મીનાક્ષી ગુરુકકલ એ ભારત ની સ્વ રક્ષા ની પ્રાચીન કલા કાલારીપયટ્ટુ ના સૌથી મોટી ઉંમર ના ગુરુ છે. તેમની આ કૌશલ ને પ્રદર્શિત કરતો વિડીયો - કે જેમાં તેઓ એક યુવાન પ્રતિસ્પર્ધી ને દાવ માં તરત જ માટે આપે છે તેને અત્યાર સુધી માં લાખો લોકો એ વખાણ્યો છે. 70 વર્ષ ની વયે તેઓની ચુસ્તી અને સ્ફૂર્તિ જોઈ શકાય છે.
લાઠીદાવ એ ભારત ની પ્રાચીન કલા છે અને વિવિધ રાજ્યો માં પ્રચલિત છે. તેમના પિતા એ તેઓને બાળપણ માં આ કલા શીખવા માટે દાખલ કરેલા. ખૂબ નાની વયે તેમના લગ્ન થયેલા અને લગ્ન બાદ તેમના પતિ સાથે મળી ને તેઓએ કાલારીપયટ્ટુ ની શાળા સ્થાપી અને છેલ્લા 66 વર્ષ થી તેઓ આ અંગે નિયનિત અભ્યાસ કરે છે.
જૂન થી સપ્ટેમ્બર દરમિયાન યોજાતા આ તાલીમ વર્ગો માં વિદ્યાર્થીઓ પાસે કોઈ ફી લેવામાં આવતી નથી.
આ કલા આશરે 2000 વર્ષ જૂની છે. જેમાં વિચારશક્તિ અને શરીરશક્તિ નું સંતુલન સાધવું જરૂરી છે. આ માટે જરૂરી મસાજ અંગે પણ તેઓ શીખવાડે છે
Share

