Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

ગુજરાતના મોરબીમાં ઝૂલતો પૂલ તૂટ્યો : 81થી વધુ મોત

135 વર્ષ જૂના ઝૂલતા પૂલ પર રવિવારે લગભગ 400થી વધુ લોકો ઉપસ્થિત હતા. સમારકામ બાદ અઠવાડિયા અગાઉ જ પૂલ ખુલ્લો મૂકાયો હતો.

India Bridge

Rescuers work at night after a cable bridge across the Machchu river collapsed in Morbi district, western Gujarat state, India, Sunday, Oct.30, 2022. Dozens are dead and many are feared injured in the accident. (AP Photo/Rajesh Ambaliya) Source: AP / Rajesh Ambaliya/AP

ગુજરાતના મોરબી શહેરમાં મચ્છુ નદી પર આવેલો ઝૂલતો પૂલ રવિવારે સાંજે તૂટી જતા લગભગ 80થી વધુ લોકોના મોત નીપજ્યા હોવાની માહિતી મળી રહી છે.

અધિકારીઓના જણાવ્યા પ્રમાણે તે સમયે 400થી વધુ લોકો ઉપસ્થિત હતા. અને પૂલ તૂટતા મચ્છુ નદીમાં ખાબક્યાં હતા.

વીડિયો ફૂટેજમાં જોવા મળ્યા પ્રમાણે, લોકો પૂલના કેબલને પકડીને પાણીમાંથી બહાર આવી રહ્યા હતા.

સરકારી આંકડા પ્રમાણે, આ દુર્ઘટનામાં લગભગ 81 લોકોના મૃત્યુ થયા છે. જોકે આંકડો હજી વધી શકે તેમ છે.

ઝૂલતો પૂલ વર્ષ 1887માં બન્યો હતો.

પૂલ તૂટી જતા પ્રતિક વસાવા પાણીમાં પડ્યા હતા. તેમણે સ્થાનીક 24 કલાક ચેનલને જણાવ્યું હતું કે, તેઓ પાણીમાં તરીને કિનારે પહોંચ્યા હતા.

તેમણે પૂલ પરથી બાળકોને પાણીમાં પડતા જોયા હતા.

તેમણે કેટલાક લોકોને બચાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેઓ પાણીના વહેણમાં તણાઇ ગયા હતા.

ઝૂલતો પૂલ ફક્ત ગણતરીની સેકન્ડ્સમાં જ ધરાશાયી થઇ ગયો હતો.

ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, દુર્ઘટના બની તે સમયે 150થી વધુ લોકો પૂલ પર હાજર હતા.

દિવાળીના તહેવાર અને છઠ પૂજા નિમિત્તે લોકોની પૂલ પર ભીડ હતી.

ઝૂલતો પૂલ બ્રિટીશ રાજ દરમિયાન 19મી સદીમાં બનાવવામાં આવ્યો હતો.

230 મીટર (765 ફૂટ) લાંબો પૂલ છેલ્લા 6 મહિનાથી સમારકામના કારણે બંધ હતો. તેને ગયા અઠવાડિયે જ જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કરીને મૃતકો પ્રત્યે શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે મોરબી જઇ બચાવ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.


2 min read

Published

Updated

By SBS, REUTERS

Presented by Vatsal Patel

Source: SBS


Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now