વર્ષ 1949થી અત્યારસુધી પાંચ મિલિયનથી વધુ લોકોએ ઓસ્ટ્રેલિયન નાગરિકત્વ સ્વીકાર્યું છે.
વ્યક્તિ જયારે ઓસ્ટ્રેલિયાના નાગરિક તરીકે ના હક્કો અને ફરજોને આધીન રહેવાની શપથ લે ત્યાર બાદ તે નાગરિક બને છે.
કાયમી નિવાસી

Australian citizenship recipients Monika & Manish Tripathi & their 3 mth-old daughter Sahna pose for a photo before a citizenship ceremony on Australia Day 2017 Source: AAP
વ્યક્તિએ ઓસ્ટ્રેલિયામાં ચાર વર્ષ વસવાટ કર્યો હોવો જોઈએ અને કાયમી નાગરિક બન્યા બાદ એક વર્ષ વસવાટ નાગરિક બનવા જરૂરી છે.
અરજી પ્રક્રિયામાં લાગતો સમય

A family displays their citizenship certificates at a ceremony in 2011. Source: DIAC
ગૃહ વિભાગનું કહેવું છે કે ઝડપી પ્રક્રિયા માટે ઓનલાઇન અરજી કરવી સલાહભર્યું છે.
નાગરિકતા માટેની પરીક્ષા
ઓસ્ટ્રેલિયન નાગરિક બનવા માટે ઓસ્ટ્રલિયા વિષે જાણકારી હોવી જરૂરી છે. દરેક વ્યક્તિએ નાગરિક બનવા માટે ઓસ્ટ્રેલિયન નાગરિક પરીક્ષા આપવી ફરજીયાત છે.

An Australian citizenship recipient displays his certificate during an citizenship ceremony on Australia Day in Brisbane, Thursday, Jan. 26, 2017 Source: AAP
ડેમિયન કિલનરનું કહેવું છે કે, ઓસ્ટ્રેલિયન નાગરિકતા પરીક્ષામાં 20 મલ્ટીપલ ચોઈસ પ્રશ્નો હોય છે. જેમાં ઓસ્ટ્રેલિયાના ભૌગોલિક, સામાજિક અને રાજકીય વિષયને લગતા પ્રશ્નો હોય છે. આ પરીક્ષાનો ઉદેશ ઓસ્ટ્રેલિયા અંગે પ્રાથમિક જાણકારી ની ચકાસણી છે.
વર્ષ 2014-2015 દરમિયાન 98.6 ટકા લોકોએ આ પરીક્ષા 75 ટકાથી વધુ ગુણાંક સાથે પાસ કરી છે.
નાગરિકતા પરીક્ષામાં પ્રસ્તાવિત બદલાવ

18 new Australian Citizens onstage during a citizenship ceremony in Hyde Park as part of Sydney's Australia day celebrations on January 26, 2009 Source: Getty Images AsiaPac
આ ઉપરાંત અંગ્રેજી ભાષાના પ્રભુત્વની પણ ચકાસણી કરવામાં આવશે. આ માટે IELTS પરીક્ષામાં 5 બેન્ડ હોવા જરૂરી હશે.
60 વર્ષથી ઉપરના, 16 વર્ષથી ઓછી આયુ ધરાવતા અને શારીરિક -માનસિક વિકલાંગતા ધરાવતા લોકો માટે અંગેજીની પરીક્ષામાં છૂટ આપવામાં આવશે.

Dr. Jamiu Ogunbanwo from Nigeria holds his certificate after an Australia Day citizenship ceremony in Melbourne, Friday Jan. 26, 2007. Source: AAP
Find out more:

Will Australian citizenship requirements change in 2018?
નાગરિક તરીકેની શપથ

Two women raise their hands to take the pledge during an Australia Day citizenship ceremony in the city of Waneroo, in Perth's north, Thursday, Jan. 26, 2017. Source: AAP
આ અંગે વધુ માહિતી મેળવો -Read the full Pledge and find out more here.
નાગરિકતા સમારોહ

Shaun Taruvinga with his certificate at the Citizenship Ceremony on January 26, 2015 in Canberra, Australia. Source: Getty Images AsiaPac
વ્યક્તિએ પ્રીસાઇડીંગ ઓફિસર સાથે શપથ બોલવાની રહે છે. વ્યક્તિ ઈશ્વરને સાક્ષી રાખીને કે અન્ય કોઈની સાક્ષીએ શપથ લઇ શકે છે.
પરિવાર અને નાગરિકતા કાર્યક્રમના ડેમિયન કિલનર જણાવે છે કે નવા નાગરિકો ઓસ્ટ્રેલિયા પ્રત્યે નિષ્ઠા રાખશે અને પ્રામાણિક રહેશે તેવી પ્રતિજ્ઞા વ્યક્તિગત પ્રતિબદ્ધતા માટે જરુરી છે. ત્યારબાદ ઓસ્ટ્રેલિયન રાષ્ટ્રગીત સાથે સમારોહ સમ્પન્ન થાય છે.
નાગરિકતા પ્રમાણપત્રની વિગતોની ખરાઈ કરી લેવી. તેને સાંભળીને રાખવું. આ પ્રમાણપત્ર આધારે વ્યક્તિ ઓસ્ટ્રેલિયન પાસપોર્ટ માટે અરજી કરી શકે છે.

Prime Minister Tony Abbott gives Citizenship certificates to the Taruvinga family from Zimbabwe at a Citizenship Ceremony on Jan 26, 2015 in Canberra, Australia Source: Getty Images AsiaPac
આ અંગે વધુ માહિતી:
ભાષાંતર સેવાની મદદની જરૂર હોય તો ફોન નમ્બર છે on 131 450.