લીન્ક્ડીન વડે નવી ઓનલાઇન સેવા ચાલુ કરવામાં આવી છે જે પ્રોફેશનલ્સને તેમના સંભવિત પગાર અંગે મદદ કરશે .
આ સેવા અંતર્ગત પ્રોફેશનલ્સને તેમના કામ, કાર્યસ્થળ, તેમના કાર્યક્ષેત્ર, તેમની શૈક્ષણિક લાયકાત અને અનુભવ જેવા પાસાને આધારે કેટલો પગાર મળી શકે તે જાણી શકાશે.
લીન્ક્ડીનના સભ્યોએ અનામી રીતે દાખલ કરેલ બેઝિક પગાર અને અન્ય ભથ્થાની વિગતો પરથી પગારની સંભાવના જણાવશે.
લીન્ક્ડીન સેવાના પદાધિકારીઓનું માનવું છે કે આ સેવા નવા નોકરી ઈચ્છુકો અને નોકરીમાં પ્રમોશન કે બદલાવ ઇચ્છતા લોકો માટે મદદરૂપ થશે.
કેટલો પગાર મળવો જોઈએ તેની સંભાવના સાથે માહિતી આપવાની સેવા અત્યારે ફ્રી છે. આ સેવા અન્ય રોજગારની વેબસાઈટ પર ઉપલ્ભધ કરાવતી સામાન્ય પગારલક્ષી માહિતી આપવા કરતા વધુ સ્પષ્ટ અને વ્યક્તિગત આધારે માહિતી આપશે .
લીન્ક્ડીનના પ્રવક્તાનું કહેવું છે કે અન્ય રોજગારલક્ષી સેવા પુરી પાડતી અન્ય વેબસાઈટસ દ્વારા આપતી માહિતી કરતા લીન્ક્ડીન વડે ઉપલબ્ધ કરાતી માહિતી લેબર રિપોર્ટ, નોકરીકર્તા અને નોકરીદાતા પાસેથી મેળવેલ માહિતીના તાર્કિક વિશ્લેષણથી તૈયાર કરાયેલ છે.
"લીન્ક્ડીન સેલેરી " સેવા યુનાઇટેટ સ્ટેટ્સ , કેનેડા અને યુનાઇટેડ કિંગ્ડમ થી શરુ કરવામાં આવી છે. ટૂંક સમયમાં આ સેવા અન્ય દેશોમાં ઉપલબ્ધ થશે. 1 મિલિયન પ્રોફેશનલ્સના ડેટા સાથે શરુ કરાયેલ આ સેવામાં શક્ય છે કે પ્રાથમિક તબક્કે તમામ પ્રોફેશન્સનો સમાવેશ ન કરી શકાયો હોય પણ, આ સેવાને વધુ અસરકારક બનાવવા માટે લીન્ક્ડીન સતત પ્રયત્નશીલ છે.
લીન્ક્ડીન વડે થોડા સમય પહેલાં જ વ્યક્તિની નોકરી કે વ્યક્તિના કારકિર્દી ટ્રેક રેકોર્ડ પરથી પ્રોફેશનલ સ્કિલમાં બહેતરી માટે જરૂરી ટ્રેનિંગ અંગે સલાહ આપવામાં આપતી સેવા પણ ચાલુ કરાઈ હતી.
લીન્ક્ડીન વડે તેના સભ્યો વડે દાખલ કરવામાં આવતી પગાર આધારિત તમામ માહિતી ગુપ્ત રાખશે. ભવિષ્યમાં સભ્યોની વ્યક્તિગત વિગતો ગુપ્ત રાખી, તેમણે દાખલ નોકરી કે પગારલક્ષી માહિતી આધારે નોકરીદાતાને જરૂરી સુધારા કરવા ડેટા આપી શકાય તેવી સંભાવના છે, જેથી જોબ માર્કેટમાં સંતુલન સાધી શકાશે.
હાલમાંજ માઈક્રોસોફ્ટ કંપની વડે લીન્ક્ડીનને $26 બિલિયન ડોલરમાં હસ્તગત કરવામાં આવી. માઈક્રોસોફ્ટના સોફ્ટવેર પ્રમોશન માટે પણ આ નવી સેવા લાભદાયી નિવળી શકે તે આશાથી આ સેવા ચાલુ કરાઈ છે.
Share

