રદ્દ થયેલ નોટ અપાયેલ ગ્રેસ સમયમાં બદલવા અંગે આર બી આઈ ના નોટિફિકેશનની શરતો અને માહિતી નીચે મુજબ છે:
ભારત સરકાર વડે જાહેર કરાયેલ ખાસ બેન્ક નોટ અંગે ના 2016ના અધિનિયમ મુજબ, 9 નવેમ્બર 2016 થી 30 ડિસેમ્બર 2016 સુધી દેશ માં હાજર ન હોવાના કારણે નોટ બદલી ન શકનાર ભારતીય નાગરિક માટે રિઝર્વ બેન્ક વડે ખાસ તક આપવામાં આવે છે.
આ માટેના નિયમો અને શરતો:
આ નિયમ મુજબ નોટ બદલવા કોણ લાયક છે?
આ સુવિધા ફક્ત ભારતીય નાગરિકો માટે, એક જ વખત નોટ બદલી કરવા અને વ્યક્તિગત ધોરણે ઉપલબ્ધ છે. આ માટે થર્ડ પાર્ટી વડે નોટ બદલીની અનુમતિ નથી.
ભારતીય નાગતીકોને બે શ્રેણીમાં વહેંચવામાં આવ્યા છે:
i. ભારતમાં વસતા અને 9 નવેમ્બર 2016 થી 30 ડિસેમ્બર 2016 સુધી વિદેશ ગયેલ નાગરિકો
ii. વિદેશમાં વસતા ભારતીય નાગરિકો જે 9 નવેમ્બર 2016 થી 30 ડિસેમ્બર 2016 દરમિયાન ભારતમાં ન હતા.
iii. આ સુવિધા નેપાળ, ભૂટાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં રહેતા ભારતીય નાગરિકો માટે ઉપલબ્ધ નથી.
નોટ બદલી ક્યાં કરાવી શકાશે?
રિઝર્વ બેન્ક ની મુંબઈ, નવી દિલ્હી, ચેન્નઈ, કોલકોત્તા અને નાગપુર ની પાંચ શાખાઓમાં આ સુવિધા ઉપલબ્ધ છે.
સમય મર્યાદા
ભારતમાં વસતા લોકો માટે આ સુવિધા 2 જાન્યુઆરી 2017 થી 31 માર્ચ 2017 સુધી અને વિદેશમાં વસતા ભારતીય નાગરિકો માટે 2 જાન્યુઆરી 2017 થી 30 જૂન 2017 સુધી ઉપલબ્ધ છે.
રજૂઆત
જો કોઈ રિઝર્વ બેન્ક ઉપરની શરતો પૂર્ણ કરતા નાગરિકોની નોટ લેવાનો ઇન્કાર કરે તો ચૌદ દિવસ ની અંદર આ અંગે રિઝર્વ બેન્કના સેન્ટ્રલ બોર્ડ સમક્ષ રજૂઆત કરી શકાય છે. આ માટેનું સરનામું છે -સેન્ટ્રલ બોર્ડ, રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા, સેક્રેટરી વિભાગ, સેન્ટ્રલ ઓફિસ બિલ્ડીંગ, 16 મોં માળ, શાહિદ ભગતસિંહ માર્ગ, મુંબઈ -400001. આ અંગે જો ઈ મેઈલ કરવો હોય તો ક્લીક કરો - mailed.