બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ) એ ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ તથા ટી20 ટીમની જાહેરાત કરી દીધી છે. ટી20 શ્રેણી 21મી નવેમ્બરથી જ્યારે ટેસ્ટ શ્રેણી 6 ડિસેમ્બરથી શરૂ થશે.
પૂણેમાં મળેલી ઓલ ઇન્ડિયા સિલેક્શન કમિટીએ વેસ્ટ ઇન્ડીઝ સામે રમાનારી ટી20 શ્રેણી માટે પણ ટીમની જાહેરાત કરી હતી.
ભારતીય ટેસ્ટ ટીમમાં ઓપનર રોહિત શર્મા તથા વિકેટકીપર બેટ્સમેન પાર્થિવ પટેલનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે બંને ખેલાડીઓ ઇંગ્લેન્ડ સામે રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં ભારતીય ટીમમાં સામેલ નહોતા. બીજી તરફ, ઓપનર મુરલી વિજયને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તે ઇંગ્લેન્ડ સામે રમાયેલી શ્રેણીની તમામ મેચોમાં ખરાબ પ્રદર્શન કરતા ટીમમાંથી પડતો મૂકવામાં આવ્યો હતો.
ઇંગ્લેન્ડ સામેની શ્રેણી દ્વારા ભારતીય ટેસ્ટ ટીમમાં સ્થાન મેળવનારા રીષભ પંત તથા હનુમા વિહારીને પણ 18 સભ્યોની ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.
બીજી તરફ, સિલેક્ટર્સે ઓસ્ટ્રેલિયા સામે રમાનારી ત્રણ ટી20 મેચની શ્રેણી માટેની ટીમમાં ભારતના ભૂતપૂર્વ કેપ્ટન તથા વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્રસિંહ ધોનીનો સમાવેશ કર્યો નથી. બરોડાના ઓલરાઉન્ડર ખેલાડી કૃણાલ પંડ્યાને ટીમમાં સ્થાન મળ્યું છે.
ધોનીને ટીમમાંથી બહાર કરવા અંગે મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદે જણાવ્યું હતું કે, "મહેન્દ્રસિંહ ધોનીને આરામ આપવામાં આવ્યો છે. ભારતીય ટીમમાં બીજા વિકેટકીપર માટેની જગ્યા કરવાની યોજના છે."
ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં ત્રણ ટી20, ચાર ટેસ્ટ મેચ તથા ત્રણ વન-ડે મેચ રમશે. પ્રવાસની શરૂઆત 21મી નવેમ્બરથી શરૂ થનારી ટી20
ભારતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ
ટી20
પ્રથમ ટી20 - 21મી નવેમ્બર, બ્રિસબેન
બીજી ટી20 - 23મી નવેમ્બર, મેલ્બોર્ન
ત્રીજી ટી20 - 25મી નવેમ્બર, સિડની
ટેસ્ટ
પ્રથમ ટેસ્ટ - ડિસેમ્બર 6થી10, એડિલેડ
બીજી ટેસ્ટ - ડિસેમમ્બર 14થી 18, પર્થ
ત્રીજી ટેસ્ટ - ડિસેમ્બર 26થી 30, મેલ્બોર્ન
ચોથી ટેસ્ટ - જાન્યુઆરી 3થી 7, સિડની
વન-ડે
પ્રથમ વન-ડે - જાન્યુઆરી 12, સિડની
બીજી વન-ડે - જાન્યુઆરી 15, એડિલેડ
ત્રીજી વન-ડે - જાન્યુઆરી 18, મેલ્બોર્ન
Share

