ઓસ્ટ્રેલિયામાં રોજગાર શરુ કરતા પહેલા ટેક્ષ ફાઈલ નંબર (TFN) ની જરૂર પડે છે. દરેક વ્યક્તિ માટે આ નંબર અલગ હોય છે - જેની મદદથી વ્યક્તિની આવક, સુપરએન્યુએશન અને ટેક્ષેશનને જોડી શકાય છે. ઓસ્ટ્રેલિયન ટેક્ષેશન કમિશન દ્વારા આ નંબરની ફાળવણી કરવામાં આવે છે.
ટેક્ષ ફાઈલ નંબર (TFN) વ્યક્તિની ઓળખ માટે મહત્વનો છે આથી તેને માવજતથી રાખવો, આ નંબર કોઈની સાથે ન વહેંચવો જોઈએ.
ટેક્ષ ઇન્સ્ટિટ્યૂટના સ્ટેફની કાર્ડસ જણાવે છે કે, વ્યક્તિને ટેક્ષ ફાઈલ નંબર (TFN) મળી જાય ત્યારબાદ વ્યક્તિએ આ નંબર પોતાની આખી જિંદગી સાંચવી રાખવો. વ્યક્તિ જેટલી પણ જગ્યાએ કામ કરતી હોય તેઓએ પોતાના રોજગારદાતાને આ નંબર આપવો જેથી તેઓ આ નંબર પર જરૂરી કર ચૂકવી શકે.

Source: AAP Image/Moodboard
ટેક્ષ ફાઈલ નંબર કેવી રીતે મેળવવો
જો વ્યક્તિ વિદેશી પાસપોર્ટ ધારક હોય, કાયમી નિવાસી હોય અથવા હંગામી વિસા પર ઓસ્ટ્રેલિયામાં હોય તો તેઓ ઓનલાઇન-( you can apply online) અરજી કઈ શકે છે. ઓસ્ટ્રેલિયાની પ્રમુખ એકાઉન્ટિંગ અને ટેક્ષેશન સંસ્થા BDOના મેનેજર ગુનાર કેબીશ જણાવે છે કે, " આવું કરવું ખુબ સરળ છે. ટેક્ષેશન ઓફિસ આપે આપેલ વિગતો ઈમિગ્રશન ઓફિસ સાથે ક્રોસ ચેક કરશે."
જો આપ ઓસ્ટ્રેલિયાના નાગરિક (If you’re an Australian resident or citizen) હોવ તો, આપ ઓસ્ટ્રેલિયન પોસ્ટના કેન્દ્રો પર, સેન્ટરલિંક પર કે પોસ્ટ દ્વારા ટેક્ષ ફાઈલ નંબર (TFN) માટે અરજ કરી શકો છો. આ માટે જરૂરી ફોર્મ ભરી તેની સાથે માંગવામાં આવેલ દસ્તાવેજો અને ઓળખપત્રો જોડવાના રહેશે.
એક વખત અરજી કર્યાના 28 દિવસમાં ટેક્ષ ફાઈલ નંબર (TFN) આપવામાં આવે છે. આ માટે કોઈ ફી ચુકવવાની નથી

Source: AAP Image/Moodboard
જો ટેક્ષ ફાઈલ નંબર (TFN) ન હોય તો?
જો વ્યક્તિ પાસે ટેક્ષ ફાઈલ નંબર (TFN) ન હોય તો, તેણે જરૂર કરતા વધુ ટેક્ષ ચૂકવવો પડે છે. જો વ્યક્તિ પોતાના રોજગારદાતાને ટેક્ષ ફાઈલ નંબર (TFN) ન આપે તો તે કાયદાકીય રીતે ચુકવણી પરના ટેક્ષને રોકી રાખશે.
આથી જ વ્યક્તિને સલાહ આપવામાં આવે છે કે ટેક્ષ ફાઈલ નંબર (TFN) મેળવે
સુસંગત રહો
વ્યક્તિએ પોતાના નામ સાથે સુસંગત રહેવું જોઈએ, અરજીમાં જે રીતે નામ લખેલ હોય તે પ્રમાણે જ ઉપયોગમાં લેવું- એટલેકે સ્પેલિંગમાં બદલાવ ન હોવો જોઈએ, મિડલ નેમ ક્યારેક લખવું અને ક્યારેક ન લખવું તેમ ન કરવું જોઈએ
વધુ વિગતો માટે ઓસ્ટ્રેલિયન ટેક્ષેશન ઓફિસની વેબસાઇટ(Australian Taxation Office’s website)ની મુલાકાત લઇ શકાય.