ભારતમાં બળાત્કારનો ભોગ બનેલ દસ વર્ષીય કિશોરીને ગર્ભપાત માટે ની કાયદેસર સમય સીમા પુરી થઇ છતાં તબીબોએ ગર્ભપાત કરવાની તૈયારી બતાવી છે.
કિશોરીને પગ અને પેટના દુખાવાની ફરિયાદ સાથે દવાખાનામાં દાખલ કરવામાં આવી ત્યારે ડોકટરોને જાણ થઇ કે તે ગર્ભવતી છે અને વધુ વિગતોની તાપસ કરતા જાણવા મળ્યું કે તેના સાવકા પિતાએ તેના પર પાંચ મહિના અગાઉ અનેક વાર બળાત્કાર કર્યો હતો.
ભારતમાં ગર્ભપાત માટેની કાયદાકીય સમય સીમા 20 અઠવાડિયાની અંદર હોવા છતાં કિશોરીને 18 થી 22 અઠવાડિયા પુરા થયા પછી પણ ગર્ભપાત કરાવવાની પરવાનગી આપવામાં આવી છે.
હોસ્પિટલમાં ગર્ભપાત કરવા અપવાદને મંજૂરી આપવા માટે એક સ્થાનિક અદાલતનો સંપર્ક કરવામાં આવ્યો હતો, અને અદાલતે તબીબોની એક પેનલને અંતિમ નિર્ણય લેવાનું સૂચવ્યું હતું
હરિયાણામાં પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડીકલ સાયન્સે નક્કી કર્યુ કે બાળકને જન્મ આપવામાં કિશોરીના જીવને એટલુંજ જોખમ છે જેટલું ગર્ભપાત કરવામાં અને અદાલતે ડોકટરોનો અભિપ્રાય માન્ય રાખ્યો છે.
ભારતમાં વર્ષ 2015 માં કુલ 10,854 બાળકોના બળાત્કારના કેસ નોંધાયા હતા, મોટાભાગના કિસ્સામાં હુમલાખોર પીડિતને ઓળખતા હોય છે.