Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

ભારતીય રેલ નેટવર્ક એ પ્રથમ વાર ખાસ ટ્રાન્સ જેન્ડર મહિલાઓ (વ્યઢંળો)ને નોકરી પર રાખ્યા.

ભારતમાં નોકરી માટે અરજી પણ ન કરી શકે તેવી 23 ટ્રાન્સ મહિલાઓ (વ્યંઢળ)ને રેલ નેટવર્કમાં નોકરી. નવી પહેલના ભાગરૂપે કોચી મેટ્રો રેલ 23 ટ્રાન્સજેન્ડર મહિલાની ભરતી કરી છે.

Transgender rail employment
Indian hijras dance as they participate in a religious procession in Gandhinagar, some 30 km from Ahmedabad, on March 22, 2017. Source: SAM PANTHAKY/AFP/Getty Images

ગાર્ડિયનના રિપોર્ટ્સ પ્રમાણે ભારતના વિશાળ રેલ નેટવર્કમાં ક્યાંય ટ્રાન્સજેન્ડર લોકોને ખાસ નોકરી માટે અરજી કરવાનું કહેવામાં ક્યારેય નથી આવ્યું , પણ હવે આ પહેલ કેરળના રેલ નેટવર્ક એ કરી છે.

કોચી મેટ્રો રેલની આશા છે કે નવી પહેલથી સ્થાનિક વ્યંઢળ (ટ્રાન્સજેન્ડર મહિલા) સમુદાયને વધુ સારી રીતે સમજવામાં પ્રોત્સાહન મળશે.

નેટવર્કના પ્રવક્તા રશ્મી સી.આર. જણાવે છે કે, "મેટ્રો માત્ર પરિવહનનું  એક માધ્યમ જ નહી, પણ આજીવિકા સુધારણા પ્રોજેક્ટ બનવા માંગીએ છીએ."

"ટ્રાન્સ જેન્ડર લોકો સાથે અન્ય લોકો વાતચીત નથી કરતા. તેઓ સમાજથી અલગ રહે છે, તેમને નોકરી આપવામાં આવતી નથી, તેમના અધિકારોનો આદર નથી થતો."

સી.આર. રહે છે. "અમે ખાતરી કરવા માંગીયે છીએ કે વ્યંઢળો સમાજની મુખ્ય ધારા સાથે ભળે , લોકો દરરોજ તેમની સાથે વાત-ચીત કરે, દા.ત - ટ્રેન લઇ કામ પર જતા લોકોને આ નવા રેલ અધિકારીઓ સાથે વાત કરવાની રહેશે. "

કોચી રેલ નેટવર્કએ વ્યંઢળ સમુદાયના 23 સભ્યોને ટિકિટ સંગ્રાહકો અને હોમકીપિંગ ટીમ્સ તરીકે નોકરી પર રાખ્યા છે. કોચી રેલ નેટવર્ક માં રોજગાર મેળવનાર વિન્સી કહે છે "કોચી મેટ્રો ભારતની પ્રથમ કંપની છે જેમણે અમારો સ્વીકાર કર્યો છે, જે અમારા માટે એક વિશાળ સિદ્ધિ છે."

વિન્સી કહે છે કે આ કાર્યક્રમની વિશેષ નોંધ લેવાવી જોઈએ કારણકે ભારત માં પહેલી વાર સત્તાવાર રીતે વ્યંઢળોને સમાજનું એક અંગ તરીકેની ઓળખાણ આપવા માં આવી છે.

"ટ્રાન્સ લોકોને કોઈ કામ નથી મળતું ..... મોટી બહુરાષ્ટ્રીય કંપનીઓમાં નહીં, આઇટી કંપનીઓ માં નહિ અને સરકારી નોકરીઓમાં પણ નહીં."

"જ્યારે નોકરી મળે ત્યારે સહ કર્મચારીઓ અમારી ઠેકડી ઉડાડે છે. "

વિન્સી કહે છે કે અન્ય કંપનીઓ કોચી મેટ્રોની પહેલને અનુસરે અને ટ્રાંસ લોકોની ભરતી કરવાનું શરૂ કરે તેવી આશા છે.

રશ્મી સી.આર. કહે છે કે ભારતમાં ટ્રાન્સજેન્ડર સમુદાય મોટા ભાગના ક્ષેત્રોમાં રોજગારી માટે અરજી કરવાથી પણ પ્રતિબંધિત છે. તેમાંના ઘણા ગુનાખોરીના રેકોર્ડ ધરાવે છે કારણ કે તેમની પાસે સેક્સ વર્કર બનવા સિવાય કોઈ વિકલ્પ નથી.

"ઉપરાંત, તેમાંના ઘણાને ક્યારેય શાળામાં જવાની તક નથી મળી , તેથી તેઓ પાસે કોઇ શૈક્ષણિક લાયકાત નથી."

વ્યંઢળ સમુદાયના સભ્યોને રોજગારની તક પુરી પાડવાનું કામ ગરીબી દૂર કરવાના નેજા હેઠળ થઇ રહ્યું છે , અન્ય પ્રયાસોમાં કેરળ સરકાર દ્વારા અગિયાર જુદા જુદા સ્ટેશનોમાં 530 વધુ કર્મચારીઓની ભરતી કરવામાં આવી રહી છે.


2 min read

Published

Updated

By Nital Desai, Michaela Morgan




Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now