મોટાભાગે વિદેશમાં વસતા પરિવારજનો - મિત્રો કે સંબંધીઓને મદદ માટે કે અન્ય કારણોસર પૈસા મોકલવામાં આવે છે.
ઈન્ટરનેટના વ્યાપ અને વપરાશના કારણે વિદેશમાં પૈસા મોકલવા સરળ બન્યા છે, આમ છતાંય વધુ ફી થી અને કોઈપણ પ્રકારના જોખમ થી બચવા કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે.
બેંકના માધ્યમથી પૈસા ટ્રાન્સફર કરવા
બેંકના માધ્યમથી પૈસા વિદેશ ટ્રાન્સફર કરવા એક સુરક્ષિત અને મોંઘો માર્ગ છે. મોટાભાગે દરેક ઓસ્ટ્રેલિયન બેંકો $10 થી $32 જેટલી સર્વિસ ફી દરેક ટ્રાન્સફર પર લે છે.

મની ટ્રાન્સફર કંપનીઓના માધ્યમ થી
જો $1000 જેટલી રકમ વિદેશમાં પરિવાર કે મિત્રોને મોકલવાની હોય, તો સૌથી સસ્તો રસ્તો છે ઓનલાઇન મની ટ્રાન્સફર કમ્પનીઓ દા. ત Transferwise. તેમની ફી સામાન્ય રીતે $0 થી $15 જેટલી હોય છે.
પણ આ માટે વ્યક્તિએ એકાઉન્ટ બનાવવું જરૂરી છે. આ માટે કંપનીની મંજૂરી મળવામાં થોડો સમય લાગી શકે છે.
કેટલીક કંપનીઓ નકદ પૈસા કે EFPTOS ના માધ્યમથી પૈસા ટ્રાન્સફર કરવાનો વિકલ્પ પૂરો પાડે છે, પણ આ માટેની ફી ઊંચી હોય છે.

આંતરરાષ્ટ્રીય મની ઓર્ડર
વ્યક્તિ પોતાની બેન્ક પાસેથી આંતરરાષ્ટ્રીય ગેરંટીકૃત ચેક લઈને વિદેશ મોકલી શકે છે, જેને ત્યાં વસનાર પરિવારજનો - મિત્રોએ પોતાના સ્થાનિક બેન્ક એકાઉન્ટમાં જમા કરાવવું જરૂરી છે. આ વિલ્કપ ખુબ ધીમો છે.
વિનિમય ભાવની તાપસ કરવી
જો વ્યક્તિને પૈસા તત્કાલ ટ્રાન્સફર ન કરવા હોય, તો તે સારા વિનિમય દરની રાહ જોવી સલાહભર્યું છે.
ઓસ્ટ્રેલિયન સિક્યુરિટિસ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ્સ કમિશનના વિક્ટોરિયાના પ્રાદેશિક કમિશનર વોરેન ડે જણાવે છે કે, "ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે, વ્યક્તિએ સારા વિનિમય દર માટે તાપસ કરવી જોઈએ. એનો અર્થ એમ થયો કે આપ જે વ્યક્તિને પૈસા મોકલો છો તેને વધુ પૈસા મળે કે ઓછા."

રિસર્ચ કરવું
જો વ્યક્તિ મની ટ્રાન્સફર કંપની મારફતે પૈસા ટ્રાન્સફર કરવા ઇચ્છતી હોય તો, તે કંપની નામાંકિત હોય તે નિશ્ચિત કરવું ખુબ જરૂરી છે. મની ટ્રાન્સફર કંપનીની વિશ્વસનીયતા તપાસવા - SendMoneyPacific, SendMoneyAsia, Remittance Prices Worldwide જેવી વેબસાઇટની મદદ લઇ શકાય છે.
જ્યાં સુધી સામા પક્ષને પૈસા ન મળે ત્યાં સુધી વિગતો સાંચવવી
એકવાર પૈસા ટ્રાન્સફર થઇ જાય ત્યાર બાદ ટ્રાન્સેક્શન (લેણદેણ) ની તમામ વિગતો સાંચવી રાખવી. જેમકે ટ્રાન્સેક્શન (લેણદેણ) નંબર, ટ્રાન્સફર કરેલ રકમ, ટ્રાન્સફરની તારીખ અને સમય વગેરે.
આ માહિતી જો સામા પક્ષે રકમ ન પહોંચે અથવા અન્ય કોઈ પ્રશ્ન ઉભો થાય ત્યારે તેને હલ કરવા માટે મદદરૂપ છે.
જો વિદેશ પૈસા ટ્રાન્સફર કરવાની સંપૂર્ણ વિધિ દરમિયાન જો મની ટ્રાન્સફર કંપની કે બેંક દ્વારા કોઈ પ્રશ્ન ઉભો થાય અને વ્યક્તિને તેમના જવાબથી સંતોષ ન થતો હોય તો તેઓ લોકપાલ ( Financial Ombudsman Service) સમક્ષ રજૂઆત કરી શકે છે.
Share

