કેરર એટલે કે સંભાળ રાખનારનું કામ ખૂબ જ મહત્વનું છે પરંતુ તે શારીરિક તથા માનસિક રીતે પડકારજનક છે.
કેવી રીતે શરૂઆત કરી શકાય
કેરર કોઇ પણ એટલે કે તે માતા, પિતા, બાળક અથવા તો દાદા - દાદી પણ હોઇ શકે છે. કારણ કે તે કામ ખૂબ જ પડકારજનક અને તેમાં કેટલીક ટ્રેનિંગની જરૂર છે.
" જો તમારે વિકલાંગ વ્યક્તિના કેરર બનવું હોય તો તમારે એ માટે કેટલીક જરૂરી માહિતી મેળવવી આવશ્યક છે. આ ઉપરાંત તેમણે કેવી રીતે વિકલાંગ વ્યક્તિની સંભાળ રાખી શકાય તે અને તેની સંભાળ રાખતી વખતે પડનારી મુશ્કેલીઓ અંગે યોગ્ય માહિતી મેળવવી પડે છે."તેમ કાન્હ લે, કે જેઓ ન્યૂ સાઉથ વેલ્સ એથનિક કમ્યુનિટી સર્વિસ કો-ઓપરેટીવમાં કેરર તરીકે કાર્યરત છે તેમણે જણાવ્યું હતું.
જો તમે કેરર બનીને પોતાની કારકિર્દી આગળ વધારવા માગતો હોય તો તમે ટાફે કોલેજ દ્વારા ચાલતા વિકલાંગ વ્યક્તિઓને લગતી સેવાના કોર્સમાં અભ્યાસ કરી શકો છો.
"જો કોઇ કારકિર્દી ઘડવા માટે યોગ્ય દિશાની શોધમાં હોય તો તેણે સર્ટીફીકેટ ડિસેબિલીટી સેવાના 3 અથવા 4ના કોર્સ લેવો જોઇએ અને ત્યાંથી તે આગળ વધી શકે છે. તમે ફક્ત એક સહાયક તરીકે પણ શરૂઆત કરી શકો છો અને ત્યાંથી સિનિયર સહાયક તરીકે આગળ વધી શકો છો. ત્યાર બાદ ટીમ લીડર." તેમ ઓસ્ટ્રેલિયન ફાઉન્ડેશન ફોર ડિસેબિલીટીમાં કામ કરી રહેલી કરિના ટ્રાને જણાવ્યું હતું.
"કેટલાક લોકોને સામાજિક કેવી રીતે થઇ શકાય તે શીખવાની જરૂર હોય છે. કેટલાક લોકો મુસાફરી કરતા ગભરાય છે. તેમને એ ખબર નથી હોતી કે જાહેર વાહનવ્યવહાર કેવી રીતે વાપરી શકાય તે માટેની ટ્રેનિંગ જરૂરી છે. રસોઇ, સામાન્ય રસોઇ બનાવવાની કળા, વ્યક્તિગત સ્વચ્છતા, કેવી રીતે અન્ય લોકો સાથે વાત કરી શકાય. જો બધી પ્રવૃત્તિમાં આપણે તેમની મદદ કરીએ તો તેમનું જીવન વધારે સારું બને છે અને તે અત્યારે સમાજમાં મહત્વનું છે." તેમ ટ્રાને જણાવ્યું હતું.
પડકારો
કેરર એટલે કે સંભાળ કરનાર બનવું ખૂબ જ પડકારજનક છે. માનસિક બિમારી તથા થાકમાંથી બચવા માટે કમ્યુનિટી સર્વિસ કો-ઓપરેટીવ કેરરની તંદુરસ્તી પર વધારે ભાર મૂકે છે.
લીના જણાવ્યા પ્રમાણે, "અમારી સંસ્થા કેરર સંબંધિત હકની જાગૃતિ લાવવા માટેના ખાસ સત્ર ચલાવે છે અને અમે તમામ કેરરને આ સત્રોમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ."
કોઇ બીજાની સારસંભાળ લેતી વખતે પોતાના આરોગ્યની સંભાળ રાખવી પણ એટલી જ જરૂરી બને છે. કેરરને અન્ય સાથે સમય પસાર કરવાનો કે પોતાની મનગમત વસ્તુઓ કરવાનો સમય ઓછો મળતો હોવાથી તેઓ ઘણી વખત એકલતાપણું અનુભવે છે.
"ઘણી વખત કેરર હતાશા અનુભવે છે તે ક્યારેક સંબંધો તૂટવા પાછળનું એક કારણ પણ બને છે. કોઇ એક વ્યક્તિની સારસંભાળ રાખતી વખતે પોતાના સાથીદારને સમય આપી શકાતો નથી અને તે એકતલાપણું અથવા અવગણના અનુભવે છે." તેમ જીજલાના ઝ્રૂઇકે જણાવ્યું હતું.
"આશ્રિતો તથા નવા સ્થાયી થયેલા લોકો કે જેમને ઓછું અંગ્રેજી આવડે છે તેમની સંભાળ રાખવી થોડી પડકારજનક બની શકે છે. જ્યારે કોઇ નવા દેશમાં આવો અને અહીંની ભાષા, કામ કરવાની પદ્ધતિ, નિયમો અંગેની અપૂરતી માહિતી ઘણા પડકાર સર્જે છે," તેમ તેણે ઉમેર્યું હતું.
ઘણા લોકોએ માનવ અધિકારનો દુરપયોગ અન સતામણીનો અનુભવ કર્યો છે અને આ પ્રકારનો અનુભવ જે લોકો હાલમાં જ અહીં સ્થાયી થયા છે તેમના માનસિક તથા શારીરિક આરોગ્ય પર ઊંડી અસર કરે છે. તેથી જ પરિસ્થિતિ અંગે તરત જ સમજી શકે તેવા
અંગ્રેજી સિવાયની અન્ય ભાષાઓ જાણતા સહાયકોની ખૂબ જ જરૂર છે.
પડકારજનક પરંતુ લાભદાયી
કેરર બનવું એક પડકારજનક છે પરંતુ તે સાથે જ લાભદાયી પણ છે. લી જણાવે છે કે, "ટીમના સભ્યો જેની સંભાળ રાખે છે તેમની સાથે તેઓ એક અલગ પ્રકારની જ મિત્રતા તથા સંબંધ વિકસાવે છે. તે એક મોટો ફાયદો છે."
"જ્યારે હું આ ક્ષણ જોઉં છું ત્યારે ખૂબ જ આનંદ થાય છે. કેરર મિત્ર બની ગયા હોય તેમ લાગે છે. તેઓ એકબીજાની સાથે સારા સંબંધ રાખે છે. તેઓ એકબીજાની વર્ષગાંઠ ઉજવે છે અને બહાર ફરવા પણ જાય છે. મને એ વાતનો આનંદ છે કે મેં સમાજના આ લોકો
માટે કંઇક કર્યું છે."