AFL ‘દોસ્તી કપ’માં ભારતીય ખેલાડીઓનો પાકિસ્તાની ખેલાડીઓ સામે વિજય

મેલ્બોર્નના વેરીબી વિસ્તારમાં રમાયેલી મેચમાં ભારત ફૂટબોલ ક્લબે પાકિસ્તાનની શાહીન્સ ક્લબને 78 – 28ના અંતરથી આસાન પરાજય આપીને ટાઇટલ જીત્યું.

Players of Indian team after their victory against Pakistan

Players of Indian team after their victory against Pakistan. Source: SBS Gujarati

મેલ્બોર્નના વેરીબી વિસ્તારમાં આવેલા એવલોન એરપોર્ટ ઓવલ ખાતે બંને દેશના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે રમાયેલા ‘દોસ્તી કપ’ માં ભારતે કટ્ટર હરીફ પાકિસ્તાન સામે આસાન વિજય મેળવ્યો હતો.

પોતપોતાના દેશને સમર્થન કરી રહેલા લગભગ 200થી વધારે સમર્થકોની ઉપસ્થિતિ વચ્ચે રમાયેલી મેચમાં ભારતે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને સમગ્ર મેચમાં પાકિસ્તાન સામે પોતાની પકડ જાળવી રાખી હતી અને અંતે કપ જીતી લીધો હતો.
India and Pakistan players in action
India and Pakistan players in action. Source: SBS Gujarati
ભારતીય ટીમના આ વિજય સાથે જ ભારત ફૂટબોલ ક્લબ એવી પ્રથમ ભારતીય ટીમ બની છે કે જેણે આ ટૂર્નામેન્ટ પોતાના નામે કરી હોય. આ અગાઉ એએફએલ ઇન્ડિયાએ ત્રણ વખત ભાગ લીધો હતો પરંતુ એક પણ વખત તે કપ જીતી શકી નહોતી.

ભારતીય ટીમે મેચની શરૂઆતથી જ આક્રમક રમતનું પ્રદર્શન કર્યું હતું અને મેચમાં પોતાનો પ્રથમ ગોલ નોંધાવ્યો હતો. ભારતીય ટીમના ખેલાડીઓએ પ્રથમ બે ક્વાર્ટર સુધી શ્રેષ્ઠ પ્રદર્શન જાળવી રાખ્યું અને પાકિસ્તાન સામે મહત્વપર્ણ લીડ મેળવી લીધી હતી. ત્રીજા અને અંતિમ ક્વાર્ટરમાં પાકિસ્તાનની શાહિન્સ ટીમે મેચમાં પરત ફરવાના પ્રયત્નો કર્યા હતા પરંતુ ભારતીય ટીમની જંગી લીડ સામે તે નિષ્ફળ રહી હતી અને મેચ ગુમાવી હતી.
Pakistani supporters cheering their team
Pakistani supporters cheering their team. Source: SBS Gujarati
તમામ ખેલાડીઓના શાનદાર પ્રદર્શનના કારણે ભારતીય ટીમે 78 પોઇન્ટ્સ નોંધાવ્યા હતા. જેમાં 12 ગોલ્સ તથા 6 બિહાઇન્ડ્સનો સમાવેશ થતો હતો જ્યારે પાકિસ્તાની ટીમે 28 પોઇન્ટ્સ નોંધાવ્યા હતા. જેમાં તેમણે ત્રણ ગોલ્સ તથા 10 બિહાઇન્ડ્સ કર્યા હતા.

ભારત માટે કેપ્ટન યાસિર હુસૈન ટોચનો સ્કોરર રહ્યો હતો. તેણે ત્રણ ગોલ કર્યા હતા જ્યારે હરકા કાલાઇસ, ચૈતાન સારીકોન્ડાએ બે-બે ગોલ તથા ગુરનાઝ ખાત્રા, આશિષ શર્મા તથા હારિયાસ ફર્નાન્ડેસે એક – એક ગોલ કર્યા હતા.
Players of Indian and Pakistani team in action
Players of Indian and Pakistani team in action. Source: SBS Gujarati
પાકિસ્તાન માટે હસીબ કુરૈશી એકમાત્ર ગોલ કરનાર ખેલાડી રહ્યો હતો. તેણે ત્રણ ગોલ કર્યા હતા. જેની મદદથી પાકિસ્તાનને 18 પોઇન્ટ્સ મળ્યા હતા.

મેચમાં તેમના તમામ પાસાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન બદલ ભારતના સાગર અશોકા તથા પાકિસ્તાનના હસીબ કુરૈશીને બેસ્ટ પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

Share

Published

Updated

By Vatsal Patel

Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service