ભારતમાં કોરોનાવાઇરસના બીજા તબક્કાએ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું અને આરોગ્યલક્ષી સુવિધા પર ભારણ વધ્યું. યોગ્ય સારવાર ન મળી શકતા હજારો લોકો મૃત્યુ પામ્યા અને કેટલાય પરિવારો ભાંગી પડ્યાં.
ભારતની હોસ્પિટલ્સમાં ઓક્સિજનની અછત સર્જાઇ છે. ઇન્ટેન્સિવ કેર યુનિટમાં યોગ્ય સારવાર મળી રહે તેવી સુવિધાનો અભાવ હોવાના કારણે દર્દીઓને યોગ્ય સારવાર મેળવવામાં મુશ્કેલી નડી રહી છે.
ભારતમાં જાહેર આરોગ્યની વણસી રહેલી પરિસ્થીતી સામે SBS Radio એ SBS India COVID Appeal Radiothon નું આયોજન કર્યું છે. જેમાં ફંડ એકઠું કરી “India, we are with you” નો સંદેશ પાઠવવામાં આવશે.
કેવી રીતે દાન કરી શકાશે?
તમે india.unicef.org.au/sbsindiacovidappealradiothon ની મુલાકાત અથવા 1300 884 233 પર ફોન કરી દાન આપી શકો છો. $2 થી વધુની રકમના દાનને ટેક્સમાં માફી મળશે.
SBS ના ઓડિયો એન્ડ લેગ્વેજ કન્ટેન્ટના ડાયરેક્ટર ડેવિડ હુઆએ જણાવ્યું હતું કે, ભારતમાં કોરોનાવાઇરસની પરિસ્થીતીના કારણે ઓસ્ટ્રેલિયામાં વસતા લોકોને પણ અસર પહોંચી છે.

A woman mourns as her relative died of COVID-19 at a hospital in Ahmedabad, India. Source: AAP Image/EPA/Divyakant Solanki
ઓસ્ટ્રેલિયાના રહેવાસીઓ તેમના ભારતમાં રહેતા પરિવારજનો અને મિત્રોની સુરક્ષાને લઇને ચિંતીત છે. અને, તેમને અહીંથી પણ મદદ કરવા પ્રયાસ કરી રહ્યાં છે. મને આશા છે કે, SBS ની UNICEF India અપીલ ઓસ્ટ્રેલિયામાં વસતા ભારતીયમૂળના લોકો ભારતીય સમુદાયને મદદ કરવાનો એક વિકલ્પ પૂરો પાડશે.
કોઇ પણ મદદ નાની કે મોટી નથી હોતી, કોઇ મદદ કરવા પ્રયાસ કરી રહ્યું છે તે જાણીને પણ આશા બંધાય છે.
SBS India COVID Appeal Radiothon શું છે?
આ ખાસ પ્રયાસ દ્વારા અમે UNICEF માટે ફંડ એંકઠું કરીશું. જે ભારતના લોકો, પરિવારો અને જરૂરીયાતમંદ સમુદાયોને તાત્કાલિક ધોરણે મદદ પૂરી પાડી રહ્યું છે.
21મી મેના રોજ, સાઉથ એશિયન કાર્યક્રમના બ્રોડકાસ્ટર્સ અને પ્રોડ્યુસર્સ છ કલાકનું એક ખાસ કવરેજ પ્રસ્તુત કરશે. એક સહયોગાત્મક પ્રયાસરૂપે તેનું ઓનલાઇન, રેડિયો અને ફેસબુક પર પ્રસારણ કરવામાં આવશે.
'India, we are with you' કહેવા અમારી સાથે જોડાઓ
SBS ની ગુજરાતી, હિન્દી, તમિલ, પંજાબી, મલયાલમ, બાંગ્લા, ઉર્દુ તથા અન્ય ભાષાઓ સાંજે 4 - 10 વાગ્યા સુધી ઓસ્ટ્રેલિયા તથા ભારતથી વિવિધ રીપોર્ટ્સ રજૂ કરશે.
તમે SBS Gujarati Facebook પેજ પર ઓનલાઇન જોડાઇ શકો છો.
ફંડનો ઉપયોગ કેવી રીતે થશે?
SBS Radiothon દ્વારા તમે આપેલા ફાળાને...
- હોસ્પિટલ્સમાં ઓક્સિજન જનરેશન પ્લાન્ટ્સ માટે વાપરવામાં આવશે. જે કોરોનાવાઇરસથી ગંભીર હોય તેવા દર્દીને મદદરૂપ થશે.
- કેટલાક સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં ઝડપથી અને વધુ ચોક્કસાઇથી ટેસ્ટ થઇ શકે તે માટે ટેસ્ટીંગ મશીન્સ ઉપલબ્ધ કરાવાશે.
- UNICEF-supported COVAX પહેલ દ્વારા ચાલી રહેલા કોવિડ રસી વિતરણ કાર્યક્રમ માટે ઉપયોગમાં લેવાશે.
ભારતની આ મહામારી સામે લડતમાં ઉદારતાથી દાન કરવા સહુને અપીલ કરવામાં આવી છે જેથી UNICEF યોગ્ય જીવનરક્ષક મદદ અને સાધનસામગ્રી પહોંચાડી શકે.