વિક્ટોરીયા, ન્યૂ સાઉથ વેલ્સ, ક્વીન્સલેન્ડ, તાસ્મેનિયા, સાઉથ ઓસ્ટ્રેલિયા તથા નોધર્ન ટેરીટરી અને ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીમાં મતદાનની પ્રક્રિયા સમાપ્ત થઇ ગઇ છે.
વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના મતદારો હજી પણ મત આપી રહ્યા છે. મતદાનની પ્રક્રિયા આગામી એક કલાકની અંદર સમાપ્ત થશે.
ઓસ્ટ્રેલિયાના પૂર્વીય રાજ્યોમાં મતદાનનો સમય પૂર્ણ થયાના 30 મિનિટની અંદર ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીની બીન સીટ પર નોરફોલ્ક આઇલેન્ડના સૌથી વધુ મત સ્વતંત્ર ઉમેદવાર જેમી ક્રિસ્ટીને મળ્યા હતા.
ઓસ્ટ્રેલિયન ચૂંટણીના કાયદામાં સુધારા પ્રમાણે, ચૂંટણી અગાઉ આપવામાં આવેલા મતની સાંજે 4 વાગ્યાથી ગણતરી શરૂ કરવાનું નક્કી કર્યું હતું.
જેમાં કેટલાક વિસ્તારમાં ચૂંટણી અગાઉ આપવામાં આવેલા પોસ્ટલ વોટની સંખ્યા 10,000થી વધુ છે, જેથી મતકેન્દ્ર પર આપવામાં આવેલા મતની ગણતરી થોડી મોડી શરૂ થઇ શકે છે.

Source: SBS News
ઓસ્ટ્રેલિયન ઇલેક્ટોરલ કમિશનના જણાવ્યા પ્રમાણે, મતકેન્દ્ર પર આપવામાં આવેલા મતની શનિવારે ગણતરી કરવામાં આવશે. જેમાં ચૂંટણી અગાઉ આપવામાં આવેલા વોટનો પણ સમાવેશ થાય છે.
ચૂંટણીનું પરિણામ ક્યારે જાહેર થશે
ઓસ્ટ્રેલિયામાં આગામી 3 વર્ષ માટે કઇ પાર્ટી સત્તામાં આવશે તે અંગે મોટાભાગે શનિવારે જાહેરાત થઇ શકે છે પરંતુ, અમુક સંજોગોમાં મતગણતરી સમાપ્ત ન થાય તો આગામી દિવસોમાં પણ મતગણતરીની પ્રક્રિયા યથાવત રહી શકે છે.
આ અંગે ઓસ્ટ્રેલિયન ઇલેક્ટોરલ કમિશનના પ્રવક્તાએ વેબસાઇટ પર અપલોડ કરેલા વીડિયોમાં જણાવ્યું હતું કે, મતગણતરી પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવશે પરંતુ, શનિવારે જ પરિણામની જાહેરાત કરવામાં આવશે નહીં.
સરકાર રચવા કેટલી સીટ પર વિજય મેળવવો જરૂરી

These are the seats that could decide the Australian federal election Source: SBS News
ઓસ્ટ્રેલિયામાં હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટીવ્સની કુલ 151 સીટ છે. અને સરકાર રચવા માટે ઓછામાં ઓછી 76 સીટ પર વિજય મેળવવો જરૂરી છે.
જો કોઇ પણ પક્ષ કે ગઠબંધનને સંપૂર્ણ બહુમતી ન મળે તો ત્રીશંકુ સંસદનું નિર્માણ થઇ શકે છે.
કેન્દ્રીય ચૂંટણીમાં સૌથી વધુ રસાકસી ધરાવતી સીટની યાદી
ઓસ્ટ્રેલિયાની કેન્દ્રીય ચૂંટણીમાં સૌથી વધુ રસાકસી ધરાવતી 14 સીટ છે. જેની પર તમામની નજર રહેશે.
વિશેષજ્ઞોના માનવા પ્રમાણે, આ સીટ દેશની સરકાર રચવામાં નિર્ણાયક ભાગ ભજવી શકે છે.
સૌથી ઓછા અંતરથી વિજય મેળવનારી પાર્ટીની યાદી
- પેરામેટા, ન્યૂ સાઉથ વેલ્સ, લેબર 3.5 ટકા અંતર
- હંટર, ન્યૂ સાઉથ વેલ્સ - લેબર 3 ટકા
- ગીલ્મોર, ન્યૂ સાઉથ વેલ્સ - લેબર 2.3 ટકા
- ચીસોલ્મ, વિક્ટોરીયા, લિબરલ 0.5 ટકા
- કોરાનગામીટ, વિક્ટોરીયા, - લેબર 1.1 ટકા
- બાસ, તાસ્મેનિયા - લિબરલ 0.4 ટકા
- બ્રેડન, તાસ્મેનિયા - લિબરલ 3.1 ટકા
- લાયન્સ, તાસ્મેનિયા - લેબર 5.1 ટકા
- બૂથબી, સાઉથ ઓસ્ટ્રેલિયા - લિબરલ 1.4 ટકા
- લિગીંયારી, નોથર્ન ટેરીટરી - લેબર 5.5 ટકા
- સોલોમોન, નોધર્ન ટેરીટરી - લેબર 3.1 ટકા
- ફ્લેન, ક્વિન્સલેન્ડ - લિબરલ નેશનલ પાર્ટી 8.7 ટકા
- બ્રિસબેન, ક્વીન્સેલન્ડ - લિબરલ નેશનલ પાર્ટી, 4.9 ટકા
- ગ્રીફીથ, ક્વીન્સલેન્ડ - લેબર 2.9 ટકા