SKIP TO MAIN CONTENT

ભારતે સૌથી ભારે અને શક્તિશાળી રોકેટ GSAT-19 અંતરિક્ષમાં છોડ્યો

સોમવારે ભારતે અંતરિક્ષ વિજ્ઞાન ક્ષેત્રે અન્ય સિદ્ધિ હાંસલ કરી છે. ભારતે કમ્યુનિકેશન સેટેલાઇટ GSAT-19ને સફળતાપૂર્વક અંતરિક્ષમાં છોડ્યું હતું. આ આધુનિક ઉપગ્રહ વજનમાં સૌથી ભારે છે અને ભવિષ્યમાં આ પ્રકારના ઉપગ્રહ માનવને પણ અંતરિક્ષમાં લઇ જાય તેવી શક્યતા છે.

GSLV Mk III-D1/GSAT-19 Mission
Source: ISRO Twitter

2 min read

Published

Updated

By Harita Mehta

Source: Reuters



Skip to article content

સોમવારે ભારતે સંચાર ક્ષેત્રે સૌથી શક્તિશાળી એવા 43.43 મીટર ઊંચા અને 3136 કિલોગ્રામ વજન ધરાવતા ઉપગ્રહને ચેન્નઈથી 125 કિમિ દૂર આવેલ સતીશ ધવન સ્પેસ સેન્ટરથી છોડ્યું હતું.  સફળતાપૂર્વક પર પડાયેલ આ મિશનના કારણે ઇસરોના વૈજ્ઞાનિકોમાં ખુશીની લહેર પ્રસરી હતી. આ સાથે  કોમર્શિયલ ધોરણે ઉપગ્રહને છોડવાના ક્ષેત્રે ભારતનું સ્થાન વધુ મજબૂત બન્યું હતું.

ઇસરોના પ્રમુખ એ એસ કિરણ કુમારે આ ઘટનાને ઐતિહાસિક ઘટના કહી હતી અને જણાવ્યું હતું કે GSLV MkIII D-1 વડે GSAT-19ને ઓર્બીટમાં છોડવાની  ક્ષમતાનું યોગ્ય પ્રદર્શન કર્યું છે.

ઈસરોની આ સિદ્ધિને રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, વડાપ્રશ્ર્ન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના સોનિયા ગાંધીએ બિરદાવી હતી.

વડાપ્રધાન મોદીએ આ સિદ્ધિ અંગે  ટ્વીટ કરતા જણાવ્યું હતું કે

સંચાર ક્ષેત્રે આધુનિક અને નવીનત્તમ ટેક્નોલોજી સાથે છોડાયેલ આ ઉપગ્રહ ભારતમાં સંચાર ક્ષેત્રે જરૂરી સંસાધનમાં વૃદ્ધિ કરશે.

આ મિશન ઈસરો માટે ખુબ મહત્વનું હતું કેમકે અત્યારસુધી ભારત ઉપગ્રહ છોડવા વિદેશ પર નિર્ભર હતું. ઈસરો વડે જણાવવામાં આવ્યું છે કે આ સિદ્ધિ પાછળ દશકાથી પણ વધુ સમયની મહેનત છે. આ પ્રકારની જટિલ ટેક્નોલોજી વિકસાવવા માટે અને સ્વદેશી સી-25 ઈન્જીન વિકસાવવા ઇસરોને ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો હતો.

એવી પણ આશા સેવાઈ રહી છે કે ભવિષ્યમાં GSLV MkIII, ભારતીય અંતરિક્ષયાત્રીઓને અંતરિક્ષમાં લઇ જવા સક્ષમ હશે.

ઇસરોના ડિરેક્ટર તપન મિશ્રાએ કહ્યું હતું કે," ઈસરો એ બાહુબલીને જન્મ આપ્યો છે." જયારે અન્ય વૈજ્ઞાનિકો વડે તેને "ઓબિડીયન્ટ બોય",     "જાયન્ટ" જેવા નામ પણ આપવામાં આવ્યા હતા.

ટ્વીટર પર આમ વ્યક્તિથી લઈને સેલિબ્રિટીઝ વડે ઇસરોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા:

Twitter shared the messages:


Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now