ભારતના પ્રથમ ગે રાજકુમાર માનવેન્દ્રસિંહ ગોહિલે હાલમાંજ એક વિડીયો જાહેર કર્યો છે. આ વિડીયો માં ભારત જેવા દેશ માં અને રૂઢીચુસ્ત પરિવાર માં જ્યાં ગે હોવું એ અપરાધ સમાન છે, એવા સંજોગો માં તેઓએ સામનો કરેલ પડકારો વિષે ખુલ્લી રીતે વાત કરીછે.
શ્રી ગોહિલ એ ગુજરાત ના રાજપીપળા ના રાજકુમાર છે, તેમણે બનાવેલ વિડીયો Come Out Loud, એ એક પ્રકાર નું ઓનલાઈન મંચ છે જ્યાં LGBTQI જાતીયતા ધરાવતા લોકો ના હક્કો માટે તરફેણ કરી છે .
વધુ માં શ્રી ગોહિલ કહે છે કે ," જયારે તેઓ12 કે 13 વર્ષ ના હતા, ત્યારે તેઓએ જાણ્યું કે તેઓ વિરુદ્ધ જાતિ નીvyakti તરફ આકર્ષણ ધરવતા ન હતા. પરંતુ, સમાન જાતિ ના વ્યક્તિ પ્રત્યે તેમણે આકર્ષણ હતું . આવું શા માટે બની રહ્યું હતું ? તેનો જવાબ તેમની પાસે ત્યારે ન હતો કેમકે આ વિષય પર કોઈજ પ્રકાર ની વાત કરવી પ્રતિબંધિત હતી"
"ઘણા બધા સેવકો ની વચ્ચેane મિત્રો ના અભાવ માં અને ઈન્ટરનેટ ના અભાવ માં આ પરિસ્થિતિ એ મૂંઝવણ ભરી હતી"
40 વર્ષીય રાજકુમારે દુનિયાનું ધ્યાન સૌ પ્રથમ વખત વર્ષ 2007 માં ઓપરા વિન્ફ્રે સાથે ના ટોક શો માં પોતાની જાતીયતા વિષે વાત કરીને ખેંચેલ . અહી, તેઓએ એ પણ જણાવેલ કે તેમના લગ્ન એક રાજકુમારી સાથે થયેલ અને તેમના પરિવારે તેમને બરતરફ પણ કરેલ.
શ્રી ગોહિલ હવે ભારત માં સજાતીયતા વિરુદ્ધ ના ભેદભાવ નોant લાવવા કાર્યરત છે. વર્ષ 2013 માં ભારત ની સર્વોચ્ચ અદાલતે સજાતીયતા સંબંધો ના ગુના હેઠળ ની સજા પૂર્વવત રાખેલ .
આ વિડીયો ના અંત માં તેઓ કહે છે કે ," આપને બધા મનુષ્યો છીએ, અને બધાને સમાન અધિકારો મળવા જોઈએ , જેનાથી અમને વંચિત રાખવા આવ્યા છે."
"અમને સમાજ તરફ થી ફક્ત પ્રેમ ની આશા છે, ગે ના હક્કો ફક્ત કોર્ટ માં લડી ને ન મેળવી શકાય, તે સમાજ ના લોકો ના મન અને હદય થી જ જીતાય ."

