પ્રાઇવેટ હેલ્થ ઇન્સ્યોરન્સમાં કેટલાક માટો ફેરફારો થયા છે ત્યારે ગ્રાહકોએ તે ફેરફારો તેમના ઇન્સ્યોરન્સને કેવી રીતે અસર કરી શકે છે તે જાણવા જરૂરી બન્યા છે.
1લી એપ્રિલથી હેલ્થ ઇન્સ્યોરન્સની રકમમાં એવરેજ 3.25 ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે.
કેન્દ્રીય સરકારના હોસ્પિટલ કવર અંગેના ફેરફાર એ દિશામાં સંકેત આપે છે કે નવી પોલિસી આગામી સમયમાં રજૂ થઇ શકે છે. જેમાં ઘણા લોકોને અસર પડી શકે છે.
ગ્રાહક બાબત અંગે કામ કરતી સંસ્થા ચોઇસના પ્રવક્તા જોનાથન બ્રાઉને જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં તમામ કંપનીઓના હેલ્થ ઇન્સ્યોરન્સની સરખામણી થવી અશક્ય છે. અત્યારે, વિવધ કંપનીના ઇન્સ્યોરન્સની સરખામણી કરતી કોમર્શિયલ વેબસાઇટ્સ પાસે ગોલ્ડ, સિલ્વર, બ્રોન્ઝ તથા બેઝિક હોસ્પિટલ કવર વિશે પૂરતી માહિતી નથી.
વર્ષ 2001 બાદ સૌથી ઓછો વધારો
પ્રાઇવેટ હેલ્થ ઇન્સ્યોરન્સની કિંમતમાં એવરેજ 3.25 ટકાનો વધારો થયો છે જે વર્ષ 2001 બાદનો સૌથી ઓછો વધારો છે પરંતુ ફૂગાવાના દરની સરખામણીમાં તે ઘણો ઉંચો છે, તેમ ચોઇસે જણાવ્યું હતું.
ઇન્સ્યોરન્સ અંગેના ફેરફારો ઘણા મોટા છે અને તેનાથી થનારી અસર ભવિષ્યમાં અનુભવાશે.

Source: www.cheapfullcoverageautoinsurance.com
નવી પોલિસી અંતર્ગત, દરેક હોસ્પિટલ પોલિસી ગોલ્ડ, સિલ્વર, બ્રોન્ઝ અને બેઝિક એમ ચાર પોલિસીમાં વહેંચાશે. ગોલ્ડમાં હોસ્પિટલ સર્વિસની 38 કેટેગરીનો સમાવેશ થાય છે. સિલ્વરમાં 26, બ્રોન્ઝમાં 18 અને બેઝિકમાં સામાન્ય સર્વિસનો લાભ મળે છે.
નવા ફેરફારમાં આરોમાથેરાપી, વેસ્ટર્ન હર્બલિઝમ, કાઇનેસીયોલોજી, શિયાત્સુ, તાઇ ચી, યોગા જેવી નેચરલ થેરાપીમાં વધારાનું કવરેજ રાખવામાં આવ્યું નથી.
નવું પ્રીમિયમ
નવા એવરેજ પ્રીમિયમ હેઠળ એક વ્યક્તિએ અઠવાડિયામાં 1.14 ડોલર વધુ પ્રીમિયમ જ્યારે પરિવારના ઇન્સ્યોરન્સમાં 2.35 ડોલર વધુ પ્રીમિયમ ભરવું પડશે. જોકે, ચોઇસ સંસ્થાએ જણાવ્યું હતું કે કેટલીક કંપનીઓએ પોતાના પ્રીમિયમમાં 5.9 ટકા જેટલો વધારો કર્યો છે.
પ્રાઇવેટ હેલ્થકેર ઓસ્ટ્રેલિયાના ચીફ એક્સીક્યુટીવ, ડો રાચેલ ડેવિડે જણાવ્યું હતું કે સામાન્ય ઇન્સ્યોરન્સની સરખામણીમાં પ્રાઇવેટ ઇન્સ્યોરન્સમાં વધુ કવર મળે છે.
પ્રાઇવેટ ઇન્સ્યોરન્સમાં એક ડોલરની સામે 86 સેન્ટ્સ જેટલી રકમનું વળતર મળી રહે છે જ્યારે સામાન્ય ઇન્સ્યોરન્સમાં તે રકમ 62 સેન્ટ જેટલી જ છે.
ચોઇસના પ્રવક્તા બ્રાઉને જણાવ્યું હતું કે કોઇ પણ નવી પોલિસી ખરીદ્યા પહેલા ગ્રાહકોએ સંશોધન કરવું જરૂરી બન્યું છે. જોકે, બીજી તરફ, રોય મોર્ગન રીસર્ચના ચીફ એક્સીક્યુટીવ મિચેલ લેવીને જણાવ્યું હતું કે નવા ફેરફારથી નાગરિકોને યોગ્ય ઇન્સ્યોરન્સ ખરીદવામાં સરળતા રહેશે.
Share


