વ્યક્તિના જીવનમાં લોનની જરૂરત ઘણા સંજોગોમાં પડતી હોય છે, જેમકે નવો વ્યાપાર શરુ કરવા કે નવું ઘર ખરીદવા. ઓસ્ટ્રેલિયા આવનાર નવી વ્યક્તિ માટે આ પ્રક્રિયા થોડી મુશ્કેલ હોઈ શકે છે.
વ્યક્તિની યોગ્યતા
લોન લેવા માટેની પ્રાથમિક પાત્રતા - વ્યક્તિની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ, વ્યક્તિ પાસે નિયમિત આવકનો સ્ત્રોત હોવો જોઈએ. વ્યક્તિ ઓસ્ટ્રેલિયામાં વસવાટ કરતી હોવી જોઈએ અને તેની પાસે કાયમી નિવાસી વિસા હોવા જોઈએ.
મેલબર્ન સ્થિત મોર્ગેજ બ્રોકર માર્ટિન મુરાઈથીનું કહેવું છે કે ઘર સિવાય- કારની લોન માટે ઘણા સંજોગોમાં અમુક વિસા શ્રેણીના વિસા ધારકો, વિદ્યાર્થીઓ કે પાર્ટનર વિસા ધારકો પણ પાત્રતા ધરાવે છે.

વ્યક્તિની સારી બચત અને સારી ક્રેડિટ હિસ્ટ્રી
વ્યક્તિ સમયસર લોનની ચુકવણીના હપ્તા ભરી શકે છે તેવો ઇતિહાસ દેખાડી શકે તો લોન મેળવવામાં ખુબ સરળતા રહે છે.
શ્રી માર્ટિનના જણાવ્યા મુજબ, દરેક કેસના સંજોગો અનુસાર લોન આપવા અંગે નિર્ણય લેવામાં આવે છે. આથી ક્રેડિટ હિસ્ટ્રી હોવી ફરજીયાત નથી. જરૂર પડે વ્યક્તિ પોતાના નિયમિત ભરેલા ફોન બિલને ક્રેડિટ હિસ્ટ્રી સાબિતી તરીકે બતાવી શકે છે. વ્યક્તિ નિયમિત બચત કરીને અને ઓછો ઉપાડ દેખાડીને પણ બેન્કને આર્થિક રીતે જવાબદાર વ્યક્તિ દર્શાવી શકે છે.

માઈક્રો લોન લેવા
જો વ્યક્તિને અમુક સંજોગો પ્રમાણે નાની લોનની જરૂર હોય તો કેટલીક સંસ્થાઓ છે જે મદદરૂપ થઇ શકે છે.
એન્ગલીકેર સંસ્થાના મેનેજર ટેસ્સા ક્લાર્ક જણાવે છે કે, સંસ્થા દ્વારા વિવિધ પ્રકારની સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે જેમની એક છે - માઇક્રોફાઇનાન્સ. આ લોન વ્યાજમુક્ત અથવા ઓછા વ્યાજની હોય છે. ઓછી આર્થિક આવક ધરાવતા લોકો, માઈગ્રન્ટ કે શરણાર્થીઓ માટે આ લોન મદદરૂપ સાબિત થઇ શકે છે.
મેલબર્ન ખાતે AMES દ્વારા નવા આગંતુકો માટે અંગ્રેજી ટ્યુશન અને વ્યાવસાયિક શિક્ષણ સાથે આર્થિક ઉન્મુખીકરણના કાર્યક્રમ ચલાવવામાં આવે છે. સંસ્થા દ્વારા શરણાર્થીઓ અને માઇગ્રન્ટ્સને માઈક્રોફાઇનાન્સ આપવામાં આવે છે, ઘણા લોકો માટે પોતાનો લઘુ ઉદ્યોગ શરુ કરવા આ પ્રકારનું ધિરાણ લાભદાયી નીવડ્યું છે.

શું ખરેખર લોનની જરૂર છે?
AMES સંસ્થાના પબ્લિક અફેર અધિકારી લૌરી નોવેલ જણાવે છે કે ઘણા સંજોગોમાં લોન લેવી જરૂરી હોય છે, પણ લોકોએ બને ત્યાં સુધી દેવું કરવાથી દૂર રહેવું જોઈએ. તેઓ એ સ્પષ્ટ કરે છે કે સંસ્થા વડે શરણાર્થીઓ કે માઇગ્રન્ટ્સને લોન માટે પ્રોત્સાહિત નથી કરવામાં આવતા, કે સંસ્થા આર્થિક બાબતોની સંસ્થા નથી.
આ વાત સાથે સહમતી પુરાવતા ટેરેસા ક્લાર્ક જણાવે છે કે એન્ગલીકેર સંસ્થા પણ માઇગ્રન્ટ્સ અને શરણાર્થીઓ દેવામાં ન ઉતરે તે અંગે જાગૃતિ કેળવવા માટે પ્રયત્નશીલ છે. જેથી તેઓ લોન માણખાના ભોગ ન બને.
જો કોઈ વ્યક્તિને કોઈ પ્રકારની લોનની જરૂર પડે તો પ્રતિષ્ઠિત સંસ્થાન કે બેંકથી જ લોન લેવી. કોઈપણ નિર્ણય કરતા પહેલા AMES કે એન્ગલીકેર જેવી સંસ્થના આર્થિક સલાહકાર સેવા વિભાગ નો સંપર્ક કરી શકાય.
સંશાધન
Choice, an independent consumer advocacy સંસ્થા વડે લોન અંગે ખુબ સુંદર માહિતી અને ટિપ્સ આપવામાં આવી છે.