ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રદર્શિત થશે પ્રાદેશિક ભાષાઓની ફિલ્મ, ડોક્યુમેન્ટ્રી

15મો ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ 15થી 25મી ઓગસ્ટ સુધી મેલ્બર્નમાં યોજાશે. જેમાં ઓપનિંગ, ક્લોઝિંગ નાઇટ સહિત, એવોર્ડ નાઇટ અને ડાન્સ સ્પર્ધા જેવા કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

IFFM (2).jpg

Indian Film Festival of Melbourne (IFFM) to start from 15th August.

ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલ્બર્ન (IFFM) તેના 15માં વર્ષમાં પ્રવેશ્યો છે.

વર્ષ 2024ની આવૃત્તિ 15થી 25મી ઓગસ્ટ સુધી યોજાશે. આ વર્ષે યોજાનારા ફેસ્ટિવલમાં 26 જુદી જુદી ભાષાઓમાં નિર્મિત 65થી વધુ ફિલ્મો રજૂ કરવામાં આવશે.

જેમાં 20 મહિલા દિગ્દર્શકોની ફિલ્મો અને છ વર્લ્ડપ્રીમિયરનો સમાવેશ થાય છે.

ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલ્બર્નના આકર્ષણ પર એક નજર કરીએ તો ફેસ્ટિવલની શરૂઆત ઓપનિંગ નાઇટથી થશે. ત્યાર બાદ...

  • એવોર્ડ નાઇટ,
  • ભારતીય સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી,
  • ડાન્સ સ્પર્ધા,
  • ફિલ્મ સ્ક્રીનિંગ્સ અને શોર્ટ ફિલ્મ સ્પર્ધા
  • ક્લોઝિંગ નાઇટ્સ મુખ્ય આકર્ષણ રહેશે.

આ ફેસ્ટિવલની શરૂઆત 15 મી ઓગસ્ટના રોજ ઓપનિંગ નાઇટ સાથે થશે, જેમાં ઓનિર, રીમા દાસ, ઇમ્તિયાઝ અલી અને કબીર ખાન દ્વારા નિર્દેશિત "માય મેલબોર્ન"નુંવર્લ્ડ પ્રીમિયર યોજાશે.

કયા જાણિતા સ્ટાર્સ IFFMમાં હાજરી આપશે

મેલ્બર્ન ખાતે યોજાનારા ફિલ્મ ફેસ્ટિવલમાં એ.આર.રહેમાન, રામ ચરણ, રાની મુખર્જી, મલાઇકા અરોરા, નોરા ફતેહી, રાશિકા દુગલ, વિક્રાંત મેસ્સી અને પ્રખ્યાત દિગ્દર્શકો કરણ જોહર અને રાજકુમાર હિરાની સહિત ભારતીય સિનેમાનાઘણા જાણિતા સ્ટાર્સ હાજરી આપશે.

જેમાંથી ઘણા કલાકારો 16મી ઓગસ્ટે પેલાઇસ થિયેટરમાં IFFM એવોર્ડ્સ નાઇટમાં હાજર રહેશે.

17મી ઓગસ્ટે ફેડરેશન સ્ક્વેર ખાતે ધ્વજવંદન સાથે રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

iffm24-6.jpg

આ ઉપરાંત ગ્રેમી અને ઓસ્કાર વિજેતા મ્યુઝિક મેસ્ટ્રો એ.આર.રહેમાન ફેડરેશન સ્ક્વેર ખાતે એવોર્ડ્સ નાઇટ અને IFFM ચેટ્સમાં ભાગ લેશે. તે ઉપરાંત ઈમ્તિયાઝ અલી અને રાજકુમાર હીરાની જેવા ખ્યાતનામ ફિલ્મનિર્દેશકો પણ IFFM conversation માં ભાગ લેશે.

અન્ય કાર્યક્રમોમાં ડાન્સ સ્પર્ધાને મલાઈકા અરોરા, નોરા ફતેહી અને લક્ષ્ય દ્વારા જજ કરવામાં આવશે.

તારીખ 25 ઓગસ્ટના રોજ કાર્યક્રમનું સમાપન થશે.

કઇ ભાષામાં ફિલ્મ પ્રદર્શિત થશે

ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલ્બર્નમાં હિન્દી ઉપરાંત, ભારતીય પ્રાદેશિક ભાષાઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં, મરાઠી, તમિલ, નેપાળી, બંગાળી, મલયાલમ, ઉર્દુ, પંજાબી, પશ્તો, મણિપુરી, બોડો, તથા સિંહાલા ભાષામાં વિવિધ વિષયોને આવરી લેતી ડોક્યુમેન્ટ્રી તથા ફિલ્મો પ્રદર્શિત કરવામાં આવશે.

સિનેમા ઘરોમાં સ્ક્રીનિંગ ઉપરાંત, ઓસ્ટ્રેલિયામાં ગમે ત્યાંથી ફિલ્મોને નિ:શુલ્ક ઓનલાઇન માધ્યમો દ્વારા માણી શકાશે.

www.sbs.com.au/gujarati નાફેસબુક અથવા SBS સાઉથ એશિયન યુટ્યુબચેનલ પર SBS ફેસ્ટિવલનું વિસ્તૃત કવરેજ પ્રદાન કરશે.

ઇન્ડિયનફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબોર્ન 2024 વિશે વધુ માહિતી માટે iffm.com.au ની મુલાકાત લો.

SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.


3 min read

Published

By SBS Gujarati

Source: SBS



Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now