કુદરતી આપદા જેમકે વાવાઝોડું, બુશફાયર કે તોફાન અથવા અન્ય ગંભીર સંજોગો જયારે મોબાઈલ નેટવર્ક ડાઉન થઇ જાય છે અને સંચાર માટે કોઈપણ વિકલ્પ બચતો નથી. આવી પરિસ્થિતમાં આપાતકાલીન સેવાની મદદ મેળવવી કે તબીબી સહાય માટે સંપર્ક કરવો ખુબ જ કઠિન બને છે.આવી પરિસ્થિતિ જોખમી પણ નીવડી શકે. આ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને વૈજ્ઞાનિકોએ નવી ટેક્નોલોજી વિકસાવી છે જે નેટવર્ક ન હોય તો પણ મોબાઈલ ફોન થી સંપર્કમાં રહેવા મદદરૂપ થઇ શકે.
નેટવર્કિંગ
આ વિચાર પરથી જન્મ થયો સેરવાલ પ્રોજેક્ટનો. અહીં કમ્યુનિકેશન હબ તરીકે મેશ એક્સટેન્ડરનો ઉપયોગ થાય છે. સામાન્ય વાઈ - ફાઈનો ઉપયોગ કરીને મોબાઈલ ફોન મેશ એક્સટેન્ડર સાથે જોડાય છે. આ એક્સટેન્ડર અન્ય મેશ એક્સટેન્ડર એપ મોબાઈલ ફોન સાથે સંપર્ક સાધે છે.
જો આપ કેટલાક સરળ અને રોબસ્ટ કરી શકો છો, તો કુદરતી આપદા સમયે સંપર્ક સાધવા થી આગળ પણ ઘણી વસ્તુઓ આપ કરી શકો છો.
આ સેવા હાલમાં એન્ડ્રોઇડ ડિવાઇસ પર જ ઉપલબ્ધ છે. મેશ એક્સટેન્ડર સિસ્ટમથી જોડાવા ફક્ત એક એપની જ જરૂર છે. આ માધ્યમ થી થયેલ તમામ કમ્યુનિકેશન ઈન્ક્રિપ્ટેડ છે આથી વ્યક્તિની ગોપનીયતા જળવાઈ રહે છે.
હાલમાં ઉપલબ્ધ સુવિધા જે ફોનમાં એપ ઇન્સ્ટોલ કરેલ છે તેમને જ સેવા પુરી પડે છે, અને નેટવર્કના નજીકના વિસ્તારોમાં છે. આ ઉપરાંત મેશ એક્સટેન્ડરમાં રેડિયો ઇન્સ્ટોલ થયેલ છે અને આ રેડિયોની મદદથી અમુક કિલોમીટર સુધી સંપર્ક સાધી શકાય છે. આ સેવાની એક ખામી એ છે કે જો કોઈ મોટી બાધા કે વિઘ્ન હોય તેના માર્ગમાં તો આ રેડિયો કામ નથી કરતો.
મેશ એક્સટેન્ડર પોતાના જ નેટવર્કમાં ઓટોમેટિકલી બકેટ બ્રિજ જેમ મોકલી શકે છે. આ ફીચરને કારણે ડાઇરેક્ટ લિંકમાં આવતા વિઘ્નો કે અવરોધ દૂર છે.
પાયલોટ સ્ટડી
આ વિચાર અત્યારે પ્રયોગાત્મક ધોરણે છે. વર્ષ 2016, સેરવાલ પ્રોજેક્ટ પેસિફિક માનવીય ચૅલેન્જ માં ટોપના પાંચ પ્રોજેક્ટમાં સામેલ હતો. આ ટેક્નોલોજીસ આ વર્ષાન્તે બહોળા વિસ્તારમાં ચકસવામાં આવશે. આ પાયલોટ સ્ટેપ ખુબ મહત્વનો છે. આ ટેક્નોલોજી દુરાંત વિસ્તારમાં રહેતા લોકો સાથે આપત્તિ સમયે સંપર્ક સાધવામાં મદદરૂપ થશે.
ઇન્ટરનેટની જરૂર નથી
આ ટેક્નોલોજી ઈન્ટરનેટ વગરની સિસ્ટમ સમાન થઇ શકે છે જેના વડે સંચાર માટે ઓનલાઇન થવાની જરૂર નહિ રહે.
દા.ત એક ખેડૂત જેના માટે ઈન્ટરનેટનું સતત જોડાણ કદાચ મુશ્કેલ હોય તો આ સિસ્ટમ વડે તેના પાણીના પમ્પ સાથે જોડાણ કરી શકાશે.
આ સિસ્ટમ સસ્તી અને સરળ હશે, જેથી તેના ઉપયોગમાં સરળતા રહે.
તો, વિદેશી સહાયતા કાર્યક્રમ માટે શરુ કરાયેલ આ અભિગમ, ઓસ્ટ્રેલિયન લોકોની જરૂરત મુજબ પણ વિકસાવી શકાયું છે.