રાજકુમાર માનવેન્દ્રસિંહ ભારતમાં LGBT+ સમુદાયના સંવિધાનિક અધિકારો અંગે સક્રિય છે.
વર્ષ 2006માં માનવેન્દ્રસિંહે પોતે ગે હોવાનું જાહેર કરી સુર્ખીઓ મેળવી હતી અને ભારતમાં પોતાની જાતીયતા અંગે જાહેરમાં સ્વીકાર કરનાર પ્રથમ રાજવી બન્યા હતા.
તેઓએ કહ્યું હતું કે જો ભારતે વિશ્વભરમાં સમ્માન મેળવવું હશે તો, ભારત LGBT સમુદાયના લોકોના પ્રાથમિક અધિકારોની અવગણના ન કરી શકે.
"ભારત જેવા વિશાલ લોકતંત્રમાં કોલોનિયલ સરકાર વડે દાખલ કરાયેલા જુના થઇ ગયેલ કાયદાને દૂર કરવાનો અને LGBT સમુદાયના લોકોને સમાન અધિકારો આપવાનો સમય પાકી ગયો છે."
ભારતીય દંડ સંહિતાની કલમ 377 હેઠળ સમલૈંગિક જાતીયસંબંધ અપરાધ છે અને તેમાટે દસ વર્ષ સુધીની સજા થઇ શકે છે.
અગાઉપણ શ્રી ગોહિલે પોતે અનુભવેલ સંઘર્ષ અંગે વાત કરી છે. તેઓએ જણાવ્યું છે કે કેવી રીતે પોતાની કામુકતા અંગે જાણ થયા બાદ તેમના પરિવારે તેમને તરછોડ્યા હતા.
"જયારે હું 12 કે 13 વર્ષનો હતો, ત્યારે મેં જાણ્યું જે હું વિરોધી લિંગની વ્યક્તિ તરફ આકર્ષિત નહોતો થતો અને સમાનલિંગની વ્યક્તિ પ્રત્યે આકર્ષણ ધરાવતો હતો."
"શા કારણે આવું બની રહ્યું છે? હું આ બાબતે સ્પષ્ટ ન હતો કેમકે કોઈપણ વ્યક્તિ સાથે હું આ બાબત ચર્ચી નહોતો શકતો ."
"હું સેવકોની વચ્ચે મોટો થયો, મારા ખુબ દોસ્તો પણ ન હતા ... ઈન્ટરનેટ ન હતું .... એ ખુબજ મૂંઝવણભરી સ્થિતિ હતી."
રાજકુમાર માનવેન્દ્ર સિંહે વર્ષ 2000 માં લક્ષ્ય ટ્રસ્ટની સ્થાપના કરી. આ ટ્રસ્ટ HIV/AIDS અંગે શિક્ષણ આપવાનું અને જાગૃતિ ફેલાવવાનું કામ કરે છે.