કાળાનાણાં અને નકલી ચલણીનોટો પર અંકુશ મેળવવાના ઉદેશથી ભારત સરકારે જૂની 500 અને 1000ની ચલણી નોટો પરત ખેંચી લીધી છે.
અચાનક કરેલ આ જાહેરાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ પગલું દેશના વિકાસ માટે અને ભ્રષ્ટાચારને નાબૂદ કરવામાટે મહત્વનું ગણાવ્યું હતું .
આ ઘોષણા બાદ વૉટ્સએપ અને અન્ય મેસેજિંગ સેવાઓ મારફત ખોટી માહિતી સાથે 500 અને 1000ની નોટને એક્સચેન્જ કરવા અંગે સંદેશ પ્રસરી રહ્યા છે. આવા સંદેશ થી સાવધાન રહેવું.

Source: Harita Mehta
વિદેશમાં વસતા ભારતીયોમાં 500 અને 1000ની ચલણીનોટોને કેવી રીતે એક્સચેન્જ કરવી કે કેવી રીતે નવી ચલણી નોટો મેળવવાની તે અંગે શંકા પ્રવર્તે છે. તો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા પાસે થી મળતી અંતિમ માહિતી મુજબ નીચે આપેલ પ્રક્રિયાથી 500 અને 1000ની ચલણીનોટોને એક્સચેન્જ કરી શકાશે:
1. પોતાની સાથે નોટો લઇ જઈ ભારતમાં બદલી કરવી
500 અને 1000ની જૂની ચલણીનોટો બદલવા માટેની અંતિમ તારીખ 30 ડિસેમ્બર 2016 છે. જો આપ આ તારીખ પહેલા ભારત જવાના હોય તો આપ પોતે જ આ પ્રક્રિયા કરી શકો છો.
ખાસ સંજોગોમાં આર બી આઈ વડે જૂની નોટો બદલાવવાની તારીખમાં 31 માર્ચ 2017 સુધીનો સમય આપવામાં આવ્યો છે. 30 ડિસેમ્બર 2016 બાદ બદલાવવામાં આવતી નોટો માટે આપે આપણું ઓળખપત્ર અને યોગ્ય કારણ આપવું જરૂરી છે.
2. અન્ય વ્યક્તિને ભારતમાં ડિપોઝીટ કરવા અધિકૃત કરવી
સિડની ખાતે આવેલ મોટાભાગની ભારતીય બેંકો ને જૂની ચલણીનોટો કેવી રીતે બદલવી તે અંગે પૂછતાં આ વિકલ્પ જણાવાયો છે. સિડની ખાતેની ભારતીય બેંકો આ અંગે આર બી આઈ તરફ થી વિગતવાત માહિતીની રાહ જોઈ રહી છે.
આર બી આઈ ની વેબ સાઈટ પર જણાવાયું છે કે આપ ભારતમાં કોઈપણ બેંકમાં જૂની 500 કે 1000ની ચલણીનોટો જમા કરાવવા કોઈ વ્યક્તિને અધિકૃત કરી શકો છો. આ માટે આપે જે - તે વ્યક્તિને લેખિતમાં અધિકૃત કરતો પત્ર અને આપના ઓળખપત્રની કોપી આપવાની રહેશે. આ વ્યક્તિએ જાતે ભારતીય બેંકમાં પૈસા જમા કરાવવા જવાનું રહેશે. (ઓળખપત્ર તરીકે આધાર કાર્ડ, મતદાનકાર્ડ, પાસપોર્ટ , પાનકાર્ડ, લાયસન્સ, સરકારી ખાતા વડે આપવામાં આવેલ ઓળખપત્ર નો સમાવેશ થાય છે.)
3. 3. મની એક્સચેન્જર સેવા
નજીકના એરપોર્ટપર ઉપલબ્ધ મની એક્સચેન્જર સેવાનો ઉપયોગ કરી 30 ડિસેમ્બર 2016 સુધી જૂની 500 અને 1000ની ચલણી નોટો બદલી શકાશે.
આ ઉપરાંત રજીસ્ટર્ડ કે ખાનગી મની એક્સચેન્જર પાસે , સ્થાનિક બેન્ક માં, વિદેશની ભારતીય બેંકો પાસે આપ જે - તે દેશની કરન્સી મેળવી શકો છો.
મહત્વની સૂચના : જાણવા મળતી વિગતો પ્રમાણે ઓસ્ટ્રેલિયન બેન્ક અને અમુક મની એક્સચેન્જ સેવાદાતા વડે 500 અને 1000ની ચલણી નોટોનો અસ્વીકાર થઇ રહ્યો છે.
4. એનઆરઓ ખાતામાં પૈસા જમા કરાવવા
ભારતની રિઝર્વ બેન્ક (આરબીઆઇ)ની વેબસાઇટ ના સામાન્ય પ્રશ્નોના જવાબમાં કહેવામાં આવ્યું છે કે બિન નિવાસી ભારતીયો તેમના બિન નિવાસી સામાન્ય બચત ખાતામાં (એનઆરઓ) આ નોટો જમા કરાવી શકશે.

Source: Reserve Bank of India Source: RBI