - પાક્ષિક ધોરણે પૈસા ઉપાડી શકે છે. અમુક વિશેષ પરિસ્થિતિઓમાં સુપરના ભંડોળને વહેલું એક્સેસ કરી શકાય છે.