NRI લગ્નની નોંધણી 48 કલાકમાં કરાવવી ફરજીયાત બનશે

લગ્ન માટે ભારત આવતા વિદેશમાં વસનાર ભારતીયોએ (NRI) ટૂંક સમયમાં લગ્નના 48 ક્લાકમાં લગ્નની નોંધણી કરાવવી ફરજીયાત બનશે. આવું ન કરનાર NRIના વિસા /પાસપોર્ટ રદ્દ કરવામાં આવશે.

Marriage

Source: CC0 Creative Commons Free Photos

લગ્નના ઉદેશથી દર વર્ષે મોટી સંખ્યામાં વિદેશમાં વસતા ભારતીયો (NRI)  ભારત આવે  છે.  હાલના સમયમાં NRI પતિ દ્વારા તેની પત્નીને છોડી દેવાના કે  વિદેશમાં સાથે રહેતી પત્ની વિરુદ્ધ હિંસા આચરવાના બનાવમાં વૃદ્ધિ થઇ છે. આ સમસ્યા સામે યોગ્ય કાયદાકીય કાર્યવાહી થઇ શકે માટે ટૂંક સમયમાંજ ભારત સરકાર દ્વારા 48 કલાકની અંદર NRI લગ્ન રજીસ્ટર કરાવવું ફરજીયાત બનવવામાં આવશે.

ચંદીગઢ ખાતે ભારતની અત્યાધુનિક ફોરેન્સિક લેબોરેટરીની પાયાવિધિ દરમિયાન  આ અંગે ભારતના કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધીએ વાતચીત કરી હતી.

ભારતના કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધીએ  જણાવ્યું કે આ મુદ્દે મંત્રાલય તરફથી ભારતની તમામ  લગ્ન નોંધણી ઓફિસોને ઓર્ડર આપી દેવામાં આવ્યા છે, જેથી NRI લગ્નની મહત્તમ નોંધણી થઇ શકે, આ ડેટા ત્યારબાદ કેન્દ્રને મોકલવામાં આવશે જેથી મંત્રાલય એક ડેટાબેઝ તૈયાર કરી શકે.

વિદેશમાં વસતા ભારતીય નાગરિક વડે તેમની પત્નીને તરછોડી દેવાની સમસ્યા અંગે ટિપ્પણી કરતા શ્રી ગાંધીએ જણાવ્યું કે આવી વ્યક્તિ વિરુદ્ધ  વિદેશ  મંત્રાલય દ્વારા અદાલતી સમન મોકલવામાં આવશે. જે પ્રસ્તાવ છે તે મુજબ જો સમન મોકલેલ વ્યક્તિ કોર્ટ સમક્ષ રજુ ન થાય, તો તેની ભારતની સંપત્તિ સરકાર દ્વારા અટકાયતમાં લેવાશે.

શ્રી ગાંધીએ ઉમેર્યું હતું કે જો કોઈ મહિલાને તેમના વિદેશમાં વસતા પતિ દ્વારા તરછોડવામાં આવેલ હોય કે અન્ય રીતે કોઈ સમસ્યા હોય તો તેઓ મહિલા અને બાળ વિકાસ મંત્રાલયનો સંપર્ક સાધી શકે છે.

ટ્રિબ્યુન અખબારના અહેવાલ મુજબ શ્રી ગાંધીએ જણાવ્યું કે, "જો કોઈ મહિલાને શંકા હોય કે તેમને તેના પતિ દ્વારા તરછોડી દેવામાં આવશે, તો તેણી min-wcd@nic.in પર ઈમેલ કરી શકે છે. હાલમાં છ NRI વિરુદ્ધ આવી ફરિયાદ આવ્યા બાદ તેમને વિદેશ જવાથી રોકી દેવામાં આવ્યા હતા. આવી વ્યક્તિ દેશ છોડી શકે કે નહિ તે અંગે  નિર્ણય કરવા માટે વિદેશ મંત્રાલય, મહિલા અને બાળ વિકાસ મંત્રાલય અને ગૃહ મંત્રાલયના સંયુક્ત સચિવો અને બે વકીલો સાથે એક સમિતિ બનાવવામાં આવી છે."
"જો કોઈ મહિલાને શંકા હોય કે તેમને તેના પતિ દ્વારા તરછોડી દેવામાં આવશે, તો તેણી min-wcd@nic.in પર ઈમેલ કરી શકે છે. હાલમાં છ NRI વિરુદ્ધ આવી ફરિયાદ આવ્યા બાદ તેમને વિદેશ જવાથી રોકી દેવામાં આવ્યા હતા. "

દુષ્કર્મના બનાવોની તપાસમાં મદદરૂપ થાય તેવી ફોરેન્સિક લેબ

મહિલાઓ અને બાળકો  વિરુદ્ધ થતા જાતીય હિંસાના બનાવોની તપાસ ઝડપી અને અસરકારક બનાવવા માટે આ આધુનિક ફોરેન્સિક લેબ મહત્વનો ભાગ ભજવશે. આગામી સમયમાં આ પ્રકારની લેબ દેશના વિવિધ શહેરોમાં શરુ કરવામાં આવશે.

વર્તમાન સમયમાં દુષ્કર્મના કેસમાં તાપસ માટે મદદ કરતી લેબની ક્ષમતા પ્રતિ વર્ષ 160 કેસની છે, જે સખી સુરક્ષા એડવાન્સ DNA ફોરેન્સિક લેબોરેટરીની શરૂઆત થતા પ્રતિ વર્ષ 2000 કેસની થશે.

વન સ્ટોપ સેન્ટર

ભારતીય મહિલા  અને  બાળ વિકાસ મંત્રાલય દ્વારા દેશભરમાં 193 સખી સેન્ટર શરુ કરવામાં આવશે.  ઘરેલુ હિંસા કે દુષ્કર્મની પીડિત મહિલાઓ- જે પોલીસ પાસે જવાથી ડરતી હોય કે કોઈ કારણોસર ન જઈ શકતી હોય તેવી મહિલાઓને અહીં મદદ મળશે. આ સેન્ટર પર વકીલ, ડોક્ટર, નર્સ અને મનોચિકિત્સકની સેવાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

Share

Published

Updated

By Harita Mehta

Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service
NRI લગ્નની નોંધણી 48 કલાકમાં કરાવવી ફરજીયાત બનશે | SBS Gujarati