સતત ત્રીજી વખત ભારતે કબડ્ડી વિશ્વકપમાં જીત મેળવી છે. અંતિમ રોમાંચક મેચમાં ભારતે ઈરાનને 38-28 થી હરાવ્યું હતું. શરૂઆતના ભાગમાં ભારતનું પ્રદર્શન નબળું રહ્યું હતું પણ, બીજા ભાગમાં ટીમે શ્રેષ્ઠ પ્રદર્શન કરતા જીત મેળવી હતી.
ભારતીય ખેલાડી અજય ઠાકુરે આ જીતમાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. મેચના બીજા અર્ધાર્થમાં અજય ઠાકુરે સતત 4 પોઇન્ટ લઈને ટીમને મજબૂત દાવેદારી આપી હતી. ટીમના અન્ય ખેલાડીઓના શ્રેષ્ઠ સામુહિક પ્રદર્શન લીધે ભારત જીતી શક્યું.
ટીમની ભવ્યજીતથી ભારતીયોમાં ઉત્સાહ છે અને તેઓએ ટ્વિટ્ટર પર લાગણીઓ વ્યક્ત કરતા ભારતીય ટીમેને અભિનંદન પાઠવ્યા છે.