સામાન્ય કાર્યવાહી કરી NRI વ્યક્તિ ભારતની ચૂંટણીમાં વોટ આપી શકશે

ભારતમાં યોજાનારી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં 900 મિલિયન ભારતીયો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે, જેમાં સામાન્ય કાર્યવાહી કરીને NRI વ્યક્તિ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે.

Women shows their voter identity cards as they stands in queue to cast their vote.

Women shows their voter identity cards as they stands in queue to cast their vote. Source: AAP Image/ AP Photo/Ajit Solanki

ભારતમાં લોકસભાની ચૂંટણીની જાહેરાત થઇ ગઇ છે. દેશમાં સરકાર ચૂંટવા માટે આગામી એપ્રિલ તથા મે મહિનામાં ચૂંટણી યોજાશે. જેમાં દેશના લગભગ 900 મિલિયન લોકો પોતાનો કિંમતી મત આપીને સરકાર બનાવશે. જે 2014માં યોજાયેલી ચૂંટણી કરતા 86 મિલિયન વધુ છે.

આ વર્ષે યોજાનારી ચૂંટણીમાં સરકાર વધુને વધુ ભારતીયો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટેના પ્રયત્નો હાથ ધર્યા છે. જેમાં દેશમાં રહેતા નાગરિકને જ સરળતા નહીં પરંતુ દેશની બહાર રહેતા ભારતીય નાગરિક પણ મત આપી શકે તેવા પગલા લીધા છે.

અત્યાર સુધી યોજાયેલી ચૂંટણીઓ દરમિયાન અપૂરતી માહિતી હોવાના કારણે મોટી સંખ્યામાં ભારતથી બહાર બીજા દેશમાં રહેતા ભારતીય નાગરિકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકતા નહોતા.

તો આવો જાણીએ, NRI વ્યક્તિએ જો ભારતમાં યોજાનારી ચૂંટણીમાં વોટ આપવો હોય તો તેણે કઇ કાર્યવાહી કરવી પડે છે.

Image

NRI વોટર કોને કહી શકાય

NRI વોટર એટલે કે એ વ્યક્તિ કે જે ભારતીય નાગરિક છે પરંતુ અભ્યાસ, નોકરી કે કોઇ અન્ય કારણસર વિદેશમાં સ્થાયી થયો હોય અને તેણે હજી સુધી જે - તે દેશની નાગરિકતા પ્રાપ્ત ન કરી હોય. આ વ્યક્તિ NRI વોટર તરીકે પોતાનું નામ નોંધાવી મતાધિકારનો ઉપયોગ કરી શકે છે.

NRI વોટર તરીકે કેવી રીતે પોતાનું નામ નોંધાવી શકાય

NRI વ્યક્તિએ સૌ પ્રથમ ભારતમાં પોતાના મતદાન મથકની તથા તે વિસ્તારના ઇલેક્શન ઓફિસર્સની જાણકારી મેળવવી જરૂરી છે. ત્યાર બાદ તેમણે ઓનલાઇન ઉપલબ્ધ Form 6A ભરવું પડે છે. આ ફોર્મ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની વેબસાઇટ પર ઉપલબ્ધ છે.

ઓનલાઇન ફોર્મ ભરતી વખતે પોતાના અંગત ડોક્યુમેન્ટ્સ પણ આપવા જરૂરી છે.

  • કલર પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ
  • પાસપોર્ટની કોપી, જેમાં વ્યક્તિનું ભારતનું સરનામું, તેનો ફોટો તથા અન્ય જરૂરી માહિતી હોય.
  • જે-તે દેશના વિસા મળ્યા હોય તે દેશના સિક્કા સાથેનું પાસપોર્ટ પેજ.
A tribal women shows her voter card.
A tribal women shows her voter card. Source: AAP Image/ EPA/STR
તમામ ડોક્યુમેન્ટ્સ સાથે Form 6A ઓનલાઇન ભરી શકાય છે અથવા, જે-તે મતવિસ્તારના ઇલેક્શન રજીસ્ટ્રેશન ઓફિસર (Election Registration Officer) પાસે રૂબરુમાં પણ જમા કરી શકાય છે. અથવા, પોસ્ટ દ્વારા પણ મોકલી શકાય છે.

બુથ ઓફિસર તમામ વિગતોની ખાતરી કરશે

એક વખત Form 6A તથા તમામ જરૂરી દસ્તાવેજો જમા કરાવી દીધા બાદ બુથ ઓફિસર ખાતરી કરવા માટે વ્યક્તિ દ્વારા આપવામાં આવેલા સરનામાની મુલાકાત લેશે. તમામ વિગતોની ચકાસણી કર્યા બાદ તે વ્યકિતને પોસ્ટ અથવા મોબાઇલ મેસેજ દ્વારા પરિણામની સૂચના અપાશે.

વોટ કેવી રીતે આપી શકાશે

NRI વ્યક્તિને EPIC એટલે કે Electronic Photo Identity Card નહીં મળે, તે મતદાનના દિવસે મતદાન મથક પર પોતાનો માન્ય પાસપોર્ટ દર્શાવીને વોટ આપી શકશે.

ઓનલાઇન વોટિંગ નહીં થઇ શકે

વર્તમાન સુવિધા પ્રમાણે NRI વ્યક્તિએ જો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો હશે તો તેણે મતદાનના દિવસે રૂબરૂમાં આવીને મત આપવો પડશે. હાલમાં NRI વ્યક્તિઓ માટેનું Proxy Voting બિલ રાજ્યસભામાં વિચારણા હેઠળ હોવાથી ઓનલાઇન વોટિંગ શક્ય નથી. આ ઉપરાંત, NRI વોટર્સ પ્રિ-પોલ એટલે કે મતદાનના અગાઉના દિવસે પણ વોટ નહીં આપી શકે, તેમણે સામાન્ય ભારતીય નાગરિકની જેમ મતદાનના દિવસે જ વોટ આપવો પડશે.

Share

Published

Updated

By SBS Gujarati
Source: SBS

Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service
સામાન્ય કાર્યવાહી કરી NRI વ્યક્તિ ભારતની ચૂંટણીમાં વોટ આપી શકશે | SBS Gujarati