ભારતીય ઈ -વિસા કાર્યક્રમ હેઠળ જાહેર થયેલ નવી શ્રેણીઓ

હવેથી પ્રવાસન, વ્યાપાર અને સારવાર માટેના ભારતીય ઈ -વિસા શ્રેણીમાં થયેલ બદલાવ હેઠળ વધુ રોકાણ અને મલ્ટીપલ એન્ટ્રી કરી શકાશે.

 Visa

Source: SBS

ભારતીય ઈ- વિસા શ્રેણી હેઠળ ત્રણ  પેટા શ્રેણીની જાહેરાત કરવામાં આવી છે જેમાં - ઈ - ટુરિસ્ટ, ઈ - બિઝનેસ, અને ઈ- મેડિકલ વિસાનો સમાવેશ થાય છે. આ સેવા વિશ્વના 161 દેશોના નાગરિકો માટે માન્ય કરવામાં આવી છે. આ સેવા  ભારતના 24 એરપોર્ટ અને 3 પોર્ટ પર કાર્યરત કરવામાં આવી છે જેમાં કોચીન, ગોવા અને મેંગ્લોરનો સમાવેશ થાય છે.

નવા પ્રાવધાન મુજબ ઈ- વિસા અરજી માટેની અવધિ  30  દિવસથી વધારી ને 120 દિવસ કરવામાં આવી છે.  આ સાથે ભારતમાં રહેવાની અવધિ  30  દિવસ થી વધારી ને 60 દિવસ કરવામાં આવી છે.

ઈ - ટુરિસ્ટ અને ઈ- બિઝનેસ વિસા ધારકો માટે ડબલ એન્ટ્રી અને સારવાર હેતુથી ઈ- મેડિકલ વિસા ધારકો માટે ટ્રિપલ એન્ટ્રીનું પ્રાવધાન છે.

આ સુધારાઓ અંગે ગૃહમંત્રી રાજનાથ સિંહે ટ્વીટર પર ઘોષણા કરી હતી

થયેલ બદલાવ અંગેની મુખ્ય વિગતો:

  1. ઈ -વિસા સુવિધાનો લાભ વિશ્વના 161 દેશોના નાગરિકો લઇ શકશે. ભારતના 24 એરપોર્ટ અને 3 પોર્ટ પર કાર્યરત કરવામાં આવી છે.
  2. ઈ- વિસા અરજી માટેની અવધિ  30  દિવસથી વધારી ને 120 દિવસ કરવામાં આવી છે.
  3. .મેડિકલ પ્રવસીઓને મદદ કરવાના  હેતુથી ભારતના 6 મુખ્ય એરપોર્ટ પર અલગ ઇમિગ્રેશન કાઉન્ટર રાખવામાં આવ્યા છે.
  4. ભારતમાં ઇન્ટર્નશિપ કરવા આવવા માંગતા વિદેશીઓ માટે નવી વિસા શ્રેણી Intern (I) Visa દાખલ કરવામાં આવી છે.  
  5. આ ઉપરાંત અન્ય એક નવી ફિલ્મ વિસા  શ્રેણીFilm (F) Visa પણ દાખલ કરવામાં આવી છે.  જેમાં મલ્ટીપલ એન્ટ્રી સાથે મહત્તમ રોકાણ 1વર્ષ કરી શકાશે.

For more details you can visit : Indian E- visa


2 min read

Published

Updated

By Harita Mehta



Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now